________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वि.सं.२०६९-मार्गशीर्ष કૃતિઓનાં વિવરણ પ્રકારના એ ગદ્યગ્રંથો છે, જ્યારે આ તો કથા જ છે.
ગુજરાતી વિશ્વ કોશમાં શ્રી પૃથ્વીચંદ્રચરિત્ર વિશે મળતી નોંધમાં એમના વિશે થોડી વિગતો પ્રાપ્ત થાય છે. ચૌદમી સદીના અંતભાગમાં ત્રિભુવનદીપક-પ્રબંધના કર્તા અચલગચ્છીય જયશેખરસૂરિના એક શિષ્ય માણિક્યસુંદરસૂરિ દ્વારા પૃથ્વીચન્દ્ર ચરિત રચાઈ છે. ગુરુનો સમય સં. ૧૪00થી ૧૪૬૨ (ઈ. સ. ૧૩૪૪ થી ઈ. સ. ૧૪૦૬) નિશ્ચિત છે એટલે માણિક્યસુંદરસુરિનો સમય ઈ. સ. ચૌદમી સદીના ઉત્તરાર્ધ હોઈ શકે. બેશક, આ કથાની પ્રાપ્ય પોથીના અંતભાગમાં લહિયાએ સં. ૧૪૭૮ (ઈ. સ. ૧૪૨૨)ના શ્રાવણ સુદ ૫ ને રવિવાર આપેલ છે એટલે કર્તાનો સમય એ કે એ પહેલાંનો કહી શકાય એમ છે.
ગ્રંથ પરિચય ગુણવર્માચરિત્ર જેમાં ૧૭પૂજાના પ્રકાર છે તે ૧૭ કથાઓ વિસ્તૃતરીતે વર્ણન કરવામાં આવી છે. તે આ મુજબ છે – (૧) શ્રીસ્નાત્ર પૂજાકથા, (૨) શ્રીવિલેપનપૂજાકથા, (૩) શ્રીવસ્ત્રપૂજાકથા, (૪) શ્રીવાસક્ષેપપૂજાકથા, (૫) શ્રીપુષ્પપૂજાકથા, (૬) શ્રીમાળાપૂજાકથા, (૭) શ્રીવર્ણપૂજાકથા, (૮) શીકપૂરપૂજાકઘા, (૯) શ્રધ્વજારોહણપૂજાકથા, (૧૦) શ્રીઆભૂષણપ્રજાકથા, (૧૧) શ્રીપુષ્પગ્રહપૂજા કયા, (૧૨) શ્રીપુખપ્રકરપજાકથા, (૧૩) શ્રીઅષ્ટમંગલપૂજાકથા, (૧૪) શ્રીધૂમપૂજાકથા, (૧૫) શ્રીગીતપૂજકથા, (૧૩) શ્રી વાઘપૂજા કથા અને (૧૭) શ્રીનાટકપૂજાકથા.
આ સત્તર કથા કુલ ૧પ૩ર લોકમાં રચાયેલ છે. સત્તરભેદિ પૂજાકથા એ ગુણવર્માચરિત્રનો જ એક ભાગ છે અને તેના કર્તા શ્રીમાણિજ્યચંદ્રસૂરિ મ. સા. છે. તેમને અચલગચ્છના શ્રેષ્ઠ સૂરિ માનવામાં આવે છે. આ ગ્રન્થને સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી એમ પાંચ ભાષામાં અને આઠ વિભાગમાં સંકલિત કરાઈ છે. આ ગ્રન્થના સંકલન કર્તા પ. પૂ. મુનિરાજ સર્વોદય સાગરજી મ. સા. અને સંપાદક પ. પૂ. મુનિરાજ ઉદયરત્ન સાગરજી મ. સા. છે. પ્રકાશક શ્રી ચારિત્રરત્ન ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ, અમલનેર દ્વારા કરવામાં આવ્યું છે.
ગ્રન્થનું મંગલાચરણ ભગવાન પાર્શ્વનાથને પ્રણામ કરીને કર્યું છે. જેમ પાણી અગ્નિને શાંત કરે છે. તેમ જ ક્રિોધરૂપી અગ્નિને શાંત કરે છે. મિથ્યાજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે અને આત્માને શાંતિ આપે છે. તે પાર્શ્વનાથ ભગવાનને હું ભાવથી પ્રણામ કરું છું. શ્રીમાણિક્યસુંદરસૂરિએ સંસારના તાપથી તપેલા લોકોનું હિત કરવાની ઇચ્છાથી સત્તર પ્રકારની પૂજાઓના ફળોને નિવેદન કરવાવાળી સત્તર કથાઓ લખી પાર્શ્વનાથ ભગવાનને વંદન કરીને અને ગુરુને હૃદયમાં ધરીને હું તે કથાઓમાંથી એક-એક કથા લોકોના ઉપર અનુગ્રહ કરવાની ઇચ્છાથી કહું છું. કથાનો સાર જાણીને જિનેશ્વર પૂજા કરવી જોઈએ.
શ્રીસ્નાત્રપૂજાકથા - શ્રીસ્તોત્રપૂજા કથામાં કુલ ૫૯ શ્લોક છે અને બધા જ લોક અનુષ્ટ્રભુ, છેદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને સ્નાત્ર કરાવવાની વિધિ જણાવવામાં આવી છે. આ કથામાં જણાવવામાં આવ્યું છે કે ભક્ત જો શ્રદ્ધાપૂર્વક સ્નાત્રપૂજા કરે તો યોગ્ય સમયે વરસાદ વરસે છે, તે રાજ્યમાં દુષ્કાળ થતો નથી , મનુષ્યોની તૃષાને શાંત કરે છે. અર્થાતુ પાણીની ક્યારેય પણ અછત થતી નથી.
શ્રીવિલેપનપૂજાકથા - શ્રીવિલનપૂજકથામાં કુલ ૭પ શ્લોક છે અને બધા જ શ્લોક અનુષ્ટ્રમ્ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને વિલેપન કરવાની પૂજાની વિધિ જણાવવામાં આવી છે. ભક્ત જો શ્રદ્ધાપૂર્વક ચંદન વડે જિનેશ્વરની પૂજા કરે તો તેના રોગોનો નાશ થાય છે. તેના શરીરમાંથી દુર્ગધ દૂર થાય છે અને તેજોમય બને છે.
શ્રીવસ્ત્રપૂજાકથા - શ્રીવસ્ત્રપૂજાકથામાં કુલ ૩૪ શ્લોક છે અને બધા જ શ્લોક અનુષ્ટ્રમ્ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને વસ્ત્ર અર્પણ કરવાની વિધિ જણાવવામાં આવી છે. શ્રદ્ધા પૂર્વક જિનેશ્વરપ્રભુને બે વસ્ત્રો અર્પણ કરીએ તો તે આપણને જ્યારે જરૂર હોય ત્યારે બક્ષિસના રૂપમાં દિવ્ય વસ્ત્રો આપે છે.
શ્રીવાસક્ષેપપૂજા કથા - શ્રીવાસક્ષેપપૂજાકથામાં કુલ ૬૮ શ્લોક છે. તેમાં ૧ થી શ્લોક અનુષ્ટ્રભુ છંદમાં છે અને ૬૮માં શ્લોક વસંતતિલકા છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને વાસક્ષેપ અર્પણ કરવાની વિધિ જણાવવામાં આવી છે. જિનેશ્વરપ્રભુની જો વાસક્ષેપથી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વકપૂજા કરીએ તો મનુષ્યોના વિઘ્નો દૂર થઈ રાજ્યની પ્રાપ્તિ થાય છે.
શ્રીપુષ્પપૂજાકથા - શ્રીપુષ્પપૂજાકથામાં કુલ ૭૮ શ્લોક છે અને બધા જ શ્લોક અનુષ્ટ્રભુ છંદમાં છે. આ કથામાં
For Private and Personal Use Only