________________
Shri Mahavir Jain Aradhana Kendra
१६
www.kobatirth.org
ધર્મની રક્ષા કાજે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिसम्बर २०१२
સ્વ. રતિલાલ મફાભાઈ શાહ (માંડલવાળા)
(ગતાંકથી આગળ)
‘આપણે તો શું દુઃખ વેઠહ્યું છે! કયા ઉપસર્ગો-પરિષહો સહ્યાં છે! આપણે તો ભગવાન મહાવીરના શાસનના બાંધેલા રાજમાર્ગ પરથી જ જવાનું છે, ભવ્ય ધર્મગારોમાં રહેવાનું છે, ગોચરી પણ વિના કષ્ટ પ્રાપ્ત થયે જાય છે, વસ્ત્રો પણ જરૂર પ્રમાણે મળી રહે છે, આપણે તો એ વીર મુનિઓએ પાયાના પથ્થર બની ઉભી કરેલી મહેલાતોમાં માણવાનું છે. ત્યાં એક દિવસ પણ જો આપત્તિ સહન ન કરીએ અને એ ભવ્ય ઈમારતનું રક્ષણ કરવામાં કાયર સાબિત થઈએ તો ભવિષ્યની પેઢીઓ આપણા પર શાપ વરસાવશે ને આપણે બતાવેલી આળસ ને કાયરતા માટે એ આપણું નામ લેતાં પણ લજવાશે. જરા વિચાર તો કરો, ભગવાન મહાવીરે વહાવેલું પરમ સત્યનું મંગલ ઝરણું, જે મગધ અને મગધની આજુબાજુના દેશો પૂરતું જ વ્યાપ્ત હતું, એ સ્રોતને અભેદ્ય પહાડો વીંધી, ગાઢ જંગલો પાર કરી, સમગ્ર ભારતના ખૂણે ખૂણે જેમણે વહેતું કર્યું છે, ઘરે ઘરે જેમણે ભગવાનનો અમર સંદેશ પહોંચતો કર્યો છે, જ્યાં લોકો અજ્ઞાન, મ્લેચ્છ અને ધર્મથી અજાણ હતા તેવા પ્રદેશો પણ જે ખૂંદી વળ્યા છે, એ મુનિઓ કેવા વીર હશે? એમનામાં કેટલી દૃઢતા, કેટલું ધૈર્ય અને શાસનને ખાતર મરી ફીટવાની કેટલી તમન્ના હશે? જ્યાં ન મળે આહાર-પાણી, ન મળે રહેવા જગ્યા કે ન મળે ૫હે૨વા ફાટેલું વસ્ત્ર, ઉપરથી સંયમધર્મના પાલનનો પૂરો આગ્રહ આવી સ્થિતિમાં અનાર્ય-જંગલી પ્રદેશોમાં વાસ કરવો, એટલું જ નહીં, એ જંગલી લોકોનાં હૃદયમાં પણ વાસ મેળવી એમને ધર્મ પમાડવો, એ માટે એમણે કેવા કેવા ભગીરથ પુરુષાર્થો ખેડવા હશે? એ માટે એમને અનેક વખત આહારપાણી વિના અને ઊંઘ કે આરામ વિના પણ ચલાવવું પડયું હશે; ગાઢ અરણ્યોમાં સૂવું પડ્યું હશે; ટાઢ-તડકામાં ભટકવું પડ્યું હશે અને આજની જેમ અનેકવાર વરસતા વરસાદમાં ઝાડ નીચે ઠૂંઠવાઈને પણ બેસી રહેવું પડ્યું હશે.
‘એમની એ ભવ્ય તપશ્ચર્યા અને એમના એ આદર્શ બલિદાનના ફળરૂપે જ આપણને આજે અનેક ભવ્ય મંદિરો, વિશાળ ધર્માગારો તથા સંગઠિત સંધશક્તિનો ભવ્ય વારસો પ્રાપ્ત થયો છે, એ ન ભૂલશો.’
એમણે જો ધાર્યું હોત તો મધમાં જ એ સુખેથી રહી શકતા હતા. ત્યાં અન્ન-વસ્ત્રનો તોટો નહોતો, પણ એમનામાં ભગવાન મહાવીરના અમર સંદેશને ઘેર ઘેર પ્રસારિત કરવાની તીવ્ર લગની હતી, અદમ્ય ઉત્સાહ હતો અને તેથી જ એ આપણા માટે સુખ અને આરામ મૂકતા ગયા છે. જો આપણે એમણે ઊભી કરેલી એ ભવ્ય ઈમારતના સમારકામ જેટલું પણ નહીં કરી છૂટીને તો ભાવી પેઢી માટે આપણે કર્યો વારસો મૂકી જશું?”
આ પ્રમાણે સૂરિજીની મેઘગંભીર વાણીએ શિષ્યોમાં અજબ બળ પૂર્યું, અદમ્ય ઉત્સાહ ભર્યો, એમના હૃદયને લોખંડી બનાવી દીધું અને સહુમાં કોઈ દૈવી તાકાતનો સંચાર કર્યો. મુનિઓએ ફરી તાજગી મેળવી દ્વિગુણિત ઉત્સાહથી પ્રભાત થતાં કૂચ શરૂ કરી દીધી.
વચમાં એક ભવ્ય ગુફાનાં દર્શન થયાં. શિષ્યોની ઈચ્છાથી ગુરુએ નિહાળવા માટે સૌની સાથે એ તરફ વળ્યા. પણ માણસોનો પગરવ સાંભળી ગુફામાં આશ્રય લઈ પડેલાં વાય-વાઘણ પોતાનાં બચ્ચાં સાથે બહાર આવ્યાં. પણ જેઓ શાસન હિતને કાજે સર્વ પ્રકારની આપત્તિઓને આવાહન આપનારા હતા એમને ડ૨ ક્યાંથી હોય? અને જેને ડર નથી એને એ પશુઓ ડરાવી પણ કેમ શકે? મુનિઓની નિર્ભયતા તથા આંખમાંથી નીતરતું પ્રેમનું અમૃત જોઈ વાઘ-વાઘણ પણ ઘડીભર સ્થિર બની એમને જોઈ રહ્યાં, ને પછી જંગલમાં ક્યાંક ચાલ્યાં ગયાં!
ગુફા જોઈ મુનિઓ પાછા વળ્યા. પણ ત્યારે આકાશ ઘેરાતું હતું, અંધકાર વધી રહ્યો હતો, કડાકા થતા હતા અને વિજળી પણ ચમકારા મારી જાણે હસી રહી હતી. પણ મુનિઓએ એ ત૨ફ લક્ષ ન આપ્યું. પણ થોડે દૂર ગયા ન ગયા ત્યાં તો ધોધમાર વરસાદ શરૂ થયો; ભૂમિ જળબંબાકાર બની ગઈ. રસ્તો સૂઝે નહિ. અંધારું પણ ખૂબ વધી રહ્યું હતું, જેથી પાછા ફરી ગુફામાં આશ્રય લેવો પડયો. અને તે પણ એક દિવસ માટે નહીં, પણ લાગલાગટ ત્રણ દિવસ સુધી ત્યાં પુરાઈ રહેવું પડ્યું; અને તે પણ ભૂખ્યાતરસ્યા રહીને, ઠંડીમાં કાંપતા રહીને!
ચોથે દિવસે આકાશ ખુલ્લું થયું. બાળસૂર્યનાં તેજસ્વી કિરણોથી જંગલ ઝળહળવા લાગ્યું. કૂચ શરૂ કરવાનો ત્યારે આદેશ અપાયો, પણ બે મુનિઓ ત્યારે સખ્ત શરદીમાં ઝડપાયા હતા. તાવ પણ પૂરો ભરાયો હતો. સૂરિજી હવે શું કરવું એની વિમાસણમાં પડ્યા. જોકે એ વીર મુનિઓએ તો વીરતાભરી રીતે પોતાને મૂકી કૂચ શરૂ કરી
For Private and Personal Use Only