Book Title: Shrutsagar Ank 2012 12 023
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-मार्गशीर्ष ચાલો, ન્યાયને ન્યાય આપીએ લેખક – મુનિ શ્રી રાવલ્લભવિજયજી મ. સા. પદાર્થની સિદ્ધિ માટે શાસ્ત્રમાં બે પ્રકારના વાદ બતાવ્યા છે - (૧) હેતુવાદ અને (૨) આગમવાદ, પ્રત્યક્ષાદિ પ્રમાણો આપવા દ્વારા પદાર્થની સિદ્ધિ માટે થતો વાદ તે હેતુવાદ યુક્તિવાદ કહેવાય, વ્યવહારભાષામાં આને તક પણ કહી શકાય. તથા જ્યાં પ્રત્યક્ષાદિ પ્રમાણનો અવકાશ ન હોય ત્યાં “આગમવચન પ્રમાણ છે' એવું સ્વીકારવા દ્વારા પદાર્થની સિદ્ધિ જે વાદથી થાય તે આગમવાદ કહેવાય. જાડી ભાષામાં આને “શ્રદ્ધા' કહી શકાય. બન્ને જૈનમતને માન્ય છે. તે તે વસ્તુને સિદ્ધ કરવાના ઉક્ત બન્નેય ઉપાયો પોતપોતાના વિષયમાં આવશ્યક છે, અનિવાર્ય છે. બેશક, શ્રદ્ધાનું ક્ષેત્રસ્તર વિશાળ અને ઊંચું છે. પણ તેટલા માત્રથી હેતુવાદની તર્ક-યુક્તિની અવગણના થઈ શકતી નથી, હેતુવાદ યા એ તત્ત્વજ્ઞાન થવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને તત્ત્વજ્ઞાન એ મોક્ષનું કર્મનિર્જરાનું અમોઘ શસ્ત્ર છે, એ વાત જૈન અને જૈનેતર દર્શનોને પણ માન્ય છે, મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ તો ત્યાં સુધી અધ્યાત્મસાર ગ્રંથમાં વૈરાગ્ય-અધિકારમાં કહે છે કે, જો આગમિક (આગમવાદથી આગમશ્રદ્ધાથી જ ગમ્ય એવા) પદાર્થોને વિષે આગમવાદને લગાડતાંયોજતાં અને યુક્તગમ્ય યુક્તિ તર્કવાદથી સિદ્ધ થઈ શકતાં) પદાર્થોના સંબંધમાં હેતુવાદ યુક્તિને યથાસ્થાને યોજતાંલગાડતાં ન આવડે તો “જ્ઞાન ગર્ભિત (ત્રીજા પ્રકારનો શ્રેષ્ઠ) વૈરાગ્ય ન કહેવાય. આ વાતને અભિવ્યક્ત કરતાં લોક આ રહ્યો - आज्ञयाऽऽगमिकार्थानां यौक्तिकानां च युक्तितः । न स्थाने योजकत्वं चेन तदा ज्ञानगर्भता ।।१७६।। ટૂંકમાં કેટલાક પદાર્થો એવા છે કે આગમવાદથી જ સિદ્ધ થઈ શકે છે. જેમકે, નિગોદના શરીરમાં અનંતા જીવી છે. જ્યારે જીવમાં ચૈતન્યની સિદ્ધિ હેતુવાદથી યુક્તિથી થઈ શકવાથી ત્યાં હેતુવાદ યોજવો જોઈએ. ત્યાં ફક્ત આગમવાદ લગાડવો જોઈએ નહીં. પદાર્થ કે પદાર્થનો અંશ જે વાદથી સિદ્ધ થઈ શકતો હોય તે વાદથી જ તેની સિદ્ધિ કરવી જોઈએ. ન્યાયદર્શન ભણવાનું એક કારણ એ છે કે ન્યાયદર્શન ભણવાથી તર્કશક્તિ વિચારશક્તિ ખીલે છે. અતિ સૂક્ષ્મ થાય છે અને સૂક્ષ્મ થયેલી તે મતિ જિનાગમના અને ન્યાયના આધારે રચાયેલ ગ્રંથોના પદાર્થોને યથાર્થ રીતે ખોલવા માટે, ઊંડાણથી વિશદરૂપે સમજવા માટે કારણભૂત બને છે. દરેક ભારતીય દર્શનનું અધ્યયન કરવા માટે પણ ન્યાયશાસ્ત્ર (દર્શન)નું જ્ઞાન અત્યંત જરૂરી માનેલું છે. જેટલું ન્યાયશાસ્ત્રનું જ્ઞાન સારું તેટલો જલ્દીથી બીજા શાસ્ત્રોમાં પ્રવેશ થઈ શકે છે, શાસ્ત્રો અનેક પ્રકારના હોય છે. કેટલાક સાધનગ્રંથો હોય છે. જેમકે, વ્યાકરણ, ન્યાય, કાવ્ય વગેરે. આ સાધનગ્રંથોના અધ્યયનપૂર્વક જ અન્ય પદાર્થ, વૈરાગ્ય, ધર્મ, અધ્યાત્મ, કથાનક આદિ વિષયક ગ્રંથોનું અધ્યયન થઈ શકે છે. જેટલું સાધન ગ્રંથોનું અધ્યયન સારું હોય, તેટલો ઝડપથી અન્ય ગ્રંથોમાં પ્રવેશ થઈ શકે છે. ન્યાયદર્શનનું જ્ઞાન વ્યાકરણથી જાણેલ શાસ્ત્રાર્થ એ યથાર્થ સંગત છે કે નહીં, તેનો નિર્ણય કરવા માટે અત્યુપયોગી નિવડે છે. માટે જ વાસ્યાયને “ન્યાય'નું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે – પ્રમાણે અર્થપરીક્ષણ ન્યાયી આ ન્યાયશાસ્ત્ર ભણતાં કેટલીક વખત જૈન અભ્યાસુઓને કઠિનતા અને ગૂંચવણ અનુભવાતી હોય છે. કેમકે આખરે તો ન્યાયદર્શન એ મિથ્યાદર્શન છે તેની કેટલીક માન્યતાઓ જૈનદર્શનથી ધરાર ભિન્ન છે. જેમકે, પૃથ્વી, જલાદિના પરમાણુઓ પરસ્પરરૂપે પરિવર્તન પામતાં નથી, પણ પૃથ્વી આદિ રૂપે જ રહે છે. (આથી ચંદ્રના કિરણો તેઓના મતે ઉષ્ણતાવાળા તે જે દ્રવ્યરૂપ હોવા છતાં તેની શીતલતાને સિદ્ધ કરવા તેમાં શીતસ્પર્શવાળું જલદ્રવ્ય માન્યું. તથા પૃથ્વીદ્રવ્યમાં ચિકાશ માનતા નથી છતાં તેઓ ઘી/તેલ વગેરે પૃથ્વી દ્રવ્યમાં ચિકાશને સિદ્ધ કરવા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28