________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
दिसम्बर २०१२ તેઓએ જલભાગ માનેલ છે. તથા શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય નથી, પણ આકાશનો ગુણ છે. તથા આત્મા એ જ્ઞાન સ્વરૂપ નથી, પણ આત્મા એ જ્ઞાન ગુણનો આધાર હોયને આત્મા અને જ્ઞાનને સર્વથા ભિન્ન માને છે. ઈત્યાદિ અનેક બાબતો જૈનદર્શનની માન્યતાથી ભિન્ન છે.
આ કારણથી ન્યાય ભણતી વખતે ન્યાયદર્શનથી ભિન્ન એવી જૈનોની માન્યતાને આગળ કરીને ન્યાયદર્શનની ઉપેક્ષાતિરસ્કાર કરવો ન જોઈએ, પણ તેઓનાં (ક્યારેક જૈનોને અમાન્ય પણ) મતને સિદ્ધ કરવા માટે તેમણે કેવી યુક્તિ પ્રયુક્તિઓ યોજી છે, તે જ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. વળી, ન્યાયદર્શનની માન્યતાઓને અને તર્કોને જૈન દૃષ્ટિએ મૂલવવા ન જોઈએ અને તે વખતે તેનું ખંડન પણ કરવાની હોંશ/અધિરાઈ ભણનારે રાખવી ન જોઈએ. (એ તો જૈનન્યાય ભણતાં સમજાઈ જશે અને જૈનશાસ્ત્રો પરની શ્રદ્ધા પણ બહોળી થઈ જશે, કારણકે ભણતી વખતે તેનું ખંડન કરવાનું મુખ્ય પ્રયોજન નથી, પણ આગમિક પદાર્થોના અથવા ન્યાય આધારિત જૈન શાસ્ત્રોના યથાર્થ બોધ માટે ન્યાયનું અધ્યયન એ જ મુખ્ય લક્ષ્ય હોવું ઘટે.
આવા વખતે અધ્યાપક ભોમિયાની ગરજ સારી શકે છે, અધ્યાપક જો સાદ્વાદ)અનેકાંતવાદને આગળ કરીને સમન્વયદષ્ટિ અપનાવીને જ્ઞાનાર્થીઓને ભણાવે તો ઉચિત ગણાશે. કેટલીક વખત એવું બને છે કે ન્યાયદર્શનની અલગ માન્યતાઓ અંગે વિદ્યાર્થી વર્ગ પ્રશ્નો કરી મૂકે છે, ત્યારે અધ્યાપક ક્યારેક ન્યાયદર્શનને જ સાચું ઠરાવવા પ્રયત્ન કરે છે. અમુક હદ સુધી આમ કરવામાં વાંધો પણ નથી, પણ તેની એકાંત તરફેણમાં જ દલીલ કરાય તો મિથ્યામતની પુષ્ટિનો દોષ લાગવાનો સંભવ છે. આવા વખતે જો ક્વચિત્ ભણનારના કંઈક સંતોષ માટે જૈનદર્શનની અપેક્ષાએ ન્યાયદર્શનની ગલત માન્યતાના કેટલાંક ખંડન પ્રકારો અવસરે જણાવતા રહેવાય તો ભણનારના મનમાં આ ન્યાયદર્શન સત્ય જ છે, એવી ગલત માન્યતા જામ ન થાય આવા આશયથી જ “ન્યાયભૂમિકા' ગ્રંથમાં ન્યાયના પદાર્થોનું નિરૂપણ કરતાં વચ્ચે વચ્ચે પ. પૂ. આ. ભગવંતશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે જૈન દર્શનના દૃષ્ટિકોણથી પણ તે તે પદાર્થોની છણાવટ કરેલી જણાય છે. ક્યારેક ન્યાયદર્શનના પદાર્થો છે. તેનું પણ જ્ઞાપન થાય તો પ્રાથમિક કક્ષામાં ભણનારાઓને તે વધુ ઉપયોગી થશે. તેઓની જિજ્ઞાસાની તપ્તિ અથવા શંકાનું સમાધાન થવાથી ન્યાયનું અધ્યયન આલ્હાદક બનશે, ઉત્સાહવર્ધક બનશે, ભણનાર વડે અસ્થાને પૂછાતા પ્રશ્નોને તેવા ગણાવી અટકાવવા જોઈએ, પણ સ્થાને પ્રશ્ન ન પુછાય તો તે માટે તેઓને પ્રેરિત ઉત્સાહિત પણ કરવા જોઈએ. આમ સામાન્યતઃ ન્યાયદર્શન ભણતાં ન્યાયદર્શનને લક્ષ્યમાં રાખીને પ્રશ્નોત્તરી થવી ઘટે. ક્વચિત્, જિજ્ઞાસાની તૃપ્તિ માટે અથવા ગલત માન્યતા ઘર ન કરી જાય તે માટે જૈનદર્શનના દૃષ્ટિકોણને સમજાવી શકાય, જેથી બન્ને વચ્ચે તફાવત સમજાય પણ ગૂંચવાડો ઉભો કરતું બન્નેય દર્શનોનું મિશ્રણ તો
ટૂંકમાં સ્યાદ્વાદઅનેકાંતવાદ સિદ્ધાંતને સામે રાખીને જો ન્યાયદર્શનનું અધ્યયન કરાવાય તો મને લાગે છે કે ભણનારાઓને સુગમતા રહે અને સંતોષ આપી શકાશે. વર્તમાન કાળમાં ન્યાયના અભ્યાસને પુષ્ટિ આપવા પ્રાયોગિક ધોરણે શિબિરો થઈ રહી છે, એ આનંદની વાત છે. જો કે આ પ્રયોગ ન્યાયપરિચાયક કે ન્યાય પ્રત્યે રુચિજનક બને, એ એની મર્યાદા છે, એથી વિશેષ નહીં.
વર્તમાનકાળમાં આ વિષયમાં નિષ્ણાત ગૃહસ્થ અધ્યાપકોપીડિતોની અછત છે. તેવા અધ્યાપકોની તાતી જરૂર જણાય છે. જેઓ ન્યાયની પ્રધાનતાવાળા જૈન-અજૈન દાર્શનિક પદાર્થોના ગ્રંથોના અકળ ઉંડાણ સુધી જઈને તેમાં નિપુણતા મેળવી હોય પણ તે માટે પંડિતવર્યશ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખ આદિ જેવા સ્વયં લક્ષ્યબદ્ધ, સંનિષ્ઠ અને ધનાર્થીપણાનું, સમયનું અને જીવનનું બલિદાન આપવા કટિબદ્ધ કોઈ વરવર માટે શું રાહ જોવી પડશે?
મતિ મંદતાથી જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
For Private and Personal Use Only