________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
श्रुतसागर
दिसम्बर-२०१६ આલેખે છે. સૌ પ્રથમ પોતાના મનમાં પ્રભુનાં ગુણો ભાવવા, પછી વાચાથી તેનું કીર્તન કરવું, જેથી અન્ય પણ તે સાંભળી શકે છેલ્લે તે પ્રભુગુણ શ્રવણથી પુલકિત થયેલા હૃદયમાં બોધિબીજને વાવવું સરસ ક્રમ છે.
ત્યાર પછી ત્રીજી અને ચોથી ઢાળમાં કવિએ નેમિનાથપ્રભુનો જન્મયૌવનવયમાં વૈરાગી જાણી કૃષ્ણની રાણીઓ દ્વારા જલક્રીડાના બહાને પરણાવવાની વાત-લગ્ન કરવા જતા પ્રભુનો તથા જાનનો દેખાવ-પશુનું ફંદનતોરણથી પ્રભુનું પાછા ફરવું–સંવત્સરી દાન-સંયમ સ્વીકાર-કેવળજ્ઞાન-રાણી રાજુલની દીક્ષા-પ્રભુનું નિર્વાણ વિગેરે પ્રસંગોને સાદા, સરળ શબ્દોમાં તેમજ ખૂબ જ ઓછા પદ્યમાં ગુંથ્યાં છે.
આસાઉરી રાગમાં ગવાયેલી પાંચમી ઢાળમાં કવિ નેમિનાથપ્રભુના જિનાલયની આત્યંત પ્રભુપર્ષદા તરફ આપણું ધ્યાન દોરે છે. મૂળનાયક શ્રીનેમિનાથપ્રભુની જમણી બાજુ આદિનાથપ્રભુનું તેમજ તે બિંબની જમણી બાજુ ધૂતકલ્લોલ પાર્શ્વનાથપ્રભુના બિંબની તે જ રીતે શ્રી નેમિનાથપ્રભુની ડાબીબાજ શામળા પાર્શ્વનાથપ્રભુના બિંબની તેમજ તે બિંબની ડાબી બાજુ ચતુર્મુખ બિંબની ઐતિહાસિક વિગત અહીં જાણવા જેવી છે.
આખા કાવ્યની ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ ઢાળ હોય તો તે છઠ્ઠી ઢાળ છે. આ ઢાળમાં શ્રી નેમિનાથપ્રભુના જિનાલય બનાવનાર તથા જીર્ણોદ્ધાર કરાવનાર પરિવારની વંશાવલી આલેખાઈ છે.
સં. ૧૪૭૭માં શ્રીમાલ વંશના ઠક્કર જેબી નામના શ્રાવકે આ જિનાલયનું નિર્માણ કર્યું તે જ શેઠના વંશજ શ્રેષ્ઠિ જુઠાએ શત્રુંજયનો સંઘ કાઢ્યો ત્યારથી તેઓ સંઘપતિ તરીકે ઓળખાયા. તે સંઘપતિના કુળમાં વરજાંગ નામે ખ્યાતનામ વેપારી થયો તેને અંબરાજ નામનો દાન ગુણવાળો પુત્ર થયો. તે અંબરાજને વાછા નામે અને વાછાને હરપતિ નામનો પુત્ર હતો.
પૂર્વે તે હરપતિએ સંપ્રતિ મહારાજાએ બનાવેલા ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે જ હરપતિએ સં. ૧૬૮૦માં ઘણું દ્રવ્ય ખરચી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો વિગેરે-વિગેરે વિગતો પદ્યબદ્ધ રીતે અહીં રજૂ કરાઈ છે. જો કે હરપતિના જીવનની કોઈ વિશેષ વિગત અહીં અપાઈ નથી ફક્ત સં. ૧૬૮૦માં તેમનું રહેઠાણ દીવ બંદર હતું તેવી સામાન્ય વિગત છે.
આ જ ઢાળની ૧૦મી ગાથામાં તેમજ ત્યાર પછીની ઢાળના ૨ દુહામાં નેમિનાથપ્રભુનું જિનાલય અનુક્રમે આદિનાથપ્રભુનું-નેમિનાથપ્રભુનું તથા
For Private and Personal Use Only