________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્નતપુર તીર્થમાલા
ગણિ સુયશચંદ્રવિજય ચૈત્યપરિપાટી : ટૂંકી પણ ઐતિહાસિક રચનાના સાહિત્યમાં જે રચનાઓનું સ્થાન મહત્ત્વપૂર્ણ રીતે આંકવામાં આવ્યું છે તે સાહિત્ય એટલે ચૈત્યપરિપાટી સાહિત્ય. એક જ ગામના વિવિધ જિનાલયોનો, તેમાં પ્રતિષ્ઠિત જિનબિંબોનો તથા પ્રતિષ્ઠા કરાવનાર ગુરૂભગવંત કે શ્રાવકો વિગેરેનો પરિચય તે કાવ્યમાં રજુ કરવામાં આવે છે.
ખાસ કરી સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-મારૂગુર્જર-હિંદી જેવી ભાષાઓમાં આ પ્રકારની રચનાઓ જોવા મળે છે. પ્રાય: (ઇ.સ.ની ૧૨મી સદીમાં રચાયેલ પૂ. સાગરચંદ્રસૂરિજી રચિત “શત્રુંજય ચૈત્યપ્રવાડીની રચના ચૈત્યપરિપાટી સાહિત્યની પ્રથમ રચના હશે.) ત્યારપછી ઇ.સ. ૧૪મી, ૧૫મી તથા ૧૬મી સદીમાં તો શત્રુંજય, ગિરનાર, આબુ જેવા કેટલાય પ્રાચીન તીર્થોની ચૈત્યપરિપાટીની રચનાઓ થવા લાગી. પ્રસ્તુત કૃતિ આવી જ એક ચૈત્યપરિપાટી સંજ્ઞક રચના છે. ઉન્નતદુર્ગ(ઉના) ગામના વિવિધ જિનાલયોનો ઐતિહાસિક પરિચય કવિ દવારા અહીં રજુ કરાયો છે. સૌ પ્રથમ આપણે પ્રસ્તુત કૃતિ અંગે થોડું વિચારીશું. કૃતિ પરિચય :
મંગલાચરણના પ્રથમ પદ્યોમાં કવિએ વિદ્યાગુરૂને, માઁ સરસ્વતીદેવીને નમસ્કાર કરી કાવ્ય રચનાની શરૂઆત કરી છે. આગળ દેવોએ પણ સ્તુતિ કરી જ છે તો પોતે શા કારણથી આ સ્તુતિ રચે છે તે વાતનું પ્રયોજન “ચિત્ત થયો ભાસ” શબ્દ દ્વારા કવિએ સરસ રીતે રજુ કર્યું છે. સાથે-સાથે કૃતિ રચના માટેના પોતાના અધિકારની વાતોને પણ કવિ ૫-૬-૭ ગાથામાં સ્પષ્ટ પણે આલેખે છે તો વળી, ઘણી ભક્તિની રજુઆત ઓછી બુદ્ધિથી કેમ કરી શકાય? એવી મીઠી મૂંઝવણ સાથે કવિએ ૮મી ગાથામાં નેમિનાથપ્રભુ પાસે કૃતિ રચનાનું સામર્થ્ય માંગ્યું છે તે પણ ધ્યાનાર્હ છે.
બીજી ઢાળનું બંધારણ કવિએ કેદાર-ગુડી રાગમાં કર્યું છે. ચૈત્યપરિપાટીના સૌ પ્રથમ જિનાલયમાં મૂળનાયક શ્રી નેમિનાથપ્રભુના જિનાલયનો તેમજ તેમની પૂજાથી થતાં અનેકવિધ લાભોની વાત કવિ વડે આ ઢાળમાં રજૂ કરાઈ છે. વિશેષ રૂપે ગાથા ૧૩માં પૂજાથી થતાં લાભમાં બોધિબીજના ક્રમને કવિ સુંદર રીતે
For Private and Personal Use Only