________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
26
SHRUTSAGAR
December-2016 ઠરાવ ૫ મો.
ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં બી.એ.ના તેમજ બીજી પરીક્ષાના કોર્સમાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ખાતે કેટલાક જૈનગ્રંથો દાખલ થયેલા છે તે ખાતે તે-તે યુનિવર્સિટીઓનો આભાર માનવામાં આવે છે. તદુપરાંત વિનતિ કરવામાં આવે છે કે પ્રીવિયસ વિગેર યુનિવર્સિટીની જે-જે પરીક્ષાના કોર્સમાં જૈનગ્રંથો દાખલ કરવામાં આવ્યા ન હોય તે-તે કોર્સમાં તેના માટેના યોગ્ય ગ્રંથો દાખલ કરવા કૃપા કરે. આ સંબંધમાં યોગ્ય અધિકારી પાસે આ સંમેલન તરફથી અરજ કરવી. ઠરાવ ૬ ઠ્ઠો.
જેસલમેર, મેડતા, પાટણ વિગેરે સ્થળોમાં જે જે લેખીત પુસ્તકોના અમૂલ્ય ભંડારો હજુ પણ જાહેરમાં મૂકવામાં આવતા નથી, અને તેની અંદર અમૂલ્ય પુસ્તકો હજ પણ વિનાશ પામે છે, તેનો જૈન બંધુઓએ સત્વરે પ્રયત્ન પૂર્વક અટકાવ કરવો જોઈએ. આપણો અમૂલ્ય વારસો કોઈ પણ રીતે વિનાશ ન પામે તેમ કરવાની દરેક જૈન બંધુઓની ખાસ ફરજ છે. ઠરાવ ૭ મો. - ભારત વર્ષની જે-જે સભાઓ, સંસ્થાઓ, અને ગૃહસ્થો તેમજ વ્યક્તિઓ જૈન સાહિત્યનો સંગ્રહ, સંસ્કરણ, પ્રકાશન તેમજ વ્યાખ્યાન કરવાનું ઉદાર તેમજ કષ્ટસાધ્ય કાર્ય શુદ્ધ વૃત્તિથી, શુદ્ધ રીતે કર્યું છે તે સર્વેને આ સંમેલન હાર્દિક ધન્યવાદ આપે છે, અને તેવો સુઅવસર પોતાને પ્રાપ્ત થવાથી પોતાને પણ ધન્ય માને છે, અને આશા રાખે છે કે તે સભાઓ, સંસ્થાઓ વિગેરે તેમજ અન્ય સભાઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓ વિગેરે પણ તેવા પ્રકારનો વિશુદ્ધ પ્રયાસ શરૂ રાખી આ સંમેલનને અનુગ્રહિત કરશે. ઠરાવ ૮ મો.
જૈનતીર્થોમાં તેમજ અન્ય અનેક સ્થળોએ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનારા અનેક શિલાલેખો છે. તેનો તેમજ બીજા તામ્રપટાદિ જે હોય તેનો તેમજ મર્તિની નીચેના ભાગમાં કરવામાં આવેલા લેખોનો એકત્ર સંગ્રહ કરવાની અત્યંત આવશ્યકતા છે; કારણ કે એ પણ આપણા સાહિત્યનું એક અંગ છે. આ કાર્ય માટે ખાસ એક કમીટી નીમીને તે દ્વારા તેમજ કોઈ ભાગ્યવાન આત્મભોગ. આપીને તે સંબંધી પ્રયાસ કરવા ધારે તો તે દ્વારા પ્રયત્ન શરૂ કરવાની ખાસ આવશ્યક્તા છે.
For Private and Personal Use Only