Book Title: Shrutsagar 2016 12 Volume 07
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 28 SHRUTSAGAR December-2016 ઠરાવ ૧૪ મો આ સંમેલનની એક સ્થાયી કમીટી નીમવાની આવશ્યકતા એમ આ સંમેલન સ્વીકારે છે, કે જે કમીટી બીજું સંમેલન મળતાં સુધી આ સંમેલનમાં થયેલા ઠરાવોનો બની શકે તેટલો અમલ કરવાનો પ્રયાસ શરૂ રાખે, અને બીજું સંમેલન થાય ત્યારે ત્યાં સુધીમાં થયેલ કાર્યોનો સંમેલન સમક્ષ રીપોર્ટ રજુ કરે. ઠરાવ ૧૫ મો. બીજુ અધિવેશન ક્યાં અને ક્યારે કરવું? એનો નિર્ણય કરવાની આવશ્યકતા છે. (આ ઠરાવને અંગે જૈન શાસન અંક ૩૭મો વાંચવાથી જાણવામાં આવશે કે સાદરીના ગૃહસ્થોએ બીજા સંમેલન માટે આમંત્રણ કર્યું છે અને તે સ્વીકારવામાં આવ્યું છે.). ઠરાવ ૧૬ મો. સમેલન ઓફીસનું કાર્ય ચલાવવા માટે ખાસ એક સારા ફંડની આવશ્યકતા છે. (આ ઠરાવને અંગે સુમારે રૂપીઆ બે હજારનું ફંડ થયું છે. તે સંબંધી હકીક્ત પણ જૈનશાસન અંક ૩૭મો વાંચવાથી જાણવામાં આવશે.) ઠરાવ ૧૭ મો. આ સંમેલન પોતાના તરફથી તથા સમસ્ત જૈનસંઘ તરફથી શ્રીમાન્ ડૉ. હર્મન જેકોબી સાહેબ પ્રતિ, તેઓના અવિશ્રાન્ત પાંડિત્યપૂર્ણ પરિશ્રમને માટે કે જેથી જૈનશાસ્ત્રના પુનરુદ્ધાર અને ઉન્નતિમાં વિશ્વવ્યાપક અનુરાગ ઉત્પન્ન થવાનું શુભ પરિણામ થયું છે, તથા આ સંમેલનના કાર્યમાં પ્રાચીન જૈન પ્રાકૃત સાહિત્યપર ગવેષણા પૂર્ણ નિબંધ વાંચીને સહાયતા દેવાને માટે તથા સભાપતિ મહાશયની અપરિહાર્ય અનુપસ્થિતિમાં પ્રમુખનું આસન લેવા માટે પોતાની કૃતજ્ઞતા પ્રકાશિત કરે છે. ઠરાવ ૧૮ મો. આ સમેલન આપણા સભાપતિ મહામહોપાધ્યાય ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ, પી.એચ.ડી.ને પોતાનો સમય અને સગવડતાનો ઘણો વ્યય કરીને આ સંમેલનની કાર્યવાહીના પ્રમુખ બનવાને માટે હાર્દિક ધન્યવાદ આપે 1. ત્રીજે દિવસે પ્રમુખ સાહેબ કલકત્તા તરફ વિદાય થયેલા હોવાથી તેમને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતું. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36