________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
दिसम्बर-२०१६ તળાવ પરના જૈનમંદિરમાં મેળો હોવાથી શ્રાવકોનો મોટો ભાગ ત્યાં ગયો હતો. ત્યાં સ્નાત્ર પૂજા, સ્વામીવત્સલાદિ થયાં હતાં. છઠુઠે દિવસે ઓસીયા નગરીની જાત્રાએ જવા માટે સ્પેશ્યલ ટ્રેન મૂકવામાં આવી હતી. તેથી ત્યાં પણ પુષ્કળ જેન બંધુઓ ગયા હતા. આ નગરી સંબંધી વર્ણન ખાસ જાણવા યોગ્ય હોવાથી તે આગળ ઉપર આપવામાં આવનાર છે, તેથી અહીં વિશેષ લખવામાં આવ્યું નથી.
આ સંમેલનમાં ભાગ લેવા માટે અમારી સભાના પ્રમુખ કુંવરજી આણંદજી અને સભાના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ ગયા હતા. તેઓએ ત્યાંથી નીકળ્યા બાદ ફળોધી, મેડતા, પાલી વિગેરેની યાત્રાનો લાભ લીધો હતો. સંમેલન સંબંધી ટુંક હકીકત આપીને હવે તેમાં પસાર થયેલા ઠરાવો ગુજરાતી ભાષામાં આ નીચે આપવામાં આવે છે. જોધપુર મુકામે મળેલ પ્રથમ જૈન સાહિત્ય સંમેલનમાં પસાર થયેલા
અગત્યના ઠરાવો. ઠરાવ ૧ લો.
નામદાર બ્રીટીશ સરકારનો આભાર. ઠરાવ ૨ જો.
જોધપુરના નામદાર મહારાજાનો તથા રિજંટ સાહેબનો આભાર. ઠરાવ ૩ જો.
રજપૂતાનાના એજંન્ટ ધી ગવર્નર જનરલ સર ઇ. જી. કેલ્વીન સાહેબનો ઉપકાર. ઠરાવ ૪ થો.
જૈન સાહિત્ય સંબંધી તમામ લિખિત પુસ્તકો, હસ્તલેખો, પટ્ટાવલીઓ વિગેરે પ્રમાણિક સાહિત્યોની એક સર્વત્ર મંજુર થયેલી રીતિ પ્રમાણે સાંગોપાંગ, નોટ અર્થાત્ લિસ્ટ થવાની અત્યંત આવશ્યકતા છે એમ આ સંમેલન માને છે, અને તેથી ભિન્ન-ભિન્ન રજવાડાઓ, પુસ્તક ભંડારો, સંસ્થાઓ અને મુનિરાજ વિગેરે વ્યક્તિઓ કે જેમની પાસે અથવા જેમના સ્વામિત્વમાં એવી સામગ્રી ઉપસ્થિત હોય તેમને સન્માનપૂર્વક અરજ કરવામાં આવે છે કે પોતપોતાના સંગ્રહની એવી યથાર્થ નોંધ (લિસ્ટ) બનાવીને મોકલવાની કૃપા કરે. 1. આ ઠરાવ અમારી સભાના પ્રમુખ કુવરજી આણંદજીએ રજુ કર્યો હતો, તેની, તેમની પુષ્ટિમાં તેમણે આપેલું ભાષણ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
For Private and Personal Use Only