________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સાહિત્ય સંમેલન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોધપુર તા. ૩-૪-૫ માર્ચ.
સંવત ૧૯૭૦ના ફાગણ ૬-૭-૮, મંગળ, બુધ, ગુરુ.
જૈન શાસનના પૂર્વાચાર્યો દ્વારા સુગ્રથિત સાહિત્યના ઉદ્ધાર માટે રાજસ્થાનના જોધપુર શહેરમાં જૈન સાહિત્ય સંમેલનનું શ્રુતોદ્ધારકો તથા શ્રુતોપાશકો દ્વારા આયોજન થયેલ. આ સંમેલનમાં કાઠીઆવાડ ગુજરાતમાંથી બહુ અલ્પ માણસો ગયા હતા. મારવાડમાંથી સોજત, પાલી, સાદરી, બીયાવર વિગેરે શહેરોમાંથી સુમારે ૫૦૦ માણસો આવ્યું હતું. મંડપ તરીકે એક મહાન તંબુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની નીચે પાંચ હજાર માણસો સુખેથી બેસીને સાંભળી શકે તેમ હતું તેની ઉપર માત્ર બે ખુરશીઓ જ મૂકવામાં આવી હતી. તેની જમણી બાજુએ મુનિ મહારાજ માટે ઉંચી બેઠક ગોઠવવામાં આવી હતી. ડાબી બાજુએ યતિઓ માટે બેઠક રાખી હતી. પાછળના ભાગમાં સાધ્વીજીને બેસવા માટે જુદા તંબુમાં ગોઠવણ રાખી હતી. પ્રમુખની બેઠકની આસપાસ સુમારે ૫૦૦ ખુરશીઓ ગોઠવી હતી. બાકીની બેઠક રેતીનો સમૂહ એકત્ર કરીને ઢાળ પડતી બનાવવામાં આવી હતી. વોલંટીયરો પણ સારૂં કામ બજાવતા હતા.
પહેલે દિવસે કલકત્તાની સંસ્કૃત કૉલેજના પ્રિન્સીપાલ મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ., પી.એચ.ડી. એ પ્રમુખસ્થાન લીધા બાદ રીસેપ્શન કમીટીના પ્રમુખ મુત્તા બખતાવરમલજીનું ભાષણ હિંદીમાં વાંચવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબે પોતાનું ભાષણ અંગ્રેજીમાં કર્યું હતું. તેનો સાર એક વિદ્વાને હિંદીમાં કહી સંભળાવ્યો હતો. ત્યારબાદ સબ્જેક્ટ કમીટીની નીમનોક થઈ હતી. તે કમીટીએ રાત્રે તે જ મંડપમાં ચાર કલાક બેસીને પસાર કરવાના ઠરાવો અંગ્રેજી અને હિંદી ભાષામાં તૈયાર કર્યા હતા. તેમજ તેના વક્તા પણ મુક્કરર કર્યા હતા.
ત્રણે દિવસની બેઠકમાં શ્રી વિજયધર્મસૂરીએ વ્યાખ્યાન કર્યું હતું, અને તે શ્રોતાઓએ ઘણા આનંદથી શાંત ચિત્તે સાંભળ્યું હતું. તેની અસર પણ શ્રોતાઓ પર સારી થયેલી જણાતી હતી.
બેઠકના પ્રારંભમાંને અંતમાં શ્રી પાલીતાણા યશોવિજયજી પાઠશાળામાંથી આવેલા લધુ વિદ્યાર્થીઓએ ગાયન કરીને લોકોના મનનું રંજન કર્યું હતું. તેમાંના એક
For Private and Personal Use Only