Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ શ્રીમદ્ રાજચંદ્ર સંક્ષિપ્ત જીવન ચરિત્ર જાતિસ્મરણાના સાત વર્ષની વયે તે ત્યાં જ અંતર્મુખ વૃત્તિ થતાં "જાતિસ્મરણજ્ઞાન પામ્યા અને પોતાના પર પૂર્વભવોના અનેક જન્મમરણ સ્પષ્ટ જોઈ શાંત થઈ ગયા. સ્મૃતિ પરનું આવરણ ટળતાં પૂર્વભવના તત્ત્વવિચારો તાજા થયા. તેથી બાળરમતોને બદલે હવે કાવ્યો રચવા લાગ્યા. કયો ઘર્મ સર્વોત્તમ છે તેના વિચાર કરવા લાગ્યા. જ્યાં પ્રમાણોથી આત્માનું, જગતનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે વગેરેના મહાન વિચારોમાં લઘુવયથી લીન રહેવા લાગ્યા. બે ચાર વર્ષમાં ગામની નિશાળે ગુજરાતી અભ્યાસ પૂર્ણ કરી તે વખતના માસિકપત્રોમાં તેમના કાવ્યો છપાતાં. બુદ્ધિપ્રકાશ, ઘર્મદર્પણ આદિ પત્રોમાં શૌર્ય, સુઘારો, ઘર્મ વગેરે વિષયો ઉપર તેમના કાવ્યો છપાયેલાં છે. ઘર્મમંથનકાળ તેરમાં વર્ષથી શ્રીમદ્ગ, કયો ઘર્મ પૂર્ણ સત્ય હશે એવો ઘર્મમંથનકાળ પ્રાપ્ત થયો. તેથી એકાદ વર્ષમાં તેઓ મુખ્ય મુખ્ય ઘર્મને તપાસી લઈ સર્વજ્ઞ-પ્રણીત વીતરાગ શાસન પૂર્ણ સત્ય છે, એવા નિર્ણય પર આવ્યા. તેઓ જે પુસ્તકનાં પાના ફેરવી જાય તે વાંચ્યા તુલ્ય થઈ જતું અને જે પુસ્તક વાંચી જાય તે કંઠસ્થ થઈ જતું. એકાદ વર્ષમાં જૈન આગમો તે જોઈ ગયેલા, પણ સાંભળ્યું છે કે સૂત્રકૃતાંગનું પારાયણ તો તેમણે બે હજાર વખત કરેલું. અવઘાનની આશ્ચર્યકારક શક્તિ મોરબી શહેરમાં તેમના સગાંને ત્યાં ગયેલા ત્યારે શાસ્ત્રી શંકરલાલે કરેલો અષ્ટાવઘાનનો એક પ્રસંગ તેમના જોવામાં આવ્યો. બીજા બધા તે જોઈને માત્ર નવાઈ પામ્યા, પણ શ્રીમ લાગ્યું કે એ મોટી વાત નથી. તેમના મિત્રમંડળમાં તેમણે આઠ, બાર અને બાવન અવઘાન કરી બતાવ્યા. તેથી બોટાદ આદિ બીજા શહેરોમાંથી તેમને તે અર્થે આમંત્રણ આવવા માંડ્યાં. મોક્ષમાળા સર્જન સંવત ૧૯૪૧માં, ૧૬ વર્ષ અને ૫ માસની ઉંમરે તેમણે “મોક્ષમાળા” માત્ર ત્રણ દિવસમાં રચી ત્યારે તેઓ અપૂર્વ વૈરાગ્યમાં ઝીલતા હતા. એક વખતે વાતચીતમાં શ્રીમદે જણાવેલું કે “મોક્ષમાળા” રચી તે વખતે અમારો વૈરાગ્ય, “યોગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીનો વૈરાગ્ય વર્ણવેલો છે તેવો હતો અને તમામ જૈન-આગમો સવા વર્ષની અંદર અમે અવલોકન કર્યા હતા. તે વખતે અભુત વૈરાગ્ય વર્તતો હતો. તે એટલા સુધી કે અમે ખાવું છે કે નહીં તેની અમને સ્મૃતિ રહેતી નહીં. જ્યોતિષજ્ઞાન લોકોમાં પ્રસિદ્ધ થયા છતાં તેમના પિતાને તો કમાય નહીં ત્યાં સુધી એકલી કીર્તિનું શું કામ છે એમ * કોઈ પ્રસંગે કલ્યાણજીભાઈને કહેલું કે, અમને નવસો ભવનું જાતિ સ્મરણજ્ઞાન હતું. (૬)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 236