Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ સમાલોચના. શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ. 1, વંશ, શાંતિદાસ શેઠના રાસ પરથી તેમની ઘણી ટુંકી પણ ઉપયોગી જીવનરેખા મળી આવે છે. આ રાસના આધાર સિવાય કોઈ પણ ચારિત્ર લખતાં જે ઉપયોગી સાધને જોઈએ તેનામે દંતકથા, વંશાવળી (બારોટ-વહીવચાની), રાજહુકમ, વગેરે છે તે સાધનોનો ઉપયોગ અહીં પણ કરતાં શાંતિદાસ શેઠનું મહત્વ ઘણી રીતે સિદ્ધ થઈ શકે છે. તેઓ મારવાડના શુદ્ધ ક્ષત્રિયબીજ સીસોદીઆ રજપૂતના વંશજ હતા. શાંતિદાસના પિતાનું નામ સહસકિરણ, કે જે વત્સાશેઠના પુત્ર હતા અને વત્સાશેઠ હરપાળના પુત્ર હતા. હરપાળશેઠ સામંત સંગ્રામસિંહ અને કુમારપાળ સીસોદીઆના વંશના છે, અને તે વંશની શાખા કાકોલા છે. આ મેવાડના રાજાના ઠેઠ નજીકના સગા સંબંધી હતા. સીસોદીઆ રજપૂતને મહિમા જવલંત હતા અને તેઓ જૈન હતા, એના પ્રમાણ તરીકે ટોડરાજસ્થાન, મેવાડની જાહોજલાલી, ભારત રાજ્યમંડળ, મહાજનમંડળ આદિ અનેક પુસ્તકો સાક્ષી પૂરે છે. શાંતિદાસશેઆ રીતે મૂળ ક્ષત્રિય હતા. જૈનધર્મમાં ક્ષત્રિયએ જે મહાન વિશાલ આધાર, સહાય, અને તેજ આપેલ છે તે અવર્ણનીય છે, અને તેજ રીતે આ શેઠ પણ ક્ષત્રિયવંશજ હેઈ અપે એ સ્વાભાવિક ગણી શકાય. અત્યારે કઈ રીતે ક્ષત્રિયોએ જૈનધર્મમાં સ્તંભ રોપ્યો છે તે જોઈએ. * જૈનધર્મના પરમપૂજ્ય તીર્થસ્થાપક શ્રી હષભદેવથી તે મહાવીર સુધીના ચોવીશ તીર્થકરે ક્ષત્રિય કુળમાંજ ઉત્પન્ન થયા હતા. છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં એટલે આજથી ૨૪૩૮ વર્ષ પહેલાં, અઢાર દેશના રાજાઓ જૈનધર્મ પાળતા હતા; એવું ઇતિહાસ અને આગમાદિપરથી સિદ્ધ થાય છે, અને તે સર્વ રાજાઓ ક્ષત્રિય હતા. કેટલાક રાજાઓ વિક્રમ સંવત પછી વેદધર્મી બન્યા, અને તેથી વેદધર્મીઓનું જોર ધીમે ધીમે વધવા લાગ્યું. સિરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, પૂર્વદેશ, કર્ણાટક, માળવા વગેરેના રાજાઓ જૈન હતા અને જૈન ધર્મને સારે આશ્રય આપતા હતા, પરંતુ વેદધર્મનું જેર વિક્રમ પાંચમી વ છઠ્ઠી સદીથી વધવા લાગવાથી ક્ષત્રિયાની વંશપરંપરા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 414