Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સુદ બીજે તે છપાઈ જવાની ધારણા હતી. પણ પ્રેસની તદ્દન નવી શરૂઆત હોવાથી પ્રીન્ટીંગ સંબંધી સાધનસામગ્રીની અનેકવિધ મુશ્કેલીઓને કારણે આજે, જ્યારે ફાવાભાઈ આપણી વચ્ચે નથી ત્યારે, આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે. આ ઘટના એમ કહે છે કે હૈ ભાઈ ! જીવનમાં તારે જે ઉત્તમ કાર્ય કરવું હોય તે આજે જ કર; કાલ ઉપર કાંઈ બાકી ન રાખ. જીવનનો ભરોસો નથી માટે કાળનો ભરોસો રાખીને બેસી ન રહીશ. શ્રી ફાવાભાઈનો આત્મા પોતાની જ્ઞાનવૃદ્ધિની ભાવના સાથે લઈ ગયો છે. ને તે ભાવનાઅનુસાર તેમને જ્ઞાનવૃદ્ધિ થાય ને તેના દ્વારા તેઓ આત્મતિ પામે એમ ઈચ્છીએ. નિશ્ચયની સાથે સુસંગત એવા વ્યવહારનો આટલો સુંદર, સ્પષ્ટ, ભાવવાહી ઉપદેશ રત્નકદંડશ્રાવકાચાર જેવા પ્રાચિન ગ્રંથો સિવાય આધુનિક સાહિત્યમાં જોવામાં આવતો નથી. આ શૈલીના પ્રવચનોનું આ પહેલું જ પ્રકાશન છે. ગૃહસ્થી-શ્રાવકોનાં ધર્મ-કર્તવ્યનો આમાં વિસ્તૃત ઉપદેશ હોવાથી સૌને ઉપયોગી છે. શ્રાવકધર્મનું આવું સરસ વર્ણન, -જેને ભાવથી વાંચતાં, વાંચક પોતે જ જાણે એ ધર્મનું આચરણ કરી રહ્યો હોય, –એવી ઉર્મિઓ જાગે છે; આહારદાનના વર્ણન વખતે જાણે પોતે જ મુનિવરોને ભક્તિથી આહારદાન દઈ રહ્યો હોય ! જિનપ્રતિમાના વર્ણન વખતે જાણે પોતે જ એવા પ્રતિમાજીનું સ્થાપન કે પૂજન કરી રહ્યો હોય! એવા ભાવો જાગે છે; દાનનું વર્ણન વાંચતાં તો નિર્લોભતાના અંકુરથી હૃદય એકદમ ખીલી ઊઠે છે; ને દેવ-ગુરુની ભક્તિના વર્ણન વખતે તો સંસાર જાણે ભૂલાઈ જાય છે ને જીવન દેવ-ગુરુમય બની જાય છે. આ ઉપરાંત સાધર્મી પ્રત્યે વાત્સલ્ય વગેરેનું વર્ણન પણ ધાર્મિકલાગણીઓને પુષ્ટ કરે છે. સર્વદેવની ઓળખાણ અને પ્રતીત તો આખાય પુસ્તકમાં પહેલેથી છેલ્લે સુધી ગુંથાયેલી છે. છેલ્લે પરિશિષ્ટરૂપે વસ્તુની સ્વતંત્રતાની ઘોષણા કરતા બે ખાસ પ્રવચનો પણ પૂ. ગુરુદેવની આજ્ઞાથી ઉમેરવામાં આવ્યા છે. આ પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થવામાં મુરબ્બીશ્રી રામજીભાઈ, માનનીય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ તથા ભાઈશ્રી ખીમચંદભાઈ વગેરે તરફથી જે પ્રેરણા મળેલ છે તે બદલ તેમનો સૌનો આભાર માનું છું. પૂજ્ય ગુરુદેવનો મારા જીવનમાં ૫૨મ ઉપકાર છે. લગભગ ૨૪ વર્ષથી પૂ. ગુરુદેવની નીકટ, તેમની મંગલ છાયામાં નિરંતર રહેવાના સુયોગથી ને તેમની કૃપાથી મારા જીવનમાં જે મહાન લાભ થયો છે, તે ઉપરાંત પૂ. ગુરુદેવના અનેક પ્રવચનો લખવાનો અને તેને ગ્રંથારૂઢ કરવાનો સુયોગ મને મળ્યો તેને હું મારા જીવનનું મહદ્ સદ્ભાગ્ય માનું છું...ને આ જ રીતે સદાકાળ ગુરુદેવની મંગલ ચરણસેવના કરતાં કરતાં આત્મતિને સાધું...એમ ભાવના ભાવું છું. જય જિનેન્દ્ર - બ્ર. હરિલાલ જૈન વી૨ સં. ૨૪૯૨ આસો સુદ એકમ સોનગઢ 卐 Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 180