Book Title: Shanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Author(s): Gunshilvijay, 
Publisher: Amrut Jain Sahityavadhak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ ૪૫ *** Jain Education International આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાં તેઓશ્રીએ તે સમયમાં પરંપરાથી પ્રાપ્ત થયેલ શાસ્રાધારિત વિધિવિધાનોનું સંકલન કરી ‘પ્રતિષ્ઠાકલ્પ'ના નામે એક વિધિગ્રંથ તૈયાર કર્યો. ત્યારથી તપાગચ્છમાં તેના આધારે સૌ કોઇ પ્રતિષ્ઠાશાન્તિસ્નાત્રાદિ વિધિ વિધાન કરાવતા હતા. પણ છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન વચગાળાના સમયમાં આ વિધિવિધાનમાં થોડીક ગરબડ ઊભી થઇ અને એ અસ્ત/વ્યસ્ત થવાના કારણે જેને જેમ ફાવે તેમ વિધિવિધાન કરાવતા વળી સંવેગી સાધુઓની સંખ્યા પણ સાવ અલ્પ થઇ જવાના કારણે અંજનશલાકા જેવા વિધાનો કરાવવાનું પણ લગભગ નહિંવત્ બની ગયું હતું. કદાચ કોઇનું મન થાય તો પણ એક બે પ્રસંગ એવા બની ગયા હતા કે જેથી લોકોને એ અંગેનો ડર રહ્યા કરતો. વિધિના સમુદ્ધારક પૂજ્ય શાસનસમ્રાટ્ની : એ સમય દરમ્યાન શ્રી સંઘના સદ્ભાગ્યે પ્રૌઢ પ્રભાવ સંપન્ન પૂજ્ય શાસનસમ્રાટ્નીનો પ્રાદુર્ભાવ થયો. તેઓશ્રી વીસમી સદીના ઉત્તરાર્ધમાં યોગોન્દ્વહન પૂર્વક સર્વપ્રથમ આચાર્યપદારૂઢ થનાર પૂજ્ય પુરૂષ હતા. તેઓશ્રી તથા તેઓશ્રીના પટ્ટધર સિદ્ધાન્તવાચસ્પતિ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.સા. તથા સિદ્ધાન્તમાર્તન્ડ પૂજ્ય આચાર્યશ્રી વિજય નંદનસૂરીશ્વરજી મ. આદિના મનમાં આની ઉણપ વર્તાઇ. તેઓશ્રીએ જૈન શાસનના સાતે અંગોમાં જેમ સચોટ પ્રેરણા આપી નવીજ ચેતના અને સ્ફૂર્તિ જન્માવી તેમ આ વિધિવિધાન ક્ષેત્રમાં પણ આગવું પ્રદાન કર્યું. અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના આધારે સંશોધન/સંપાદન અને સંકલન કરી વર્તમાનમાં પ્રચલિત તે તે અંજનશલાકા-પ્રતિષ્ઠા વિધિ, શાન્તિસ્નાત્રાદિ વિધિ, બૃહતનંદ્યાવર્ત પૂજન, અર્હન્મહાપૂજન, પૌષ્ટિકમહાપૂજન તથા સિદ્ધચક્રમહાપૂજન આદિ અનુષ્ઠાનો પૂજનો તૈયાર કર્યા. તૈયાર કર્યા એટલું જ નહિ પણ શુદ્ધ વિધિવિધાન પૂર્વક કરાવવાનો પ્રારંભ પણ કર્યો. તેમાં પણ ઘણું જ મહત્વનું અને જોખમરૂપ ગણાતું અંજનશલાકાનું વિધાન તો તેઓશ્રીના દ્વારા થયા બાદ બીજા બધા તે કરાવવા ઉત્સાહિત થયા અને સૌને For Personal & Private Use Only ॥૪॥ www.jainlibty.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 240