Book Title: Shakahar Author(s): Hukamchand Bharilla, Madhu G Barvalia Publisher: Chamanlal D Vora View full book textPage 7
________________ LE શાકાહાર | શાકાહાર શ્રાવકાચાર વર્ષની ઉજવણીના સંદર્ભે પંડિત ડૉ. શ્રી હુકમચંદજી ભારિલ્સનું જૈનદર્શનના પરિપ્રેક્ષમાં શાકાહાર લઘુ પુસ્તકનો આ અનુવાદ ખૂબ જ યોગ્ય સમયે પ્રકાશિત થઈ રહ્યો છે. પ્રસ્તુત પુસ્તિકામાં ધમ, નીતિ, સમાજ, શારીરિક અને માનસિક સ્વાથ્યના વિવિધ મુદ્દાઓનું શાકાહાર, શ્રાવકાચારના સંદર્ભે પંડિતજીએ સુંદર અને સરળ શૈલીમાં ઉદાહરણ દ્વારા સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યું છે. આ પુસ્તકનું પ્રકાશન કેવળ શાકાહાર શ્રાવકાચારનો પ્રચાર નથી પરંતુ વિવેકપૂર્ણ વિચાર છે, ગહન ચિંતન છે. પુસ્તિકામાં જે કાંઈ સુંદર છે તે મૂળ સર્જકની વિદ્વતાનું પ્રતિબિંબ છે. અનુવાદની ક્ષતિઓને ક્ષમ્ય ગણશો. આ પ્રકાશનની પ્રેરણાથી આહાર શુદ્ધિ દ્વારા અભક્ષ્યનો ત્યાગ થાય; ઘરમાં બહારમાં- વ્યવહારમાં શ્રાવકાચારનું પાલન થાય એવી આશા સાથે વિરમું છું. આવા જ્ઞાનવર્ધક કૃતિના અનુવાદનું કાર્ય સોંપવા બદલ પ્રકાશન સમિતિનો તથા શ્રી ચમનલાલ ડી. વોરાનો આભાર માનું છું. પુસ્તકમાં જનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડં. – ડૉ. મધુબહેન જી. બરવાળિયા. M.A. Ph.D. ' ડૉ. હુકમચંદ ભાલ્લિનો પરિચય. ડૉ. હુકમચંદ ભારિલ્લ જૈન સમાજના ઉચ્ચકોટીના વિદ્વાનોમાં અગ્રણી છે. ૨૫ મે. ૧૯૩પના ઉત્તર પ્રદેશના લલિતપુર જીલ્લાના બરૌદાસ્વામી ગામમાં ધાર્મિક જૈન પરિવારમાં તેમનો જન્મ થયો. તેઓ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન તથા એમ. એ. પી.એચ.ડી છે. જૈન સમાજે તેમને વિદ્યાવાચસ્પતિ, વાણીભૂષણ, જૈનરત્ન જેવી અનેક પદવીઓથી વિભૂષિત કરેલ છે. | સરળ, સુબોધ, તર્કસંગત અને આકર્ષક શૈલીના પ્રવચનકાર પંડિત ડૉ. ભારિલ્લ લોકપ્રિય આધ્યાત્મિક વક્તા છે. ધર્મ પ્રચાર માટે એમણે અનેક વખત વિદેશ પ્રવાસ કરેલ છે. આઠ ભાષાઓમાં તેમના અત્યાર સુધીમાં ૩૩ પુસ્તકો પ્રકાશિત થયાં છે તેમાં શાકાહારના પુસ્તકને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. શાકાહાર પુસ્તકની એક લાખ પ્રતો ખપી છે. તત્ત્વજ્ઞાન ઉપરાંત સમાજ માટે ડૉ. ભારિલ્લજીએ સંસ્કારલક્ષી અનેક પુસ્તકો લખી સમાજને યોગ્ય માર્ગદર્શન આપેલ છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26