________________
જ
- શાકાહાર - ચિંતકો, સર્જકો, વક્તાઓ અને વિદ્વાનો આ માટે સમાજના માનસનું ઘડતર કરે. તબીબો અને ચિકિત્સકો પણ એ સાબીત કરી બતાવે કે સ્વાધ્યને માટે શાકાહાર જ શ્રેષ્ઠ આહાર છે. જેટલો પ્રભાવ એક ચિકિત્સક (ડૉકટર) પાડી શકે એટલો કોઈ સાધુ, સંત, પ્રવકતા કે વિદ્વાન તો ન જ પાડી શકે. કારણ કે લોકોને જીવન અને અને સ્વાથ્યની જેટલી ચિંતા છે તેટલી ચિંતા ધર્મ કર્મની નથી, નૈતિકતાની પણ નથી.
અનુસંધાન કતઓનું એ પણ કર્તવ્ય છે કે ભોજન સામગ્રીની એક એવી ફૉર્મ્યૂલા તૈયાર કરે કે જેમાં ખર્ચ ઓછો હોય અને સ્વાથ્યને અનુકુળ વિટામીન આદિ તત્ત્વોનો પણ એમાં સમાવેશ થઈ જાય આવી ફોર્મ્યુલાના આધારે ઉદ્યોગપતિ ખાદ્ય સામગ્રી તૈયાર કરે, સાધુ સંત જન માનસ તૈયાર કરે અને વિદ્ધાનો સાહિત્ય તૈયાર કરે તથા કાર્યકર્તાઓ તેને જન જનમાં પહોંચાડે આવી મજબુત સાંકળ તૈયાર થાય તોજ કંઈક અંશે સફળતા જરૂર પ્રાપ્ત થાય.
આ ભગીરથ કાર્ય કોઈ એકલ દોકલ વ્યક્તિથી પાર પડી શકે નહિ. આ તો સમગ્ર સમાજનું કાર્ય છે. પ્રસન્નતા એ છે કે સંપુર્ણ સમાજે આ કાર્ય ને પોતાના હાથમાં લીધું છે. કહેવાય છે ને કે ઝાઝા હાથ રળિયામણા! આ કાર્યને માટે એક વર્ષનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે પરંતુ આ સમય ઘણો અલ્પ છે આ મહાન કાર્ય પાર પાડવા માટે તન-મન-ધનથી જીવન અર્પણ કરવામાં આવે ત્યારે જ ધાર્યું કાર્ય સફળ થઈ શકશે.
થોડા સમારંભો કે થોડા ભાષણોથી પોતાનું કર્તવ્ય પૂર્ણ થયું એ માનવુ વ્યાજબી નથી. આશા છે કે સમાજના આગેવાનો આ કાર્યની ગંભીરતા સમજી એને અનુલક્ષીને દિર્ધકાલીન યોજનાઓ બનાવે.
આ સંદર્ભે સમાજ “શું કરશે અને શું કરી શકશે ? એતો ભવિષ્ય જ કહેશે. પણ આપણું વ્યક્તિગત નૈતિક કર્તવ્ય એ છે કે આપણે સ્વયં પૂર્ણતઃ શુદ્ધ શાકાહારી બનીએ, આપણા પરિવારને શાકાહારી બનાવીએ અને જે કોઈ વ્યક્તિ આપણા સંપર્કમાં આવે તેને શાકાહારી બનાવવાનો વિનમ્ર પ્રયાસ કરીએ.
એ વાત સર્વવિદિત છે કે શુદ્ધ સાત્વિક સદાચારી જીવન સિવાય સુખ શાંતિ મળવાતો દૂર રહ્યાં પરંતુ સુખ શાંતિ મેળવવાનો ઉપાય સુઝવાની પાત્રતા પણ આવતી નથી. એટલે જે વ્યક્તિ આત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માગે છે, આધ્યાત્મિક શાંતિ મેળવવા માગે છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર્યની પ્રાપ્તિ કરવાની ઝંખના સેવે છે, આત્માનુભૂતિની પ્રાપ્તિ કરવી છે એમણે આ તરફ પુરેપુરું લક્ષ આપવું જોઈશે. એમનું જીવન શુદ્ધ સાત્વિક હોવું જોઈએ સદાચારી વ્યક્તિ તથા તેમનું વર્તુળ પણ શુદ્ધ સદાચારી એવં સાત્ત્વિક હોવું જોઈએ. આતો જડની ક્રિયા છે એમ કહીને ઉપેક્ષા કરવી ઉચિત નથી.