Book Title: Shakahar
Author(s): Hukamchand Bharilla, Madhu G Barvalia
Publisher: Chamanlal D Vora
Catalog link: https://jainqq.org/explore/032442/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર (જૈન દર્શનના પરિપ્રેક્ષમાં) લેખક ડૉ. હુકમચંદ ભારિલ્લ અનુવાદક ડૉ. મધુબહેન જી. બરવાળિયા પ્રકાશક ચમનલાલ ડી. વોરા પ્રકાશન શાકાહાર પ્રચાર પ્રકાશન સમિતિ - ઘાટકોપર Page #2 -------------------------------------------------------------------------- ________________ शाकाहार પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહયોગ આપનાર जैन दर्शन के परिप्रेक्षमें માનનીય દાતાઓ लेखक : डो. हुकमचंद भारिल्ल ડૉ. એસ. ડી. મહેતા શ્રીમતિ મૃણાલીનીબેન મહેતા મહેશભાઈ મોહનલાલ રૂપાણી ગુજરાતી અનુવાદ : પ્રદિપકુમાર વેલજીભાઈ શાહ ડૉ. મધુબેન જી. બરવાળિયા મુગટલાલ જી. દોશી ડૉ. મીસીસ મન્ના બીપીન દોશી ગુજરાતી : પ્રત : ૫000 જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ-બોરીવલી મેસર્સ રાજેશ કેટરર્સ - ઘાટકોપર તા. ૨૩-૮-૯૨ પ્રાણલાલ પારેખ કાન્તીલાલ રામજીભાઈ મોટાણી પડતર કિંમત - રૂ. ૩=૦૦ નીતીનકુમાર ચીમનલાલ શાહ વેચાણ કિંમત - રૂ. ૧-૦૦ હસમુખલાલ છોટાલાલ શાહ કિશોર વીરચંદ મોટાણી મહાસુખભાઈ યુ. દોશી પ્રકાશન : કોકિલાબેન મહાસુખભાઈ દોશી શાકાહાર પ્રચાર હસમુખલાલ મોહનલાલ મોદી પ્રકાશન સમિતિ, ઘાટકોપર સ્મીતાબેન દિપક દોશી મગનલાલ જીવણલાલ બોટાદરા અભેચંદ હીરાચંદ અજમેરા, પ્રકાશક : આર. કે. દુગડ ચમનલાલ ડી. વોરા ચીમનલાલ મણીલાલ કામદાર ચંદ્રિકાબેન પ્રતાપરાય ગાંધી પ્રકાશન સમિતિ : પ્રેમચંદ કુલચંદ અદાણી રસીકલાલ તલચંદ મહેતા ચમનલાલ ડી. વોરા ઉલ્લાસભાઈ ઝોબાલીયા ગુણવંતરાય બરવાળિયા દિવાળીબેન રૂગનાથ દોશી ફાઉન્ડેશન પ્રાણલાલ પારેખ હા. ગુજરાત સેવીંગ્સ, મુંબઈ. વસનજી લખમશી શાહ ભૂપેન્દ્ર એલ. દોશી ભારતીબેન આર. કોઠારી હરિલાલ એમ. પીપલિયા ગાંગજીભાઈ પી. શેઠીયા મધુકુમાર હીરાલાલ શાહ મુદ્રક : રતનબેન પદમશી નાગડા હર મણીકાન્તભાઈ શ્રી ઋષભદેવજી જૈન ટેમ્પલ અને સાધારણ નીતીન બદાણી ખાતા ટ્રસ્ટ હઃ શ્રી ચેમ્બર જૈન સંઘ મુંબઈ જૈન જાગૃતિ સેન્ટર : મુંબઈ શાખા વર્ષાબેન મહેન્દ્રકુમાર ગાંધી : સાણંદવાળા આભાર : માધવલાલ ભુરાભાઈ બરવાળિયા શ્રી વ. સ્થાનકવાસી જૈન સંઘ : ચેમ્બર પુસ્તકના લેખક, અનુવાદક તથા સર્વે | | શ્રી ચંદન જૈન મહિલા મંડળ : ચેમ્બર દાતાઓનો આભાર માનીએ છીએ. | અરૂણભાઈ તથા નલીનભાઈ : થાણા Page #3 -------------------------------------------------------------------------- ________________ જ G હારાજારાશાજીના 30%aa%a8a939ના શાકાહાર | (જૈન દર્શનના પરિપ્રેક્ષમાં) : લેખકઃ ડૉ. હુકમચંદ ભારિલ રાજા રાજારાણા કાળાશયો સારા માણસના મહારાજા સયાજીરાવ8. ડૉ. મધુબહેન જી. બરવાળિયા M.A. ph.D. – પ્રકાશક : ચમનલાલ ડી. વોરા શાકાહાર પ્રચાર પ્રકાશન સમિતિ ૧, ખટાવ એપાર્ટમેન્ટ, જોશી લેન, તિલક રોડ, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૭૭ ફોન-૫૧૨ ૮૧૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ शाजागर પ્રકાશકનું નિવેદન શાકાહારના વિચારને વેગ આપવા તથા તેની અભિરૂચી ને જાગૃત કરવા જૈન સમાજે ૧૯૯૧ના વર્ષને ‘‘શાકાહાર વર્ષ’' તરીકે ઉજવેલ હતું. આ વર્ષ દરમ્યાન સમગ્ર ભારતમાં પુસ્તકોનું પ્રકાશન, રથયાત્રા વગેરે કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને જૈન તથા જૈનેતર ભાઈ-વ્હેનોના સહકારથી શાકાહાર વિચારધારાને અત્યંત પ્રસિદ્ધી મળેલ હતી. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી રથયાત્રાએ જ્યારે મુંબઈમાં પ્રવેશ કર્યો ત્યારે તેને અદ્ભુત આવકાર મળેલ. તેમાં ઘાટકોપર ખાતે યોજાયેલ વિવિધ કાર્યક્રમોથી પર્વ જેવું પવિત્ર અને ધાર્મિક વાતાવરણ ઉપસ્થિત થયું હતું તથા આયોજનની જૈન તેમજ જૈનેતર જનતાએ અત્યંત પ્રશંસા કરી હતી. તે પ્રસંગે ડૉ. હુકમચંદજી ભારિલ્લ લિખીત ‘શાકાહાર' પુસ્તિકાની હિન્દી આવૃત્તિનું વેચાણ રાખેલ હતું. જેને બેહદ પ્રતિસાદ મળેલ. આ પુસ્તિકાની એક લાખથી વધુ પ્રત (નકલો) પ્રસિદ્ધ થયેલ છે અને તેના ગુજરાતી અનુવાદ માટે તે સમયે માંગ ચારે તરફથી આવવા લાગી હતી. લોકોની માંગને લક્ષમાં લઈ યોગ્ય સમયે ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવાની જાહેરાત મલાડ ખાતે શાકાહાર પ્રચાર માટે મળેલી સભામાં રથયાત્રાનાં આયોજકોની હાજરીમાં મેં કરેલ હતી. શાકાહાર વર્ષની પૂર્ણાહૂતિ ૧૯૯૨માં થાય છે તે પહેલાં શાકાહારની ગુજરાતી પ્રત પર્યુષણ પર્વની પૂર્વ સંધ્યાએ અહિંસા પ્રેમી ભાઈ બહેનો સમક્ષ મુકતાં મને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તક યુવાન વર્ગ માટે દિશા સુચક તથા અહિંસાના સિદ્ધાન્ત પર ડગ માંડતા દરેકને નૈતિક ટેકા રૂપ સાબિત થશે કારણકે તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે શાકાહારી જીવન અત્યંત આવશ્યક છે. શુદ્ધ, સાત્વિક અને સદાચારી જીવન વિના આત્મિક શાંતિ પ્રાપ્ત થતી નથી અને તેના માટે શાકાહારી જીવન પદ્ધતિ જ અપનાવવી જોઈએ. આશા છે કે સરળભાષામાં પ્રસિદ્ધ થયેલ આ પુસ્તક સમાજને તથા શાકાહારી વિચારધારાને બળવાન બનાવવા ઉપયોગી બનશે. આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાના ઉમદા સેવા કાર્યમાં મને નિમિત્ત બનવાની તક મળી તે માટે હું આનંદની લાગણી અનુભવું છું. આ પુસ્તકના ગુજરાતી અનુવાદ માટે ડૉ. શ્રીમતિ મધુબેન બરવાળિયાના ઉત્સાહ અને ખંત બદલ તેઓને ધન્યવાદ આપી આભાર વ્યક્ત કરૂ છું. શાકાહાર સમિતિના સભ્યો, દાતાઓ તથા ડૉ. ભારિલ્લજીએ જે સાથ, સહકાર અને માર્ગદર્શન આપેલ છે તે માટે તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ નાનું પણ અતિ ઉપયોગી ‘શાકાહાર’ પુસ્તક અહિંસાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવામાં મુખ્ય ભાગ ભજવશે એવી ભાવના સાથે વીરમું છું. ઘાટકોપર તા. ૨૩-૮-૧૯૯૨ ૨ ચમનલાલ ડી. વોરા પ્રકાશક Page #5 -------------------------------------------------------------------------- ________________ 21151612 VEGETARIANISM............ DR. S. D. MEHTA Biological evolution keeps pace with social evolution of man. Best example is our loosing hair of the body. As the man started wearing clothes, so also biology changed and we lost the hair. In the similar way as we advanced socially and culturally and started eating prepared food, our sharp cannine teeth started getting smaller and smaller. Eating non-vegetarian food cooked or not cooked is a step backward socially and culturally. Since nature is evolving us towards vegetarianism by taking away our cannine teeth which were needed to eat animal food when we could not use our hands. Whatever may be our religious views, no one would wish that we should go biologically or evolutionally backwards by not using clothes, not using hands or loosing spoken or written speech. Why then one should wish us to become premitive in our food habits? Vegetarianism is a biological evolution. We need six elements in our food; namely carbohydrates, fats, proteins, vitamins, minerals and fluids. Carbohydrates, Fats and proteins can change one into another. A carnivorous animal eating only animal proteins (with some fat of the animal) converts them into carbohydrates which are then used as energy producing fuel. similarly a grass eating animal converts mainly carbohydrates of the food into body building proteins. We need proteins to grow and build our bodies and to repair our body. Superficial layer of our skin, internal lining of our intestines, hair, and nails of our fingers are our daily losses. This much amount of proteins we get from our Vegetarian items like pulses and milk and to a certain extent from other cereals. Arguments in favour of "Proteins" from the advocates of non vegetarian diet are thus not valid. A non-vegetarian person generaly becomes hot tempered, aggrasive and intolerent. This is seen very well in lion, tiger, wolf etc. A vegetarian comparatively is calm, tolerant and less aggrasive. If one wants this world to survive, human being ultimately will have to become tolerant, understanding and co-operative towards each other. This is vegetarianism, This is AHIMSA. 3 Page #6 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર નિરામિષ આહાર આત્માનો મૂળ સ્વભાવ અણઆહારક છે. જૈન દર્શનનું હાર્દ અણાહારી પદ પ્રાપ્ત કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ મોક્ષપદ પામવાનું છે. અનાદિથી કર્મના સંબંધને કારણે આત્મા સંસાર ભ્રમણ કરે છે. કર્મના યોગે આહાર ગ્રહણ કરી શરીરનું નિર્માણ કરે છે. અને તેને ટકાવવા આહાર લેવો પડે છે. - જ્ઞાનીઓએ કહ્યું છે કે જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું જીવન. આપણા પરમ ઉપકારી ગુરુ ભગવંતો એ પોતાની વિશિષ્ટ જ્ઞાન શક્તિ અને વૈજ્ઞાનિક પ્રતિભાથી સાત્વિક અને ઉચ્ચ સંસ્કારમય જીવન જીવવા શું ખાવું? અને શું ન ખાવું ? એ અંગેના વિધિ-નિષેધો જણાવ્યા છે. આ આર્યભૂમિના માનવીઓને આર્યભૂમિનું જ અન્ન અનુકૂળ આવે. અનાર્ય ભૂમિના તામસ ભોજન આપણને અનુકૂળ આવે નહિ. અસદ્ આહારના પરિણામે દેહસ્થ સપ્તધાતુઓ અને અંતસ્રાવી ગ્રંથિઓમાં રાસાયણિક પરિવર્તન થાય છે. તેનાથી શારીરિક અને માનસિક વિપરીત અસરો થાય છે. મનનું ચાંચલ્ય, ચિત્ત વિકાર, કષાય આદિ ભાવો જેવાકે ક્રોધ, ઈષ પ્રકોપ, તીવ્ર લાલસા. નિદ્રા-પ્રેમ ઇત્યાદિ વિકૃતિથી મનુષ્ય બહારથી અને અંતરમનથી ખળભળી ઉઠે છે. શાકાહાર'નો વિચાર અને આચાર માત્ર પેટ ભરવા માટે નહિ પરંતુ લોહીની નદીઓ બંધ કરવા માટે છે. ક્રૂરતાને બદલે વાત્સલ્ય, પ્રેમ અને કરૂણાના સંસ્કાર માટે છે. વ્યક્તિગત અને કુટુંબ જીવનની સુખ શાંતિ માટે છે. વર્તમાન જીવન સમાધિમય બનાવવાનો અને પારલૌકિક હિતને માટે છે. જગતના દરેક ધર્મ દર્શનોએ અહિંસાની તરફેણ કરી છે. વિશ્વના ઉચ્ચ કોટીના સંતો, સૂફીઓ અને દાર્શનિકોએ માંસાહારનો નિષેધ કરેલો છે. પરંતુ શાસ્ત્રોના અર્થઘટન અને આચરણમાં વિપરીતતાઓને કારણે માંસાહાર વધ્યો છે. જયણા, દયા, હૃદયની કોમળતાં, અનુકંપા, અભક્ષ્યનો ત્યાગ, ભક્ષ્યમાં પણ પુરેપુરી કાળજી સહ શ્રાવકાચારનું પાલન પાપ કર્મની નિર્જરા કરી પુણ્યનો અનુબંધ કરે છે. આપણા પૂર્વજો સાંસારિક વ્યવહારોમાં અભક્ષ્ય પદાર્થો ખાવા ખવરાવવાથી દૂર રહેતા. આજે લગ્નાદિ પ્રસંગોમાં રાત્રિના બાર-બે વાગ્યા પછી રસોઈ શરૂ થાય છે. બહારના લોટ, વાસી માવાની મીઠાઈઓ, અળગણ પાણી, બરફ, ભાજી, કંદમૂળ, ચીઝ, પીઝા, ક્રીમ, બ્રેડબટર વિગેરે અભક્ષ્ય ખાવા ખવરાવવામાં, ઉપરાંત સમુહ રાત્રિભોજન કરવા-કરાવવામાં આત્માના પરિણામ સારા રહેતા નથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ LE શાકાહાર | શાકાહાર શ્રાવકાચાર વર્ષની ઉજવણીના સંદર્ભે પંડિત ડૉ. શ્રી હુકમચંદજી ભારિલ્સનું જૈનદર્શનના પરિપ્રેક્ષમાં શાકાહાર લઘુ પુસ્તકનો આ અનુવાદ ખૂબ જ યોગ્ય સમયે પ્રકાશિત થઈ રહ્યો છે. પ્રસ્તુત પુસ્તિકામાં ધમ, નીતિ, સમાજ, શારીરિક અને માનસિક સ્વાથ્યના વિવિધ મુદ્દાઓનું શાકાહાર, શ્રાવકાચારના સંદર્ભે પંડિતજીએ સુંદર અને સરળ શૈલીમાં ઉદાહરણ દ્વારા સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યું છે. આ પુસ્તકનું પ્રકાશન કેવળ શાકાહાર શ્રાવકાચારનો પ્રચાર નથી પરંતુ વિવેકપૂર્ણ વિચાર છે, ગહન ચિંતન છે. પુસ્તિકામાં જે કાંઈ સુંદર છે તે મૂળ સર્જકની વિદ્વતાનું પ્રતિબિંબ છે. અનુવાદની ક્ષતિઓને ક્ષમ્ય ગણશો. આ પ્રકાશનની પ્રેરણાથી આહાર શુદ્ધિ દ્વારા અભક્ષ્યનો ત્યાગ થાય; ઘરમાં બહારમાં- વ્યવહારમાં શ્રાવકાચારનું પાલન થાય એવી આશા સાથે વિરમું છું. આવા જ્ઞાનવર્ધક કૃતિના અનુવાદનું કાર્ય સોંપવા બદલ પ્રકાશન સમિતિનો તથા શ્રી ચમનલાલ ડી. વોરાનો આભાર માનું છું. પુસ્તકમાં જનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડં. – ડૉ. મધુબહેન જી. બરવાળિયા. M.A. Ph.D. ' ડૉ. હુકમચંદ ભાલ્લિનો પરિચય. ડૉ. હુકમચંદ ભારિલ્લ જૈન સમાજના ઉચ્ચકોટીના વિદ્વાનોમાં અગ્રણી છે. ૨૫ મે. ૧૯૩પના ઉત્તર પ્રદેશના લલિતપુર જીલ્લાના બરૌદાસ્વામી ગામમાં ધાર્મિક જૈન પરિવારમાં તેમનો જન્મ થયો. તેઓ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન તથા એમ. એ. પી.એચ.ડી છે. જૈન સમાજે તેમને વિદ્યાવાચસ્પતિ, વાણીભૂષણ, જૈનરત્ન જેવી અનેક પદવીઓથી વિભૂષિત કરેલ છે. | સરળ, સુબોધ, તર્કસંગત અને આકર્ષક શૈલીના પ્રવચનકાર પંડિત ડૉ. ભારિલ્લ લોકપ્રિય આધ્યાત્મિક વક્તા છે. ધર્મ પ્રચાર માટે એમણે અનેક વખત વિદેશ પ્રવાસ કરેલ છે. આઠ ભાષાઓમાં તેમના અત્યાર સુધીમાં ૩૩ પુસ્તકો પ્રકાશિત થયાં છે તેમાં શાકાહારના પુસ્તકને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. શાકાહાર પુસ્તકની એક લાખ પ્રતો ખપી છે. તત્ત્વજ્ઞાન ઉપરાંત સમાજ માટે ડૉ. ભારિલ્લજીએ સંસ્કારલક્ષી અનેક પુસ્તકો લખી સમાજને યોગ્ય માર્ગદર્શન આપેલ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ . શાકાહાર શાકાહાર • • • ડૉ. હુકમચંદ ભારિલ્લ જૈન સમાજની દરેક સામાજીક અને ધાર્મિક સંસ્થાઓએ સાથે મળીને આ વર્ષ એટલે કે ૧૯૯૧ ઈ.સ. ને શાકાહાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. સમાજના આ શુભ કાર્યમાં અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશને પણ સક્રિય સહયોગ આપવાનો નિશ્ચય કર્યો છે. જૈન સમાજ મૂળથી જ શાકાહારી સમાજ છે. પરંતુ કાળના પ્રભાવે શાકાહારી જૈન સમાજમાં પણ શિથિલતા દ્રષ્ટિગોચર થવા લાગી છે. જો આપણો જૈન સમાજ સમયસર નહીં ચેતે તો આ બિમારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. માટે સમયની માંગ છે કે, આ ઘાતક બિમારીમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવોજ પડશે. એક અપેક્ષાએ આ હકીકત સત્ય છે કે આ ઘાતક બિમારીનો ફેલાવો સમાજમાં પ્રસરી રહ્યો છે. પરંતુ હજી સ્થિતિ એટલી ગંભીર નથી કે આપણે સમગ્ર દ્રષ્ટિ એ તરફ કેન્દ્રીત કરી દઈએ. પણ આ સત્ય સામે આંખ આડા કાન પણ કરી શકાય નહીં. ચિંતાનો વિષય એ છે કે જૈન શ્રાવક, શ્રાવકાચારના પાલનમાં શિથિલ થઈ રહ્યો છે. એટલા માટે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે દરેક શ્રાવકને શ્રાવકાચારથી પરિચિત કરાવવામાં આવે. શ્રાવકાચાર જીવનમાં અપનાવવાની પ્રેરણા આપવામાં આવે. આ તથ્યને ધ્યાનમાં લઈને યુવા ફેડરેશને આ વર્ષને શાકાહાર-શ્રાવકાચાર વર્ષના રૂપમાં ઉજવવાનો નિર્ણય કરેલ છે. આ કાર્ય અંગે આવશ્યક એવી તૈયારી ઓ માટે પુરતો સમય મળી જાય એ સંદર્ભે મહાવીર જયંતિ ૧૯૯૧ થી ૧૯૯૨ની મહાવીર જ્યતિ સુધીનો સમય શાકાહાર શ્રાવકાચાર વર્ષ માટે સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. જૈન સમાજે સમાજ કલ્યાણ માટે જે જે કાર્યક્રમ સુનિશ્ચિત કર્યા તેમાં અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન તથા તેની સહયોગી સંસ્થાઓએ પણ તમ-મન-ધનથી સક્રીય સહયોગ આપ્યો છે. શાકાહાર-શ્રાવકાચારના પ્રચાર-પ્રસારમાં પણ યુવા ફેડરેશન પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી કાર્યક્રમને સફળ કરવા માગે છે. આ સક્રિય યુવકોને સંપૂર્ણ રીતે સહકાર આપી તેમનો ઉત્સાહ વધારવાનું દરેક જાગૃત જૈન શ્રાવકનું નૈતિક કર્તવ્ય છે. આજ સત્કાર્ય લક્ષમાં લઈને પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટે પણ દરેક રીતે સહયોગી થવા નિર્ણય કર્યો છે. અન્ય સંસ્થાઓને પણ નમ્ર વિજ્ઞપ્તિ છે કે તેઓ પણ આ દિશામાં સક્રિય કાર્ય કરે. Page #9 -------------------------------------------------------------------------- ________________ - શાકાહારી શાકાહાર વિષે જ્યારે કોઈ ચચ- પરિચર્ચા થાય અને તેના સંદર્ભે કંઈ લેખન થાય અથવા પોસ્ટરો આદિ પ્રકાશિત કરવામાં આવે તો એમાં શાકભાજી આદિને પ્રાધાન્ય આપવામાં આવે છે. ખાસ કરીને શાકભાજીમાં પણ વિશેષતઃ ગાજર, મૂળા, કંદમૂળ, રીંગણા, કોબી ઇત્યાદિ અભક્ષ્ય શાકોનું જ નિરૂપણ કરવામાં આવે છે. જ્યારે આ બધી જ વસ્તુઓનો જૈન શ્રાવકાચારમાં સંપૂર્ણ નિષેધ છે તથા અભક્ષ્ય ગણવામાં આવે છે. આજના જૈન સમાજમાં શાકાહારનો પ્રચાર કરતી વખતે આપણે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે, અજાણતા એમ ન થઈ જાય કે શાકાહારનો પ્રચાર કરતી વખતે અભક્ષ્ય વસ્તુ ખાવાનો પ્રચાર થઈ જાય. આતો ઊંટ કાઢતાં બિલાડું ઘુસી જાય તેવી વાત થશે. અતઃ શાકાહાર પ્રચારમાંજ જૈન દૃષ્ટિએ સંપૂર્ણ સમજણ હોવી જરૂરી છે. શાકાહાર પ્રચારને તેના વ્યાપક દ્રષ્ટિકોણથી વિચારવો રહ્યો. ત્યાર પછી જ તેનો પ્રચાર સુવ્યવસ્થિત થઈ શકે. ઘઉં, ચોખા, આદિ અનાજ, કેરી, જામફળ, સફરજન, સંતરા આદિ ફળો અને દુધી આદિ સાત્વિક ભક્ષ્ય શાક પણ શાકાહારમાં આવે છે. શાકાહારના રૂપમાં આ ફળો, શાકભાજીને પ્રદર્શિત કરવા જોઈએ. ગાજર, મૂળા આદિ શાક છે કે નહી ?” આ વિવાદ ની મુંઝવણમાં પડવું યોગ્ય નથી. આ કારણથી શાકાહારની સાથે શ્રાવકાચાર શબ્દ જોડવાની આવશ્યકતા જણાઈ છે. ભલે ગાજર મૂળા શાકમાં ગણાય પરંતુ જૈન શ્રાવકમાટે તે વર્યું છે, કારણ કે તે અભક્ષ્ય છે. માટે તેનો પ્રચાર આપણા માટે અયોગ્ય છે. શ્રાવકાચારને અનુકૂળ શાકાહારનો પ્રચાર જ આપણા માટે ઉત્તમ છે. આજ કારણ છે કે અમે આ વર્ષનું નામ “શાકાહાર, શ્રાવકાચાર વર્ષ” એવું રાખ્યું છે. બીજી મહત્વની વાત એ પણ છે કે શાકાહાર શબ્દમાં માંસાહારનો નિષેધતો થઈ જાય છે પરંતુ, મદિરાપાન નો નિષેધ થતો નથી. મદિરાપાન પણ એક એવું દુર્લસન છે કે જેમાં અનંતા જીવોની હિંસાતો થાય જ છે સાથે સાથે નશાકારક હોવાથી મદિરા (દારૂ) વ્યક્તિના વિવેકનો નાશ કરે છે, અને બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે, સ્વાસ્થને નુકશાન કરે છે. અને પરિવારના સુખ શાંતિનો હ્રાસ કરે છે. એટલે માંસાહારની જેમ જ મદિરાપાનનો નિષેધ પણ અતિ આવશ્યક છે. આજના આધુનિક કહેવાતા સાંપ્રત સમાજમાં મદિરાની જેમજ મનને મોહિત કરી જીવનને બરબાદ કરવાવાળા અનેક નશિલા પદાર્થો બ્રાઉન સુગર ડ્રગ્સ વિગેરેનું દુષણ ફૂલ્યુ ફાલ્યું છે. એ બધા દુર્વ્યસનોથી યુવા સમાજને ઉગારવાની અત્યંત આવશ્યકતા છે. શ્રાવકાચારમાં માંસાહારના નિષેધની સાથે સાથે મદિરાપાનનો નિષેધ પણ હોય છે. આને અનુલક્ષીને જ શાકાહાર સાથે શ્રાવકાચાર શબ્દ જોડવામાં આવ્યો છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર આ સિવાય સ્થૂળ રૂપે પાંચ પાપોનો ત્યાગ અને જૈનોનો મૂળ મંત્ર રાત્રિભોજનનો ત્યાગ અને અણગળ પાણીના ત્યાગનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે આ શાકાહાર શ્રાવકાચાર વર્ષ નામ સાર્થક થાય છે. ઉક્ત સંદર્ભે એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે શ્રાવકાચારમાં શાકાહારનો સમાવેશ તો થઈ જ જાય છે. તો ફક્ત શ્રાવકાચાર વર્ષ રાખવામાં શું વાંધો છે ? જવાબ માત્ર એ છે કે વાંધો તો કંઈ જ નથી પરંતુ, શાકાહાર શબ્દ આજે વિશ્વ વિખ્યાત શબ્દ છે અને શ્રાવકાચાર શબ્દથીતો બધા જૈનો પણ પુર્ણતઃ પરિચિત નથી. માટે જ શાકાહાર શબ્દનો સમાવેશ અતિ અનિવાર્ય છે. બીજી વાત એ પણ છે કે અમે સંપુર્ણ સમાજની સાથે કદમ મિલાવી ચાલવા માગીએ છીએ એટલે એમના ધ્વારા નિશ્ચિત કરેલા શબ્દને એજ રૂપે રાખવો એ યોગ્ય ગણાય. અમારું પ્રચાર ક્ષેત્ર જૈનેતર સમાજ નથી, મુખ્યત્વે જૈન સમાજ છે. જૈનોનો બહુ સંખ્ય સમુદાય આજે પણ પુર્ણ શાકાહારી છે. પરંતુ તેમાં રાત્રિભોજન ત્યાગ, અણગળ પાણીનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ ઇત્યાદિના સંદર્ભે શિથિલતા અવશ્ય પેસી ગઈ છે. એટલે ઉપરોક્ત નિયમોના પાલનની પ્રેરણાને સામેલ કર્યા વગર સંપુર્ણ મહેનત નિરર્થક જવાની સંભાવના હતી. આ બધા જ કારણોને લીધે અત્યંત ગંભીરતા પુર્વક વિચાર વિમર્શ કરીને જ આ વર્ષ ને શાકાહાર શ્રાવકાચાર વર્ષના રૂપમાં જ સંબોધિત કરવાનું યોગ્ય લાગ્યું છે. જે સમાજ માંસાહારથી એકદમ દુર છે એવા જૈન સમાજ સમક્ષ માંસાહારનો નિષેધ અને શાકાહાર રૂપે બટાટા, કાંદા, રીંગણા મૂળા, ગાજર આદિ વસ્તુઓ ખાવા નો ઉપદેશ આપવો તે વિસંગત લાગે છે. માંસાહાર નિષેધની સાથોસાથ અભક્ષ્ય પદાર્થો ખાવાનો નિષેધ પણ જરૂરી છે. માત્ર શાકાહાર શબ્દથી અમારો ઉક્ત અભિપ્રાય વ્યક્ત થતો નથી. માટે જ અમે શાકાહારની સાથે શ્રાવકાચાર શબ્દનું જોડાણ આવશ્યક સમજ્યું છે. આ વાત લક્ષમાં રહે કે અમે શાકાહારના પ્રચારને ગૌણ સ્વરૂપ નથી આપ્યું, શાકાહારતો અગ્રસ્થાને છે જ, સાથે સાથે શ્રાવકાચારનો પણ સમાવેશ કરી લીધો છે. ઘણાનો એ પણ પ્રશ્ન છે કે શુદ્ધ શાકાહારી સમાજ ની સન્મુખ માંસાહારના ત્યાગની ચર્ચા સુસંગત લાગે છે ? આ રીતે પ્રશ્નો ઉપસ્થિત કરનાર વ્યક્તિને અમારું એકનમ્ર નિવેદન છે કે શું શ્રાવકાચાર સંદર્ભે આપણા જૈનાચાર્યોએ મઘ, માંસ, મધુના ત્યાગ ની ચર્ચા નથી કરી ? “પુરુષાર્થ સિદ્ધ યુપાય” અને ‘રત્ન કદંડ શ્રાવકાચાર' જેવા સુપ્રસિદ્ધ શ્રાવકાચાર ગ્રંથોમાં પણ વિસ્તૃત રીતે માંસાદિ ભક્ષણના દોષ જણાવ્યા છે અને એમના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. લક્ષમાં લેવા યોગ્ય તથ્યતો એ છે કે માંસાદિ ના ત્યાગની ચર્ચા ८ Page #11 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાનની ચર્ચા ઉપરાંત સમ્યક્યારિત્રના પ્રકરણમાં થઈ છે. અહિંસાવ્રતના સંદર્ભે ચર્ચા કરતા આચાર્ય અમૃતચંદ્ર પુરુષાર્થ સિદ્ધયુપાય'માં ઘણાં વિસ્તારથી અનેક યુક્તિ સહિત માંસાહારનો નિષેધ દશર્વિ છે. એમાં કાચુ માંસ, પકવેલું માંસ, સ્વયંમૃત પશુનું માંસ, મારીને પ્રાપ્ત કરેલું માંસ, શાકાહારી પશુનું માંસ, માંસાહારી પશુનું માંસ ઇત્યાદિના સેવનનો વિસ્તારથી નિષેધ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત પ્રકરણ પર પ્રકાશ પાડવા માટે પુરુષાર્થ સિદ્ધયુપાય' ના અમુક છંદ મૂળતઃ આ પ્રકારે છે. "न विना प्राणिविधातान्मांस्योत्यत्तिरिष्यते यस्मात् । मांसं भजतस्तस्मात् प्रसरत्यनिवारिता हिंसा ॥ ६५ ॥ यदपि किल भवति मांसं स्वयमेव मृतस्य महिषवृषभादेः । तत्रापि भवति हिंसा तदाश्रितनिगोतनिर्मथनात् ॥ ६६ ॥ श्रामास्वपि पक्वास्वपि विपच्यमानासु मांसपेशीषु । સાતત્યનો /જ્ઞાતીના નિમાતાનામ્ | ૬૭ | श्रामां वा पक्वां वा खादति यः स्पृशति व पिशितपेशीम् । स निहिन्ति सततनिचितं पिण्डं बहुजीवकोटीनाम् ॥ ६८ ॥ “પ્રાણીઓનો ઘાત કર્યા સિવાય માંસની ઉત્પતિ અશક્ય છે. એટલે માંસભક્ષી પુરુષ દ્વારા હિંસા અનિવાર્ય છે. પરંતુ આ સત્ય છે કે સ્વયંમૃત બળદ કે પાડાનું માંસ સહજ પ્રાપ્ત થઈ શકે છે. એના મૃત શરીરમાં નિરંતર અનંતાનંત જીવોની ઉત્પત્તિ થતી રહે છે. એનું સેવન પણ હિંસા જ છે. જે કાચા પાકા કોઈ પણ પ્રકારના માંસનું સેવન કરે છે તે અનેક જાતિના જીવસમૂહના પિંડનો ઘાતક બને છે. ” ઉપરોક્ત કથનનું તાત્પર્ય એતો નથી કે આચાર્ય અમૃતચંદ્ર અને સમતચંદ્રના વાચકો અને શ્રોતાઓ અમારા વાચકો અને શ્રોતાઓ કરતા અધિક હન સ્તરના રહ્યા હોય ? નિશ્ચિત રૂપે તત્કાલિન સમાજ સાંપ્રત સમાજની અપેક્ષાએ અધિક સાત્વિક સદાચારી અને નિરામિષ રહ્યો હશે. તો પણ તેઓએ માંસાહારનો વિસ્તારપૂર્વક નિષેધ કર્યો. વસ્તુતઃ તથ્ય એ છે કે જ્યારે જ્યારે શ્રાવકાચારનું વર્ણન કરવામાં આવે ત્યારે તેમાં માંસ, મદિરા અને મધનો નિષેધ અવશ્ય હશે જ. આપણા પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો એ પણ સમય સમય આપણા શ્રાવકાચાર સંબંધી ગ્રંથોમાં આ વિષેનું વિષદ વર્ણન કર્યું છે. આજ કારણથી આજે આપણો જૈન સમાજ શુદ્ધ શાકાહારી છે. સાંપ્રત સમયમાં આ ચર્ચા એટલી જ મહત્ત્વ પૂર્ણ છે જેટલી ભૂતકાળમાં હતી. કારણકે સમાજમાં માંસાહાર અને મદ્યપાન નિષેધનું વાતાવરણ ટકાવી Page #12 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર રાખવું અત્યંત આવશ્યક છે. ભલે પ્રત્યક્ષ રીતે માંસાહારનો ઉપયોગ આપણા સમાજમાં પ્રચલીત ન હોય તો પણ ઘણા જ ત્રસ જીવોની ઘાત જાણતા અજાણતા આપણા સૌથી થાય છે. એટલે માંસાહાર અને મદ્યપાનના નિષેધની ચર્ચા આવશ્યકજ નહી, અનિવાર્ય છે. જૈન દર્શનની પિરભાષા અનુસાર ત્રસ જીવોના શરીરનું નામજ માંસ છે. બે ઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવ ત્રસજીવ કહેવાય છે. માંસની ઉત્પતિ ત્રસ જીવોના ઘાતથી તો થાય જ છે. સાથો સાથ માંસમાં નિરંતર અનંતા ત્રસજીવોની ઉત્પત્તિ પણ થયા કરે છે. એટલે માંસ સેવનમાં એક ત્રસ જીવની હિંસાના દોષ સાથે અનંતા ત્રસ જીવોની હિંસાના દોષી પણ થવાય છે. અનેક બિમારીઓનું ઘર માંસાહાર જ છે. અમુક લોકો કહે છે કે શારિરીક શક્તિ પ્રાપ્ત કરવી હોય તો માંસાહાર આવશ્યક છે. કેમ કે માંસ શક્તિનો ભંડાર છે. શાકભાજી ખાવાવાળામાં શક્તિ ક્યાંથી હોય ? એવા અજ્ઞાની લોકોને એ કહેવા માગીએ છીએ કે માંસાહારી લોકો શાકાહારી પ્રાણીઓનું જ માંસ ખાય છે નહીં કે માંસાહારી પશુઓનું. કુતરા અને સિંહનું માંસ કોણ ખાય છે ! કપાય છે તો બિચારી શુદ્ધ શાકાહારી ગાય બકરી જ. જે પ્રાણીઓના માંસને આપણે શક્તિનો ભંડાર કહીએ છીએ એમનામાં એ શક્તિ ક્યાંથી આવી ? એ વિચાર આપણે કદી કર્યો છે. ? બંધુઓ, શાકાહારી પશુ જેટલા શક્તિશાળી હોય છે એટલા માંસાહારી નથી. શાકાહારી હાથી જેટલી શક્તિ બીજા કયા પ્રાણીમાં છે. ? ભલે સિંહ છળ કપટથી હાથીને મારી નાખે પરંતુ હાથી જેટલી શક્તિ તેનામાં કયારેય ન આવી શકે. હાથીનો એકમાત્ર પગ જો સિંહ પર પડી જાય તો એના ભુક્કા બોલી જાય. પણ જો સિંહ હાથી ૫૨ સવારી કરે તો હાથીને કંઈ થવાનું નથી. શાકાહારી ઘોડાને આજે પણ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મોટા મોટા મશીનોની ક્ષમતાને આજે પણ આપણે હોર્સ પાવર (H.P)થી માપીએ છીએ. શાકાહારી પશુ સામાજીક પ્રાણી છે. હળીમળીને સમૂહમાં રહે છે. માંસાહારી પ્રાણી ક્યારેય સમુહમાં રહેતા નથી. એક કુતરાને જોઈને બીજો અવશ્ય ભસે છે. શાકાહારી પશુઓની જેમ જ મનુષ્ય પણ સામાજીક પ્રાણી છે. હળીમળીને જ રહેવાનું છે અને એ રીતે રહેવામાં સમગ્ર માનવ જાતિની ભલાઈ છે. માંસાહારી સિંહોની સંખ્યા ઓછી થતી જાય છે. એમની રક્ષા કરવાના ઉપાયો થઈ રહ્યાં છે. પરંતુ શાકાહારી પશુઓની હજારોની સંખ્યામાં રોજબરોજ કતલો થવા છતાં પણ સમાપ્ત કે ઓછી થતી નથી. શાકાહારીઓમાં અજબ ગજબની જીવન શક્તિ હોય છે. ૧૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ – શાકાહાર મનુષ્યનાં દાંત અને આંતરડાની રચના શાકાહારી પ્રાણીઓ જેવી છે. માંસાહારી પ્રાણીઓ જેવી નહીં, મનુષ્ય સ્વભાવથી જ શાકાહારી છે. સ્વભાવથી જ એની દયાળુ પ્રકૃતિ છે. કદાચ મનુષ્યને મારીને જ એનું માંસ ખાવાનું કહેવામાં આવેતો ૧૦% લોકો પણ માંસાહારી નહી રહે. જે માંસાહારીઓ છે એમને જો એકવાર કતલખાને લઈ જઈ દેખાડવામાં આવે કે કેટલી નિર્દયતાથી પશુઓની કતલ થાય છે અને પશુઓ જે ચિચિયારી પાડે છે. એ દારૂણ દશ્ય જોઈ લીધા પછી માણસ ક્યારેય માંસાહાર કરી શકે નહીં. ટી.વી. પર જો કતલખાનાના દશ્ય દેખાડવામાં આવે તો માંસનું વેચાણ અર્ધ પણ ન રહે. માંસાહારી પશુઓ દિવસ દરમ્યાન આરામ કરે છે અને રાત્રે ભક્ષ્ય શોધવા શિકાર માટે નિકળે છે. પરંતુ શાકાહારી પશુઓ દિવસે ખાય છે અને રાત્રિ દરમ્યાન આરામ કરે છે. જો શાકાહારી પશુઓ દ્વારા સહજતાથી રાત્રિભોજનનો ત્યાગ થાય છે તો મનુષ્ય રાત્રિભોજન કરવું ક્યાં સુધી ઉચિત છે? પ્રશ્ન : આજકાલ શાકાહારી પશુ રાત્રે ખાવા લાગ્યા છે, અમે અનેક ગાયોને રાત્રે ખાતા જોઈ છે. ઉત્તર ઃ હા ખાય છે એ ખરું છે. અવશ્ય ખાય છે, અવશ્ય ખાય છે, કારણ કે એમના માલિક મનુષ્યો પણ રાત્રે ખાય છે ! માનવો એ પશુઓને પણ વિકતા કરી દીધાં છે. જ્યારે કોઈ પાળેલા પ્રાણીને તમે દિવસ દરમ્યાન ભોજન આપો નહિ, રાત્રે જ આપો તો બિચારું અબુધ પ્રાણી શું કરે ? કોઈ વન વિહારી શાકાહારી પશુને રાત્રે ભોજન કરતાં જોયું હોય તો કહો? બંધુઓ ! મનુષ્ય અને શાકાહારી પશુ સ્વભાવથી જ દિવસ દરમ્યાન ભોજન લેવાવાળા છે એટલે જ જૈન ધર્મમાં રાત્રિભોજનના ત્યાગનો ઉપદેશ, સ્વભાવને અનુકૂળ અને પૂર્ણતઃ વૈજ્ઞાનિક છે. રાત્રિભોજનના ત્યાગના વિરોધમાં એક તર્ક એ પણ કરવામાં આવે છે કે બે ભોજનના સમયમાં જેટલું અંતર જોઈએ તેટલું દિવસ દરમ્યાન રહી નથી શકતું કારણ કે સવારે ૯-૧૦ વાગે ભોજન લીધા પછી સાંજે ૪-૫ વાગે જમીએ તો સમયનું અંતર માત્ર ૪ થી ૬ કલાક જ રહે છે અને સાંજના ભોજન પછી બીજા દિવસે સવાર સુધીમાં લગભગ ૧૬ થી ૧૭ કલાકનું અંતર થઈ જાય છે. આ તકના પ્રત્યુત્તર રૂપે અમે આપને જ પુછીએ ‘તમારી મોટર રાત્રિ દરમ્યાન કેટલું પેટ્રોલ વાપરે છે ?' જરા પણ નહિ શા માટે ? કારણ કે મોટર રાત્રિના ચલાવતા નથી એતો ગેરેજમાં હોય છે ગેરેજમાં E Page #14 -------------------------------------------------------------------------- ________________ EASE પડેલી મોટરને પેટ્રોલની જરૂર જ નથી” આત્મ બંધુઓ ! આજ સરળ વાત અમે કહેવા માગીએ છીએ કે જ્યારે માણસ ચાલે છે શ્રમ કરે છે તો એને ભોજન જોઈએ. જ્યારે તે આરામ કરે છે ત્યારે તેને એટલા ભોજનની જરૂર પડતી નથી. આપણને જેમ આરામ જોઈએ છે. તેમને આપણા શરીરને, આંખોને, આંતરડાને બધાને આરામની જરૂર પડે છે. જો બરાબર આરામ ન મળે તો ક્યાં સુધી એની કાર્યશક્તિ ટકી શકે ? મશીનો ને પણ આરામની જરૂર પડે છે. એટલે રાત્રિભોજન આપણી પ્રકૃતિની વિરૂદ્ધ છે. ડૉકટરોનું કહેવું છે સુવાના સમય પહેલા ચાર કલાક વહેલું જમી લેવું. જો આપણે રાત્રે ૧૦ વાગે જમીએ તો સુઈએ કયારે? રાત્રિભોજન ત્યાગની જેમ જ પાણી ગાળીને પીવાનું વૈજ્ઞાનિક રીતે યોગ્ય છે. પાણીની શુદ્ધતા વિષે આજે જેટલું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે તેવું પહેલા ક્યારેય નહોતું કરવામાં આવ્યું. માટે આજનો યુગ તો આપણા જૈન સિદ્ધાંતને માટે પૂર્ણ અનુકૂળ છે. સ્વસ્થ જીવન જીવવા માટે સ્વચ્છ શુદ્ધ પાણી આવશ્યક છે. આ રીતે આપણે સ્પષ્ટ કરી શકીએ કે જૈનાચાર અને જેને વિચાર પ્રકૃતિને અનુરૂપ છે અને પુર્ણતઃ વૈજ્ઞાનિક છે. જરૂરત માત્ર એટલો જ છે કે આપણે યોગ્ય અને સચોટ રીતે એને લોકો સમક્ષ રજુઆત કરવી. આજ કાલ ઈંડાને શાકાહાર ગણાવી લોકોના માનસ ને ભ્રષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ખોટા પ્રચારનો શિકાર આપણા જૈન યુવકો પણ થઈ રહ્યાં છે. માટે આપણા સહુનું સામુહિક કર્તવ્ય છે કે આ સંદર્ભે સમાજને જાગૃત કરવો. - શાકાહારતો વનસ્પતિ દ્વારા ઉત્પાદિત ખાદ્યને જ કહેવામાં આવે છે. વનસ્પત્યાહારને જ આપણે શાકાહારમાં મૂકી શકીએ એ રીતે ઈંડા ન તો અનાજ ની જેમ કોઈ ખેતરની પેદાશ છે કે નથી કોઈ શાકભાજી ફળની જેમ વેલ યા વૃક્ષ પર ઉગતા. ઈડાતો સ્પષ્ટ રીતે તિર્યંચ પંચેન્દ્રિય કુકડીનું જ સંતાન છે. આ વાત તો સર્વ વિદિત છે. બે ઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વે જીવોના શરીરનો અંશ માંસ જ છે માટે ઈડા એ સંપુર્ણ રીતે માંસાહાર જ છે. આ સંદર્ભે ઘણી વ્યક્તિઓ કહે છે દુધ પણ ગાય બકરી ના શરીરનું અંશ છે. પરંતુ દુધ અને ઈડામાં જમીન આસમાનનું અંતર છે. દુધ દોહવાથી ગાય બકરીના શરીરને કે જીવને હાની થતી નથી. જ્યારે ઈડાના સેવનથી તો તેનામા રહેલા જીવનો જ સર્વનાશ થઈ જાય છે. ગાય બકરીનું દુધ સમયસર દોહીએ નહી તો એને તકલીફ થાય છે. બાળકને ધવરાવવા વાળી માતા પોતાના બાળકને સમયસર દુધ પીવરાવે છે. જો એમ ન કરે તો માતાને તકલીફ થાય છે. અને તેણીને ધાવણ હાથેથી કાઢી લેવું પડે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ શાકાહા આ વસ્તુને ધ્યાનમાં લઈ કોઈ કહે કે દુધ દોહવાથી ગાયને ભલે તકલીફ ન થાય. પરંતુ તેના દુધ પર તો વાછરડાનો જ અધિકાર છે ને ? આપણે એ કેમ લઈ શકીએ ? શું આ ગાય અને વાછરડા સાથે અન્યાય નથી ? હા, એક દૃષ્ટિકોણથી તપાસીએ તો અન્યાયતો થાય છે. પણ આમા એવી કોઈ ભયંકર હિંસા નથી જે માંસાહારમાં થાય છે. ઉંડાણથી વિચાર કરીએ તો આને અન્યાય કહેવો પણ ઉચિત નથી. કારણ ગાયનું દુધ લેવાની સાથે આપણે ગાયના ઘાસ ચારાની અને અન્ય પ્રકારની સર્વ સુવિધા સુરક્ષા પુરી પાડીએ છીએ. જો ગાય ઘ્વારા આપણને દુધ પ્રાપ્ત થાય નહી તો તેના ભોજન પાણીની પાલનની વ્યવસ્થા કોણ કરે ? ગાયની વાત બાજુ પર મુકીએ, પણ વાછરડાને તો અન્યાય થાય છે કારણ કે તેનો દુધ પીવાનો અધિકાર છીનવાઈ જાય છે. પણ આ વાત સુસંગત નથી. ગાયને દુધને બદલે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એનાથી દુધનું ઉત્પાદન વધે છે. વધારાનું દુધ દોહી લેવામાં આવે છે. વાછરડું નાનું હોય ત્યારે તેના ભાગનું દુધ તો તે પી જાય છે. જો આ ગાય જંગલમાં ઘાસચારો ખાતી હોયતો એને ઓછું દુધ આવે છે જ્યારે ગાયને ઘેરે આપણે સારો ખોરાક ખોળકપાસીઆ ખવડાવીએ તો તેને શક્તિ વધવાની સાથે દુધનું ઉત્પાદન પણ વધે છે. આ વધારાનું દુધ દોહી લઈ ને જ એનો ઉપયોગ થાય છે. એટલે વાછરડાને અન્યાય થવાની વાતમાં કોઈ વજુદ નથી. આતો એક આદાન-પ્રદાનની પ્રણાલિકા છે. આમાં અન્યાયને સ્થાન નથી. મનુષ્ય જાતિમાં આ પ્રકારની આદાન-પ્રદાન (બદલા પદ્ધતિ)ની પ્રણાલિકા ચાલી જ આવી છે. બીજી વ્યક્તિ પાસેથી સેવા કરાવી અને તેને મહેનતાણું (પારિશ્રમિક) દ્રવ્ય રૂપે આપીએ છીએ. કોઈ બેકાર વ્યક્તિને યોગ્ય મહેનતાણું આપી કામ કરાવે તો તેને પરોપકાર કહેવામાં આવે છે. તેને શોષણ કે અન્યાય એવું કહેતા નથી. ઠીક એવી રીતે જ ગાય વાછરડાની સર્વ પ્રકારની સેવા કરીને દુધ પ્રાપ્ત કરવા ને પરસ્પર ઉપકારના સંદર્ભે જોવું જોઈએ. અન્યાય કે શોષણના રૂપમાં નહી. ભારતીય સંસ્કૃતિમાંતો ગાયને માતા જેવું સન્માન આપવામાં આવેલ છે. એટલે ઈંડાની તુલના દુધની સાથે તદ્ન અસંગતતો છે જ સાથે અજ્ઞાનતાની સૂચક પણ છે. આ વિષે જો કોઈ તર્ક કરે કે દુધ ન દોહવાથી ગાયને તકલીફ થાય અથવા દુધના બદલે ગાયને ઘાસચારો નાખીએ છીએ. એવી જ રીતે મરઘીએ ઈંડા આપવા કુદરતી છે અને ઇંડાને બદલે અમે એનું ભરણ પોષણ (-લાલન પાલન) કરીએ છીએ માટે દુધ અને ઇંડા સરખા જ કહેવાય. આ કથન પણ અયોગ્ય છે. કારણ કે જેમ ઇંડા એ કુકડીના સંતાન છે ૧૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર એમ દૂધ એ કંઈ ગાયનું સંતાન નથી. સત્ય હકીકત એ છે કે ઇંડા દુધની સમાન નહી પણ વાછરડા સમાન છે. માટે ઇંડા ખાવા એ વાછરડું ખાવા બરાબર છે. આ વિધાને ઘણા કહે છે કે શાકાહારી ઇંડામાં બચ્ચાઓનો જન્મ ન થાય. માટે એ દુધની જેમ અજીવ છે. આ વાત તદ્ન તથ્યહીન છે. કેમ કે ઇંડુ એ મરઘીના પ્રજનન અંગનું ઉત્પાદન છે. એટલે અશુચિ તો છે જ. સાથે સાથે ઉત્પન્ન થયા પછી જ એની વૃદ્ધિ થાય છે. સડતું નથી માટે સજીવ જ છે. ભલે પૂર્ણતા પ્રાપ્ત કરવાની ક્ષમતા એનામાં ન હોય. છતાં પણ ઇંડાને અજીવ તો કોઈ પણ કારણે કહી શકાય જ નહી. બીજું ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે જેનું નામ જ ઇંડુ છે જેનો આકાર અંડાકાર છે. ઇંડાના સ્વરૂપે જ છે અને ઇંડા તરીકે જ ખાવામાં આવે છે જે કોઈના કહેવાથી એને અજીવ માની લઈએ તો પણ એના સેવનમાં ઇંડાનો જ સંકલ્પ હોવાથી માંસાહારનો પુરે પુરો દોષ લાગે છે. આપણાં જૈન દર્શનમાંતો તમે માટી કે લોટનું કોઈ પશુ-પ્રાણીનું પુતળુ બનાવીને તેનો વધ કરો તો પણ ભાવથી અપેક્ષાએ નરક નિગોદના ફળ ભાખવામાં આવ્યા છે. તો સાક્ષાત ઈંડાનું સેવન કઈ રીતે સંભવ છે ? ઇંડા ખાવા વિષે જે સંકોચ અમારા માનસમાં છે તે જો એકવાર અજીવ શાકાહારી ઇંડાને નામે આ સંકોચ સમાપ્ત થઈ જાય તો પછી એ કોણ ધ્યાનમાં લે છે કે જે ઇંડાનું સેવન તેઓ કરી રહ્યા છે તે સજીવ છે કે અજીવ. સજીવ અજીવની રજુઆત કરી લોકોની મતિભ્રમ કરવામાં આવે છે. ઇંડાને શાકાહારી બનાવી તેનું વેચાણ વધારવાનો ઇંડાના વ્યાપારીઓનું મોટુ ષતંત્ર છે. જેનો શિકાર શાકાહારી લોકો બની રહ્યા છે. એક ટૂથ પેસ્ટ કંપનીનું સેલ થોડા વર્ષોમાં વધ્યું નહીં. અનેક પ્રયત્નો કરવા છતાં ભરપૂર પ્રચાર પ્રસાર કરવા છતાં પણ સેલમાં વધારો થયો નહી એટલે જુના સેલ્સ મેનેજરની જગ્યાએ નવા સેલ્સ મેનેજરની નિયુક્તિ કરવામાં આવી. નવા મેનેજરે જોયું કે જે પ્રમાણે સેલ જોઈએ એટલું તો છે જ. એણે સેલ વધા૨વા યુક્તિ અજમાવી પેસ્ટનું જે મોઢું હતું તેના કરતા મોટું મોઢું કરી નાખ્યું. પેસ્ટની ટયુબમાં જ ફેરફાર કર્યો જે થોડી પેસ્ટ બહાર આવતી હતી તે વધુ બહાર આવવા લાગી. લોકોને એક પેસ્ટ જે મહીનો ચાલતી હતી તે ૨૦ થી ૨૫ દિવસમાં ખલાસ થવા લાગી. આ પ્રમાણે સેલ્સ મેનેજરની હોંશીયારી કહો કે ચાલાકી એણે પેસ્ટનું સેલ વધારી દીધું. આજ પ્રકારે જ્યારે ઇંડાના વેપારીઓએ જોયું કે, ઇંડા માંસાહારીતો ખાવા જ માંડયા છે. તો એનું વેચાણ કેમ વધારવું ? આના ઉપાય રૂપે તેમણે શાકાહારીઓમાં શાકાહારી ઇંડાના અંચળા હેઠળ ઘુસીને તેનું વેચાણ શરૂ કરી ૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ શારિ દીધું. આ શાણા વેપારીઓ સારી રીતે જાણતા હતા કે, શાકાહારીઓ પોતાના ખાન-પાન, વ્રત નિયમોના પાલનમાં ઘણાં જ કટ્ટર છે એટલે ઇંડાનાં લાભ બતાવીને તેમને ભોળવી નહી શકાય. પરંતુ જો ઈંડાને શાકાહાર બતાવી પ્રચાર-પ્રસાર કરવામાં આવે તો જરૂર સફળ થવાય. શાકાહારીઓના ઘરમાં ઇંડા આવી જ રીતે ઘુસાડી શકય. બસ આવી જ રીતે તેમણે જોર શોરથી પ્રચાર શરૂ કરી દીધો કે ઇંડા બે પ્રકારના છે શાકાહારી અને માંસાહારી. આ તેમની હોંશીયારી કહો કે ચાલાકી. તેઓ પોતાની ચાલમાં સફળ થયાં લાગે છે. કારણ ઘણાં શાકાહારીઓ આ દુષ્પ્રચારનો ભોગ બની રહ્યાં છે. હજુ પણ સ્થિતિ એટલી ભયંકર નથી થઈ કે કંઈ પગલા જ ન લઈ શકાય. જો આપણે હજી પણ સાવધાન નહી થઈએ તો થોડા દિવસોમાં એવી જટિલ સમસ્યામાં પહોંચી જઈશું જેનો ઉકેલ શોધવો મુશ્કેલ થઈ જશે. માટે જ શાકાહારી ઇંડાના દુષ્પ્રચારથી શાકાહારીઓને બચાવવાનું આપણાં સૌનું નૈતિક કર્તવ્ય છે. એમ ન થાય કે નાની બાબતો ને લઈને અમે ઝગડતા રહીએ અને અમારી ભવિષ્યની પેઢી, અમારા નાના ભૂલકાઓ પુર્ણતઃ સંસ્કારહીન, તત્ત્વજ્ઞાનહીન અને સદાચારહીન બની જાય. જો આવું પિરણામ આવે તો ઇતિહાસ અને આપણી ભાવિ પેઢી આપણને કદી માફ નહી કરે. મઘ માંસની સાથે જૈન દર્શનમાં મધુ (મધ)ના ત્યાગનો પણ ઉપદેશ આપવામાં આવ્યો છે. મધ એ મધમાખીનું મળ છે. અને એના વિનાશ દ્વારા જ ઉત્પન્ન થાય છે. એમાં નિરંતર અસંખ્ય જીવની ઉત્ત્પત્તિ થતી રહે છે. માટે એ પણ અભક્ષ્ય છે. ખાવા માટે યોગ્ય નથી. જૈનાહાર વિજ્ઞાનનો મૂળ આધાર અહિંસા છે. સર્વ પ્રથમતો આપણે એવો જ આહાર ગ્રહણ કરવો જોઈએ જે પુર્ણતઃ અહિંસક હોય. જો પુર્ણતઃ અહિંસક આહારથી જીવન સંભવ ન હોય અથવા અમે એનું પાલન કરી ન શકીએ. તો જેમાં ઓછામાં ઓછી હિંસા થાય એવા નિરામિષ આહારનું જીવન-ધોરણ અપનાવવું જોઈએ. આહાર માટે પંચેન્દ્રિય જીવોના ઘાતનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પ્રત્યેક ત્રસજીવોની હિંસાથી (યેન કેન પ્રકારેણ) દરેક ઉપાયે બચવું જોઈએ. આ દરેક તત્ત્વોને લક્ષમાં રાખીને જ જૈન આહારને સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. સર્વ પ્રથમ તો ઘઉં, ચોખા આદિ અનાજ અને ચણા આદિ દાળો અને તલ શીંગ આદિના ઉપયોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કારણ આ પુર્ણતઃ અહિંસક આહાર છે. સ્થાવર જીવોમાં વિશેષકર વનસ્પિકાયનોજ આહાર માં ઉપયોગ થાય છે. અનાજ કઠોણ દાળો ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે તેના છોડવાઓ આયુ પુર્ણ કરી નાશ પામે છે. જો લીલા કાચા છોડવાઓને તોડવામાં ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ - શાકાહાર | આવે તો અનાજ પણ પુરી માત્રામાં પાકે નહી. એટલે એને પૂર્ણ પાકીને સુકાવવું જ પડે છે. માટે જ અનાજ દાળ કઠોળ એ સંપૂર્ણ અહિંસક આહાર છે. જો કે ઘઉં આદિ પુર્ણતઃ અજીવ છે તો એ એને વાવવાથી એ ઉગે છે અંકુર ફૂટે છે. પરંતુ ચોખા તો એનાથી પણ શ્રેષ્ઠ છે, કારણ કમોદના છોતરા અલગ થયા પછી જ ચોખા બને છે. અને ચોખા ઉગાડવાથી ઉગે નહી. આજ કારણથી જીન પૂજનમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવસ્થિત રીતે સાફ કરેલું અનાજ જેમાં જીવ-જંતુ પણ ન હોય એવા ઘઉં ચોખા દાળ વિગેરે સર્વોત્તમ આહાર છે, આમાં સૂકો મેવો સુકા ફળોનો પણ સમાવેશ થાય છે. પછી પાકેલા ફળો અને સ્વયં નીચે પડેલા ફળોનો સમાવેશ થાય છે. કારણ કે એના ઉપયોગથી કોઈ પણ જીવજંતુને કશી જ પીડા થતી નથી. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કે ફળો તો ઘઉં ચોખા વિગેરની જેમ જ નિરાપદ છે છતાં એનો ક્રમ બીજો કેમ? પ્રત્યુત્તર એ કે પાકેલા ફળો રસપૂર્ણ હોવાથી ભીના હોય છે. એટલા માટે ત્રસજીવોની ઉત્પત્તિની શીધ્ર સંભાવના હોય છે. આ જ કારણથી એને ઘઉંની જેમ યોગ્ય આહાર તરીકે સ્વીકારવામાં આવતાં નથી. પછીનો ક્રમાંક શાકભાજીનો આવે છે. કારણ શાકભાજીતો નિશ્ચિત રૂપે જ લીલોતરી હોય છે, એને સચિત અવસ્થામાં જ છોડ, વેલામાંથી ચૂંટવામાં આવે છે. અને એને તોડવાથી છોડ વેલાઓને પિડા થવાની એ વાત ચોક્કસ છે. ઝાડ છોડવાઓના મૂળ જેને કંદમૂળ કહેવામાં આવે છે, એનો આહાર તરીકે ખાવામાં સંપૂર્ણ નિષેધ છે. કારણ, જડ મૂળ સમાપ્ત થઈ જવાથી છોડવાઓનો સંપૂર્ણ નાશ થાય છે, કંદમૂળ સાધારણ વનસ્પતિ હોવાથી એમાં અનંત જીવ રહે છે. આ કારણથી પણ એના ઉપયોગ નો નિષેધ છે. જૈનાચારમાં શ્રાવકાચારના સંદર્ભે પાંચ પ્રકારના અભક્ષ્ય બતાવવામાં આવ્યા છે. (૧) ત્રસઘાત મૂલક (૨) બહુઘાત મૂલક (૩) નશાકારક (૪) અનૂપસેવ્ય અને (૫) અનિષ્ટ જેમાં ત્રસજીવોની ઘાત થાય છે એવા માંસાદિ ત્રસઘાત મૂલક છે. જેમાં અસંખ્ય સ્થાવર જીવોનો ઘાત થાય છે એવા કંદમૂળ, જમીકંદ આદિ બહુઘાત મૂલક અભક્ષ્ય છે. જે નશો ઉત્પન્ન કરે છે એવા મધ, (મદિરા) નશીલી દવાઓ (ડ્રગ્સ, બ્રાઉનસ્યુગર) વિગેરે અભક્ષ્ય છે. જેનું સેવન લોકનિંદા હોય, જે સજ્જન વ્યક્તિઓને સેવવા યોગ્ય ન હોય એવી લાળ, મળ, મુત્રાદિ અનુપસેવ્ય અભક્ષ્ય છે. જે સ્વાધ્યને માટે હાનિકારક હોય એ અનિષ્ટ અભક્ષ્ય છે જેવી રીતે ડાયાબીટીશ (મધુમેહ)ના દર્દીઓ માટે સાકાર વિગેરે ગળ્યા પદાર્થો ઉપરોક્ત અભક્ષ્યના વર્ગીકરણથી જૈન આહારની વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે. સાથોસાથ એ પણ સ્પષ્ટ થાય છે કે જૈન આહાર અહિંસા મૂલક છે. ૧૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ - શાકાહાર | અહીં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અનિષ્ટ અભક્ષ્યમાં હિંસા-અહિંસાનો શું સંબંધ છે, કેમ કે મધુમેહવાળા દર્દીને તો જેમાં જરાપણ હિંસા ન હોય તેવા ગળ્યા પદાર્થોની બંધી હોય છે એવા મીઠા પદાર્થ પણ અભક્ષ્ય હોય છે. જવાબ એ છે જે પદાર્થો સ્વાથ્ય માટે હાનિકારક હોય એ પદાર્થોનું સેવન તીવ્રરાગ વિના સંભવ નથી. આ તથ્થતો સર્વ વિદિત છે. જેના દર્શનમાં રાગ ભાવને જ ભાવ હિંસા કહી છે. એટલે અનિષ્ટ નામક, અભક્ષ્યમાં દ્રવ્ય હિંસા ભલે ન હોય પણ ભાવહિંસાતો છે જ એક દૃષ્ટિએ દ્રવ્ય હિંસા પણ છે જ કારણ કે એમાં ભલે બીજાના દ્રવ્ય પ્રાણોની હિંસા ન થાય પરંતુ તંદુરસ્તીને હાનીકારક હોવાથી સ્વના દ્રવ્ય પ્રાણની હિંસા જરૂર થાય છે. શાકાહારના પ્રચાર પ્રસારના સંદર્ભે એક વાત વિચારણીય છે. શાકાહાર પક્ષે પ્રચાર કરતી વખતે અમૂક વ્યક્તિઓ માત્ર એજ રજુઆત કરે છે કે શાકાહાર સ્વાથ્યને અનુકૂળ છે. જ્યારે માંસાહાર અનેક બિમારીઓનું ઘર છે અને શાકાહારની અપેક્ષાએ ઘણો મોંઘો છે. પરંતુ તેઓ એ વાતની ઉપેક્ષા સેવે છે કે માંસાહાર અપવિત્ર છે, અનૈતિક છે, હિંસક છે. અને અનંત દુઃખોનું કારણ છે. આવી જ રીતે અન્ય વર્ગ માંસાહારની અપવિત્રતા અને અનૈતિકતાનો પ્રચાર જરૂર કરે છે પરંતુ તેનાથી થતી લૌકિક હાનિઓ (નુકશાન) વિષે પ્રકાશ નથી પાડતા. . માનવ સમાજમાં દરેક પ્રકારના લોકો વસે છે. થોડા લોકોતો ધર્મભીરૂ અને અહિંસક વૃત્તિના હોય છે જેઓ અપવિત્ર અને હિંસાથી ઉત્પન્ન પદાર્થો ને ભાવનાના સ્તરે જ અસ્વીકાર કરી દે છે. આવી વૃત્તિવાળા લોકો તેનાથી થતી લૌકિક લાભ-હાનિની ગડમથલમાં પડતા નથી. પરંતુ અમુક વર્ગ એવો છે કે જેનો દ્રષ્ટિકોણ ભૌતિક હોય છે. દરેક વાતને લૌકિક અને આર્થિક લાભાલાભથી મૂલવે છે અને એના જ આધારે નિર્ણયો લે છે, આવા વર્ગને જ્યાં સુધી સ્વાથ્ય સંબંધી લાભ-હાની અને આર્થિક નફો-નુકશાન ન બતાવીએ ત્યાં સુધી તેઓ કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી. જ્યારે આપણે આવા બહુજન સમુદાય સમાજમાં શાકાહારનો પ્રચાર કરવો હોય તો સમતોલપણું જાળવી ને બન્ને દ્રષ્ટિએ પ્રચાર પ્રસાર કરવો પડશે. માંસાહાર દ્વારા આર્થિક અને સ્વાથ્ય સંબંધી થતી નુકશાની અને તેના ત્યાગ દ્વારા થતા દરેક પ્રકારના લાભોનું વિવરણ આપવું અનિવાર્ય છે. એટલી જ અનિવાર્યતા નૈતિકતા અને અહિંસાના આધારે ભાવનાત્મક સ્તરે માંસાહાર પ્રતિ અરૂચિ કરાવવાની પણ છે. બન્ને પક્ષે કરેલા પ્રચાર પ્રસારથી ધારી સફળતા અવશ્ય મળી શકે. ૧૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર શાકાહાર અને શ્રાવકાચારના સ્વરૂપ, ઉપયોગિતા અને આવશ્યકતા પર વિચાર કરવા ઉપરાંત હવે એ પરિસ્થિતિ નો પણ વિચાર અપેક્ષિત છે કે જેના કારણે માંસાહારને પ્રોત્સાહન મળી રહ્યું છે. અને શાકાહાર શ્રાવકાચારની નિરંતર હાનિ થઈ રહી છે. એ ઉપાયો ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે જે શાકાહાર અને શ્રાવકાચારના પ્રચાર પ્રસારનો માર્ગ પ્રશસ્ત કરતા હોય. આજે બજારોમાંથી તૈયાર સામગ્રી લાવીને ખાવા પીવાની પ્રવૃત્તિ નિરંતર વધી રહી છે. મહિલાઓ ઘર બહારના ક્ષેત્રમાં આવી જવાથી આ પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળ્યું છે. હવે કોઈ ઘરના રસોડે ભોજન બનાવી જમવા માગતું નથી, બધા તૈયાર ભોજન માટે હોટલો કે બજારો ભણી દોડે છે. આજે ન કેવળ કંદોઈ કે ફરસાણની દુકાનો તરફ અથવા હોટલો અને ભોજનાલયો તરફ લોકો દોડતા થઈ ગયા છે પરંતુ હવે તો ભોજય સામગ્રી (ફૂડ પ્રોસેસીંગ) ના મોટા પાયે ઉદ્યોગો સ્થપાઈ ચૂક્યા છે. આ બધુ પશ્ચિમનું અનુકરણ છે. આ પ્રકારની બજારૂ વસ્તુઓના સેવનથી જાણ્યે-અજાયે મધ-માંસનું સેવન થતું રહે છે. આવી જ રીતે બજારોમાં તૈયાર સૌંદર્ય પ્રસાધનોમાં પણ એવા પદાર્થો સામેલ હોય છે જેના ઉત્પાદનમાં હિંસા તો થાય જ છે, તે પણ ક્રૂરતાથી. જે લોકો પૂર્ણતઃ શાકાહારી છે, અહિંસક છે, અહિંસક અને શાકાહારી જ રહેવા માગે છે તેઓ પણ જાણે અજાણે એ વસ્તુઓને ખાતા-પીતા રહે છે. એવા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે જેમાં હિંસક અને અપવિત્ર વસ્તુઓનું સમિશ્રણ હોય છે. મદ્ય, (મદિરા) માંસ મધનો યેન કેન પ્રકારે ઉપયોગ થતો જ હોય છે. આવી રીતે અજાણતા તેઓ માંસાહારમાં સહભાગી થઈ જાય છે. જો શાકાહારી સમાજને આ પ્રકારના માંસાહાર મદ્યપાન અને હિંસક સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી બચાવવો હોય તો આપણે બજારોમાં એવા ઉત્પાદન ઉપલબ્ધ કરાવવા જોશે જેમાં માંસ, ચબ ઈડાનો ઉપયોગ ન થયો હોય. જે અહિંસક હોય જેની બનાવટમાં કોઈપણ જાતની હિંસા ન થઈ હોય. સાથે જેમાં મધ અને મધનો ઉપયોગ ન થયો હોય. કારણ કે હવે બજારોમાં ઉપલબ્ધ ખાદ્ય સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ને આપણે રોકી શકીએ તેમ નથી. માટે ઉપરોક્ત સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જે આપણે હિંસક પદાર્થોની સામે અહિંસક પદાર્થો એ જ કિમંતે ગુણવત્તાનું ધોરણ જળવીને અથવા ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ કરાવી શકીએ તો ધારેલી સફળતા અવશ્ય મળી શકે. આવી કલ્યાણકારી કાર્ડ માટે મોટા ઉદ્યોગપતિએ આગળ આવતું જોઈશે. આ લડાઈનો સામનો અનેક મોરચે કરવો પડશે. ઉદ્યોગપતિ અહિંસક ખાદ્ય સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનો તૈયાર કરે, સાધુ-સંતો અને પ્રભાવશાળી Page #21 -------------------------------------------------------------------------- ________________ જ - શાકાહાર - ચિંતકો, સર્જકો, વક્તાઓ અને વિદ્વાનો આ માટે સમાજના માનસનું ઘડતર કરે. તબીબો અને ચિકિત્સકો પણ એ સાબીત કરી બતાવે કે સ્વાધ્યને માટે શાકાહાર જ શ્રેષ્ઠ આહાર છે. જેટલો પ્રભાવ એક ચિકિત્સક (ડૉકટર) પાડી શકે એટલો કોઈ સાધુ, સંત, પ્રવકતા કે વિદ્વાન તો ન જ પાડી શકે. કારણ કે લોકોને જીવન અને અને સ્વાથ્યની જેટલી ચિંતા છે તેટલી ચિંતા ધર્મ કર્મની નથી, નૈતિકતાની પણ નથી. અનુસંધાન કતઓનું એ પણ કર્તવ્ય છે કે ભોજન સામગ્રીની એક એવી ફૉર્મ્યૂલા તૈયાર કરે કે જેમાં ખર્ચ ઓછો હોય અને સ્વાથ્યને અનુકુળ વિટામીન આદિ તત્ત્વોનો પણ એમાં સમાવેશ થઈ જાય આવી ફોર્મ્યુલાના આધારે ઉદ્યોગપતિ ખાદ્ય સામગ્રી તૈયાર કરે, સાધુ સંત જન માનસ તૈયાર કરે અને વિદ્ધાનો સાહિત્ય તૈયાર કરે તથા કાર્યકર્તાઓ તેને જન જનમાં પહોંચાડે આવી મજબુત સાંકળ તૈયાર થાય તોજ કંઈક અંશે સફળતા જરૂર પ્રાપ્ત થાય. આ ભગીરથ કાર્ય કોઈ એકલ દોકલ વ્યક્તિથી પાર પડી શકે નહિ. આ તો સમગ્ર સમાજનું કાર્ય છે. પ્રસન્નતા એ છે કે સંપુર્ણ સમાજે આ કાર્ય ને પોતાના હાથમાં લીધું છે. કહેવાય છે ને કે ઝાઝા હાથ રળિયામણા! આ કાર્યને માટે એક વર્ષનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે પરંતુ આ સમય ઘણો અલ્પ છે આ મહાન કાર્ય પાર પાડવા માટે તન-મન-ધનથી જીવન અર્પણ કરવામાં આવે ત્યારે જ ધાર્યું કાર્ય સફળ થઈ શકશે. થોડા સમારંભો કે થોડા ભાષણોથી પોતાનું કર્તવ્ય પૂર્ણ થયું એ માનવુ વ્યાજબી નથી. આશા છે કે સમાજના આગેવાનો આ કાર્યની ગંભીરતા સમજી એને અનુલક્ષીને દિર્ધકાલીન યોજનાઓ બનાવે. આ સંદર્ભે સમાજ “શું કરશે અને શું કરી શકશે ? એતો ભવિષ્ય જ કહેશે. પણ આપણું વ્યક્તિગત નૈતિક કર્તવ્ય એ છે કે આપણે સ્વયં પૂર્ણતઃ શુદ્ધ શાકાહારી બનીએ, આપણા પરિવારને શાકાહારી બનાવીએ અને જે કોઈ વ્યક્તિ આપણા સંપર્કમાં આવે તેને શાકાહારી બનાવવાનો વિનમ્ર પ્રયાસ કરીએ. એ વાત સર્વવિદિત છે કે શુદ્ધ સાત્વિક સદાચારી જીવન સિવાય સુખ શાંતિ મળવાતો દૂર રહ્યાં પરંતુ સુખ શાંતિ મેળવવાનો ઉપાય સુઝવાની પાત્રતા પણ આવતી નથી. એટલે જે વ્યક્તિ આત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માગે છે, આધ્યાત્મિક શાંતિ મેળવવા માગે છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર્યની પ્રાપ્તિ કરવાની ઝંખના સેવે છે, આત્માનુભૂતિની પ્રાપ્તિ કરવી છે એમણે આ તરફ પુરેપુરું લક્ષ આપવું જોઈશે. એમનું જીવન શુદ્ધ સાત્વિક હોવું જોઈએ સદાચારી વ્યક્તિ તથા તેમનું વર્તુળ પણ શુદ્ધ સદાચારી એવં સાત્ત્વિક હોવું જોઈએ. આતો જડની ક્રિયા છે એમ કહીને ઉપેક્ષા કરવી ઉચિત નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ [ શાકાહાર લૌકિક સુખ શાંતિના અભિલાષીઓને પણ શાકાહારીતો થવું જ પડશે. અન્યથા એમનું જીવન અને વાતાવરણ પણ વિકૃત થયા વિના રહેશે નહિ. માટે જ એ સુનિશ્ચિત જ છે કે લૌકિક અને પારલૌકિક બને દ્રષ્ટિએ શાકાહારી-શ્રાવકાચારી હોવું આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે. સર્વ ભવ્ય જીવો શાકાહાર - શ્રાવકાચારને જીવનમાં અપવાની સુખ-શાંતિ પ્રાપ્ત કરે એ જ મંગલ ભાવના સહ વિરમું છું. ! સુખલાલ દામાદર વોરાના સ્મરણાર્થે સ્વર્ગવાસઃ તી. ૧૬-૮-૧૯હ્યું Page #23 -------------------------------------------------------------------------- ________________ ZILIZZAZIIIIIIIIIIII માનવ શરીરને નિરોગી - તંદુરસ્ત રાખવા શાકાહાર ઉત્તમ આહાર છે. શાકાહારથી જીવદયા થાય છે અને જીવદયા દ્વારા અધ્યાત્મિક ઉન્નતી મળે છે. શાકાહારી વ્યક્તિઓના વિચારો સાત્વિક અને જીવન અહિંસામય બને છે. 1 દેશ અને દુનિયામાં જ્યારે કતલખાનાઓ વધી રહ્યા છે તેવા સમયે શાકાહારની પ્રવૃત્તિઓને વેગ આપવો અત્યંત જરૂરી છે. SHAH ORIGINALS 115, 116, HIGH TECH INDUSTRIAL CENTRE, CAVES ROAD, JOGESHWARI (EAST) BOMBAY-400 060 (INDIA) Phones : 022-632 01 71, 637 96 91 Telex : 011 - 79265 - SIIAII IN Fax : 91-22-634 04 56 Exporters of FASHION GARMENTS SHAH & COMPANY Fashion Accessories & Garments KALPA-VRAKSHA Jaipur Office : 4-A 7, Jawahar Nagar, JAIPUR-302 004. Phone Telex Fax : (0141) 56 24 77- 564827 56 27 75 : 0365 - 2693-KPLA IN : (0141) 56 25 77 // શાકાહાર, અપનાવો - જીવન સ્વસ્થ બનાવો // Page #24 -------------------------------------------------------------------------- ________________ A V 1 4 2 4 4 4 4 4 4 4 A A AAA A . . . . . . A A A (શાકાહારમાં જે સાત્વિકતા છે તે કોઈ આહારમાં નથી IPP A A A A . A. 12 .. AAAAA A V V V V A . . + . . . . . . . . . Part 1 . . + . શાકાહારના પ્રચારની દરેક પ્રવૃત્તિને અમારા અભિનંદન તથા શુભેચ્છાઓ. . . . . . Frrrrrr ,- . . + + . . + + + AAAAAAAA AA A A A A 4 + . . + . . 4 + A . .. + . t 1. L ad + . + t. + . . . LLOW . . . . . . + . . . . . PTT tt rrrr + + + . T + . . . . . + + + . . . VE . + + + . !. . + + . ! . MUGATLAL G. DOSHN + . 22.4 . * . . . . . + . . + . + a . AND d . a Port . . Prt+TOP * r * * * * * * * * * * * * * *** Porr . TT Pr + + + PTTEPPI ! . . ! UPEN M. DOSHI + . + TP . . . 22. 2 #. #. 1. t . . . E. . . . ada.. . 2 t. det. & 1. I. . Lut. t. 1. -1. * * * . * . 5 II. fet. 1. MEMBER : BOMBAY STOCK EXCHANGE DEALER : OTC EXCHANGE OF INDIA 1. SAMT . . V + TI It . . . . . P Art 2 . . .. A . 411 BHAVESHWAR MARKET M. G. ROAD, GHATKOPAR (E) BOMBAY - 400 077 Tel : 5132126: 5113087 FAX : 91-22 - 5145764 ATT Art AN AT! ATEIT A d2a2 2 - + - + . - ! . - + 2 12 - - 4 - 4 ! - - A A A A... AAAAAAAAAAAAA - + શાકાહાર અપનાવો - જીવન સ્વસ્થ બનાવો yos: Lidt MELBO - Madz Drzzl, 345 AAAAAAAAAAAAAAAAAAAA A A A A A 14. ج نے ث ت ش شه م هه