________________
શાકાહાર સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાનની ચર્ચા ઉપરાંત સમ્યક્યારિત્રના પ્રકરણમાં થઈ છે. અહિંસાવ્રતના સંદર્ભે ચર્ચા કરતા આચાર્ય અમૃતચંદ્ર પુરુષાર્થ સિદ્ધયુપાય'માં ઘણાં વિસ્તારથી અનેક યુક્તિ સહિત માંસાહારનો નિષેધ દશર્વિ છે. એમાં કાચુ માંસ, પકવેલું માંસ, સ્વયંમૃત પશુનું માંસ, મારીને પ્રાપ્ત કરેલું માંસ, શાકાહારી પશુનું માંસ, માંસાહારી પશુનું માંસ ઇત્યાદિના સેવનનો વિસ્તારથી નિષેધ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પ્રકરણ પર પ્રકાશ પાડવા માટે પુરુષાર્થ સિદ્ધયુપાય' ના અમુક છંદ મૂળતઃ આ પ્રકારે છે.
"न विना प्राणिविधातान्मांस्योत्यत्तिरिष्यते यस्मात् । मांसं भजतस्तस्मात् प्रसरत्यनिवारिता हिंसा ॥ ६५ ॥ यदपि किल भवति मांसं स्वयमेव मृतस्य महिषवृषभादेः । तत्रापि भवति हिंसा तदाश्रितनिगोतनिर्मथनात् ॥ ६६ ॥ श्रामास्वपि पक्वास्वपि विपच्यमानासु मांसपेशीषु । સાતત્યનો /જ્ઞાતીના નિમાતાનામ્ | ૬૭ | श्रामां वा पक्वां वा खादति यः स्पृशति व पिशितपेशीम् ।
स निहिन्ति सततनिचितं पिण्डं बहुजीवकोटीनाम् ॥ ६८ ॥ “પ્રાણીઓનો ઘાત કર્યા સિવાય માંસની ઉત્પતિ અશક્ય છે. એટલે માંસભક્ષી પુરુષ દ્વારા હિંસા અનિવાર્ય છે. પરંતુ આ સત્ય છે કે સ્વયંમૃત બળદ કે પાડાનું માંસ સહજ પ્રાપ્ત થઈ શકે છે. એના મૃત શરીરમાં નિરંતર અનંતાનંત જીવોની ઉત્પત્તિ થતી રહે છે. એનું સેવન પણ હિંસા જ છે. જે કાચા પાકા કોઈ પણ પ્રકારના માંસનું સેવન કરે છે તે અનેક જાતિના જીવસમૂહના પિંડનો ઘાતક બને છે. ”
ઉપરોક્ત કથનનું તાત્પર્ય એતો નથી કે આચાર્ય અમૃતચંદ્ર અને સમતચંદ્રના વાચકો અને શ્રોતાઓ અમારા વાચકો અને શ્રોતાઓ કરતા અધિક હન સ્તરના રહ્યા હોય ? નિશ્ચિત રૂપે તત્કાલિન સમાજ સાંપ્રત સમાજની અપેક્ષાએ અધિક સાત્વિક સદાચારી અને નિરામિષ રહ્યો હશે. તો પણ તેઓએ માંસાહારનો વિસ્તારપૂર્વક નિષેધ કર્યો.
વસ્તુતઃ તથ્ય એ છે કે જ્યારે જ્યારે શ્રાવકાચારનું વર્ણન કરવામાં આવે ત્યારે તેમાં માંસ, મદિરા અને મધનો નિષેધ અવશ્ય હશે જ. આપણા પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો એ પણ સમય સમય આપણા શ્રાવકાચાર સંબંધી ગ્રંથોમાં આ વિષેનું વિષદ વર્ણન કર્યું છે. આજ કારણથી આજે આપણો જૈન સમાજ શુદ્ધ શાકાહારી છે.
સાંપ્રત સમયમાં આ ચર્ચા એટલી જ મહત્ત્વ પૂર્ણ છે જેટલી ભૂતકાળમાં હતી. કારણકે સમાજમાં માંસાહાર અને મદ્યપાન નિષેધનું વાતાવરણ ટકાવી