________________
. શાકાહાર
શાકાહાર • • •
ડૉ. હુકમચંદ ભારિલ્લ જૈન સમાજની દરેક સામાજીક અને ધાર્મિક સંસ્થાઓએ સાથે મળીને આ વર્ષ એટલે કે ૧૯૯૧ ઈ.સ. ને શાકાહાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. સમાજના આ શુભ કાર્યમાં અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશને પણ સક્રિય સહયોગ આપવાનો નિશ્ચય કર્યો છે.
જૈન સમાજ મૂળથી જ શાકાહારી સમાજ છે. પરંતુ કાળના પ્રભાવે શાકાહારી જૈન સમાજમાં પણ શિથિલતા દ્રષ્ટિગોચર થવા લાગી છે. જો આપણો જૈન સમાજ સમયસર નહીં ચેતે તો આ બિમારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. માટે સમયની માંગ છે કે, આ ઘાતક બિમારીમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવોજ પડશે.
એક અપેક્ષાએ આ હકીકત સત્ય છે કે આ ઘાતક બિમારીનો ફેલાવો સમાજમાં પ્રસરી રહ્યો છે. પરંતુ હજી સ્થિતિ એટલી ગંભીર નથી કે આપણે સમગ્ર દ્રષ્ટિ એ તરફ કેન્દ્રીત કરી દઈએ. પણ આ સત્ય સામે આંખ આડા કાન પણ કરી શકાય નહીં. ચિંતાનો વિષય એ છે કે જૈન શ્રાવક, શ્રાવકાચારના પાલનમાં શિથિલ થઈ રહ્યો છે. એટલા માટે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે દરેક શ્રાવકને શ્રાવકાચારથી પરિચિત કરાવવામાં આવે. શ્રાવકાચાર જીવનમાં અપનાવવાની પ્રેરણા આપવામાં આવે.
આ તથ્યને ધ્યાનમાં લઈને યુવા ફેડરેશને આ વર્ષને શાકાહાર-શ્રાવકાચાર વર્ષના રૂપમાં ઉજવવાનો નિર્ણય કરેલ છે. આ કાર્ય અંગે આવશ્યક એવી તૈયારી
ઓ માટે પુરતો સમય મળી જાય એ સંદર્ભે મહાવીર જયંતિ ૧૯૯૧ થી ૧૯૯૨ની મહાવીર જ્યતિ સુધીનો સમય શાકાહાર શ્રાવકાચાર વર્ષ માટે સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
જૈન સમાજે સમાજ કલ્યાણ માટે જે જે કાર્યક્રમ સુનિશ્ચિત કર્યા તેમાં અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન તથા તેની સહયોગી સંસ્થાઓએ પણ તમ-મન-ધનથી સક્રીય સહયોગ આપ્યો છે. શાકાહાર-શ્રાવકાચારના પ્રચાર-પ્રસારમાં પણ યુવા ફેડરેશન પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી કાર્યક્રમને સફળ કરવા માગે છે. આ સક્રિય યુવકોને સંપૂર્ણ રીતે સહકાર આપી તેમનો ઉત્સાહ વધારવાનું દરેક જાગૃત જૈન શ્રાવકનું નૈતિક કર્તવ્ય છે. આજ સત્કાર્ય લક્ષમાં લઈને પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટે પણ દરેક રીતે સહયોગી થવા નિર્ણય કર્યો છે. અન્ય સંસ્થાઓને પણ નમ્ર વિજ્ઞપ્તિ છે કે તેઓ પણ આ દિશામાં સક્રિય કાર્ય કરે.