________________
- શાકાહાર |
અહીં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અનિષ્ટ અભક્ષ્યમાં હિંસા-અહિંસાનો શું સંબંધ છે, કેમ કે મધુમેહવાળા દર્દીને તો જેમાં જરાપણ હિંસા ન હોય તેવા ગળ્યા પદાર્થોની બંધી હોય છે એવા મીઠા પદાર્થ પણ અભક્ષ્ય હોય છે.
જવાબ એ છે જે પદાર્થો સ્વાથ્ય માટે હાનિકારક હોય એ પદાર્થોનું સેવન તીવ્રરાગ વિના સંભવ નથી. આ તથ્થતો સર્વ વિદિત છે. જેના દર્શનમાં રાગ ભાવને જ ભાવ હિંસા કહી છે. એટલે અનિષ્ટ નામક, અભક્ષ્યમાં દ્રવ્ય હિંસા ભલે ન હોય પણ ભાવહિંસાતો છે જ એક દૃષ્ટિએ દ્રવ્ય હિંસા પણ છે જ કારણ કે એમાં ભલે બીજાના દ્રવ્ય પ્રાણોની હિંસા ન થાય પરંતુ તંદુરસ્તીને હાનીકારક હોવાથી સ્વના દ્રવ્ય પ્રાણની હિંસા જરૂર થાય છે.
શાકાહારના પ્રચાર પ્રસારના સંદર્ભે એક વાત વિચારણીય છે. શાકાહાર પક્ષે પ્રચાર કરતી વખતે અમૂક વ્યક્તિઓ માત્ર એજ રજુઆત કરે છે કે શાકાહાર સ્વાથ્યને અનુકૂળ છે. જ્યારે માંસાહાર અનેક બિમારીઓનું ઘર છે અને શાકાહારની અપેક્ષાએ ઘણો મોંઘો છે. પરંતુ તેઓ એ વાતની ઉપેક્ષા સેવે છે કે માંસાહાર અપવિત્ર છે, અનૈતિક છે, હિંસક છે. અને અનંત દુઃખોનું કારણ છે. આવી જ રીતે અન્ય વર્ગ માંસાહારની અપવિત્રતા અને અનૈતિકતાનો પ્રચાર જરૂર કરે છે પરંતુ તેનાથી થતી લૌકિક હાનિઓ (નુકશાન) વિષે પ્રકાશ નથી પાડતા. . માનવ સમાજમાં દરેક પ્રકારના લોકો વસે છે. થોડા લોકોતો ધર્મભીરૂ અને અહિંસક વૃત્તિના હોય છે જેઓ અપવિત્ર અને હિંસાથી ઉત્પન્ન પદાર્થો ને ભાવનાના સ્તરે જ અસ્વીકાર કરી દે છે. આવી વૃત્તિવાળા લોકો તેનાથી થતી લૌકિક લાભ-હાનિની ગડમથલમાં પડતા નથી. પરંતુ અમુક વર્ગ એવો છે કે જેનો દ્રષ્ટિકોણ ભૌતિક હોય છે. દરેક વાતને લૌકિક અને આર્થિક લાભાલાભથી મૂલવે છે અને એના જ આધારે નિર્ણયો લે છે, આવા વર્ગને જ્યાં સુધી સ્વાથ્ય સંબંધી લાભ-હાની અને આર્થિક નફો-નુકશાન ન બતાવીએ ત્યાં સુધી તેઓ કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી.
જ્યારે આપણે આવા બહુજન સમુદાય સમાજમાં શાકાહારનો પ્રચાર કરવો હોય તો સમતોલપણું જાળવી ને બન્ને દ્રષ્ટિએ પ્રચાર પ્રસાર કરવો પડશે. માંસાહાર દ્વારા આર્થિક અને સ્વાથ્ય સંબંધી થતી નુકશાની અને તેના ત્યાગ દ્વારા થતા દરેક પ્રકારના લાભોનું વિવરણ આપવું અનિવાર્ય છે. એટલી જ અનિવાર્યતા નૈતિકતા અને અહિંસાના આધારે ભાવનાત્મક સ્તરે માંસાહાર પ્રતિ અરૂચિ કરાવવાની પણ છે. બન્ને પક્ષે કરેલા પ્રચાર પ્રસારથી ધારી સફળતા અવશ્ય મળી શકે.
૧૭