Book Title: Shakahar
Author(s): Hukamchand Bharilla, Madhu G Barvalia
Publisher: Chamanlal D Vora

View full book text
Previous | Next

Page 18
________________ - શાકાહાર | આવે તો અનાજ પણ પુરી માત્રામાં પાકે નહી. એટલે એને પૂર્ણ પાકીને સુકાવવું જ પડે છે. માટે જ અનાજ દાળ કઠોળ એ સંપૂર્ણ અહિંસક આહાર છે. જો કે ઘઉં આદિ પુર્ણતઃ અજીવ છે તો એ એને વાવવાથી એ ઉગે છે અંકુર ફૂટે છે. પરંતુ ચોખા તો એનાથી પણ શ્રેષ્ઠ છે, કારણ કમોદના છોતરા અલગ થયા પછી જ ચોખા બને છે. અને ચોખા ઉગાડવાથી ઉગે નહી. આજ કારણથી જીન પૂજનમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવસ્થિત રીતે સાફ કરેલું અનાજ જેમાં જીવ-જંતુ પણ ન હોય એવા ઘઉં ચોખા દાળ વિગેરે સર્વોત્તમ આહાર છે, આમાં સૂકો મેવો સુકા ફળોનો પણ સમાવેશ થાય છે. પછી પાકેલા ફળો અને સ્વયં નીચે પડેલા ફળોનો સમાવેશ થાય છે. કારણ કે એના ઉપયોગથી કોઈ પણ જીવજંતુને કશી જ પીડા થતી નથી. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કે ફળો તો ઘઉં ચોખા વિગેરની જેમ જ નિરાપદ છે છતાં એનો ક્રમ બીજો કેમ? પ્રત્યુત્તર એ કે પાકેલા ફળો રસપૂર્ણ હોવાથી ભીના હોય છે. એટલા માટે ત્રસજીવોની ઉત્પત્તિની શીધ્ર સંભાવના હોય છે. આ જ કારણથી એને ઘઉંની જેમ યોગ્ય આહાર તરીકે સ્વીકારવામાં આવતાં નથી. પછીનો ક્રમાંક શાકભાજીનો આવે છે. કારણ શાકભાજીતો નિશ્ચિત રૂપે જ લીલોતરી હોય છે, એને સચિત અવસ્થામાં જ છોડ, વેલામાંથી ચૂંટવામાં આવે છે. અને એને તોડવાથી છોડ વેલાઓને પિડા થવાની એ વાત ચોક્કસ છે. ઝાડ છોડવાઓના મૂળ જેને કંદમૂળ કહેવામાં આવે છે, એનો આહાર તરીકે ખાવામાં સંપૂર્ણ નિષેધ છે. કારણ, જડ મૂળ સમાપ્ત થઈ જવાથી છોડવાઓનો સંપૂર્ણ નાશ થાય છે, કંદમૂળ સાધારણ વનસ્પતિ હોવાથી એમાં અનંત જીવ રહે છે. આ કારણથી પણ એના ઉપયોગ નો નિષેધ છે. જૈનાચારમાં શ્રાવકાચારના સંદર્ભે પાંચ પ્રકારના અભક્ષ્ય બતાવવામાં આવ્યા છે. (૧) ત્રસઘાત મૂલક (૨) બહુઘાત મૂલક (૩) નશાકારક (૪) અનૂપસેવ્ય અને (૫) અનિષ્ટ જેમાં ત્રસજીવોની ઘાત થાય છે એવા માંસાદિ ત્રસઘાત મૂલક છે. જેમાં અસંખ્ય સ્થાવર જીવોનો ઘાત થાય છે એવા કંદમૂળ, જમીકંદ આદિ બહુઘાત મૂલક અભક્ષ્ય છે. જે નશો ઉત્પન્ન કરે છે એવા મધ, (મદિરા) નશીલી દવાઓ (ડ્રગ્સ, બ્રાઉનસ્યુગર) વિગેરે અભક્ષ્ય છે. જેનું સેવન લોકનિંદા હોય, જે સજ્જન વ્યક્તિઓને સેવવા યોગ્ય ન હોય એવી લાળ, મળ, મુત્રાદિ અનુપસેવ્ય અભક્ષ્ય છે. જે સ્વાધ્યને માટે હાનિકારક હોય એ અનિષ્ટ અભક્ષ્ય છે જેવી રીતે ડાયાબીટીશ (મધુમેહ)ના દર્દીઓ માટે સાકાર વિગેરે ગળ્યા પદાર્થો ઉપરોક્ત અભક્ષ્યના વર્ગીકરણથી જૈન આહારની વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે. સાથોસાથ એ પણ સ્પષ્ટ થાય છે કે જૈન આહાર અહિંસા મૂલક છે. ૧૬

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26