________________
શારિ
દીધું. આ શાણા વેપારીઓ સારી રીતે જાણતા હતા કે, શાકાહારીઓ પોતાના ખાન-પાન, વ્રત નિયમોના પાલનમાં ઘણાં જ કટ્ટર છે એટલે ઇંડાનાં લાભ બતાવીને તેમને ભોળવી નહી શકાય. પરંતુ જો ઈંડાને શાકાહાર બતાવી પ્રચાર-પ્રસાર કરવામાં આવે તો જરૂર સફળ થવાય. શાકાહારીઓના ઘરમાં ઇંડા આવી જ રીતે ઘુસાડી શકય. બસ આવી જ રીતે તેમણે જોર શોરથી પ્રચાર શરૂ કરી દીધો કે ઇંડા બે પ્રકારના છે શાકાહારી અને માંસાહારી.
આ તેમની હોંશીયારી કહો કે ચાલાકી. તેઓ પોતાની ચાલમાં સફળ થયાં લાગે છે. કારણ ઘણાં શાકાહારીઓ આ દુષ્પ્રચારનો ભોગ બની રહ્યાં છે. હજુ પણ સ્થિતિ એટલી ભયંકર નથી થઈ કે કંઈ પગલા જ ન લઈ શકાય. જો આપણે હજી પણ સાવધાન નહી થઈએ તો થોડા દિવસોમાં એવી જટિલ સમસ્યામાં પહોંચી જઈશું જેનો ઉકેલ શોધવો મુશ્કેલ થઈ જશે.
માટે જ શાકાહારી ઇંડાના દુષ્પ્રચારથી શાકાહારીઓને બચાવવાનું આપણાં સૌનું નૈતિક કર્તવ્ય છે. એમ ન થાય કે નાની બાબતો ને લઈને અમે ઝગડતા રહીએ અને અમારી ભવિષ્યની પેઢી, અમારા નાના ભૂલકાઓ પુર્ણતઃ સંસ્કારહીન, તત્ત્વજ્ઞાનહીન અને સદાચારહીન બની જાય. જો આવું પિરણામ આવે તો ઇતિહાસ અને આપણી ભાવિ પેઢી આપણને કદી માફ નહી કરે.
મઘ માંસની સાથે જૈન દર્શનમાં મધુ (મધ)ના ત્યાગનો પણ ઉપદેશ આપવામાં આવ્યો છે. મધ એ મધમાખીનું મળ છે. અને એના વિનાશ દ્વારા જ ઉત્પન્ન થાય છે. એમાં નિરંતર અસંખ્ય જીવની ઉત્ત્પત્તિ થતી રહે છે. માટે એ પણ અભક્ષ્ય છે. ખાવા માટે યોગ્ય નથી.
જૈનાહાર વિજ્ઞાનનો મૂળ આધાર અહિંસા છે. સર્વ પ્રથમતો આપણે એવો જ આહાર ગ્રહણ કરવો જોઈએ જે પુર્ણતઃ અહિંસક હોય. જો પુર્ણતઃ અહિંસક આહારથી જીવન સંભવ ન હોય અથવા અમે એનું પાલન કરી ન શકીએ. તો જેમાં ઓછામાં ઓછી હિંસા થાય એવા નિરામિષ આહારનું જીવન-ધોરણ અપનાવવું જોઈએ. આહાર માટે પંચેન્દ્રિય જીવોના ઘાતનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પ્રત્યેક ત્રસજીવોની હિંસાથી (યેન કેન પ્રકારેણ) દરેક ઉપાયે બચવું જોઈએ. આ દરેક તત્ત્વોને લક્ષમાં રાખીને જ જૈન આહારને સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
સર્વ પ્રથમ તો ઘઉં, ચોખા આદિ અનાજ અને ચણા આદિ દાળો અને તલ શીંગ આદિના ઉપયોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કારણ આ પુર્ણતઃ અહિંસક આહાર છે. સ્થાવર જીવોમાં વિશેષકર વનસ્પિકાયનોજ આહાર માં ઉપયોગ થાય છે. અનાજ કઠોણ દાળો ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે તેના છોડવાઓ આયુ પુર્ણ કરી નાશ પામે છે. જો લીલા કાચા છોડવાઓને તોડવામાં
૧૫