Book Title: Shakahar
Author(s): Hukamchand Bharilla, Madhu G Barvalia
Publisher: Chamanlal D Vora

View full book text
Previous | Next

Page 15
________________ શાકાહા આ વસ્તુને ધ્યાનમાં લઈ કોઈ કહે કે દુધ દોહવાથી ગાયને ભલે તકલીફ ન થાય. પરંતુ તેના દુધ પર તો વાછરડાનો જ અધિકાર છે ને ? આપણે એ કેમ લઈ શકીએ ? શું આ ગાય અને વાછરડા સાથે અન્યાય નથી ? હા, એક દૃષ્ટિકોણથી તપાસીએ તો અન્યાયતો થાય છે. પણ આમા એવી કોઈ ભયંકર હિંસા નથી જે માંસાહારમાં થાય છે. ઉંડાણથી વિચાર કરીએ તો આને અન્યાય કહેવો પણ ઉચિત નથી. કારણ ગાયનું દુધ લેવાની સાથે આપણે ગાયના ઘાસ ચારાની અને અન્ય પ્રકારની સર્વ સુવિધા સુરક્ષા પુરી પાડીએ છીએ. જો ગાય ઘ્વારા આપણને દુધ પ્રાપ્ત થાય નહી તો તેના ભોજન પાણીની પાલનની વ્યવસ્થા કોણ કરે ? ગાયની વાત બાજુ પર મુકીએ, પણ વાછરડાને તો અન્યાય થાય છે કારણ કે તેનો દુધ પીવાનો અધિકાર છીનવાઈ જાય છે. પણ આ વાત સુસંગત નથી. ગાયને દુધને બદલે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એનાથી દુધનું ઉત્પાદન વધે છે. વધારાનું દુધ દોહી લેવામાં આવે છે. વાછરડું નાનું હોય ત્યારે તેના ભાગનું દુધ તો તે પી જાય છે. જો આ ગાય જંગલમાં ઘાસચારો ખાતી હોયતો એને ઓછું દુધ આવે છે જ્યારે ગાયને ઘેરે આપણે સારો ખોરાક ખોળકપાસીઆ ખવડાવીએ તો તેને શક્તિ વધવાની સાથે દુધનું ઉત્પાદન પણ વધે છે. આ વધારાનું દુધ દોહી લઈ ને જ એનો ઉપયોગ થાય છે. એટલે વાછરડાને અન્યાય થવાની વાતમાં કોઈ વજુદ નથી. આતો એક આદાન-પ્રદાનની પ્રણાલિકા છે. આમાં અન્યાયને સ્થાન નથી. મનુષ્ય જાતિમાં આ પ્રકારની આદાન-પ્રદાન (બદલા પદ્ધતિ)ની પ્રણાલિકા ચાલી જ આવી છે. બીજી વ્યક્તિ પાસેથી સેવા કરાવી અને તેને મહેનતાણું (પારિશ્રમિક) દ્રવ્ય રૂપે આપીએ છીએ. કોઈ બેકાર વ્યક્તિને યોગ્ય મહેનતાણું આપી કામ કરાવે તો તેને પરોપકાર કહેવામાં આવે છે. તેને શોષણ કે અન્યાય એવું કહેતા નથી. ઠીક એવી રીતે જ ગાય વાછરડાની સર્વ પ્રકારની સેવા કરીને દુધ પ્રાપ્ત કરવા ને પરસ્પર ઉપકારના સંદર્ભે જોવું જોઈએ. અન્યાય કે શોષણના રૂપમાં નહી. ભારતીય સંસ્કૃતિમાંતો ગાયને માતા જેવું સન્માન આપવામાં આવેલ છે. એટલે ઈંડાની તુલના દુધની સાથે તદ્ન અસંગતતો છે જ સાથે અજ્ઞાનતાની સૂચક પણ છે. આ વિષે જો કોઈ તર્ક કરે કે દુધ ન દોહવાથી ગાયને તકલીફ થાય અથવા દુધના બદલે ગાયને ઘાસચારો નાખીએ છીએ. એવી જ રીતે મરઘીએ ઈંડા આપવા કુદરતી છે અને ઇંડાને બદલે અમે એનું ભરણ પોષણ (-લાલન પાલન) કરીએ છીએ માટે દુધ અને ઇંડા સરખા જ કહેવાય. આ કથન પણ અયોગ્ય છે. કારણ કે જેમ ઇંડા એ કુકડીના સંતાન છે ૧૩

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26