________________
EASE
પડેલી મોટરને પેટ્રોલની જરૂર જ નથી”
આત્મ બંધુઓ ! આજ સરળ વાત અમે કહેવા માગીએ છીએ કે જ્યારે માણસ ચાલે છે શ્રમ કરે છે તો એને ભોજન જોઈએ. જ્યારે તે આરામ કરે છે ત્યારે તેને એટલા ભોજનની જરૂર પડતી નથી. આપણને જેમ આરામ જોઈએ છે. તેમને આપણા શરીરને, આંખોને, આંતરડાને બધાને આરામની જરૂર પડે છે. જો બરાબર આરામ ન મળે તો ક્યાં સુધી એની કાર્યશક્તિ ટકી શકે ? મશીનો ને પણ આરામની જરૂર પડે છે. એટલે રાત્રિભોજન આપણી પ્રકૃતિની વિરૂદ્ધ છે. ડૉકટરોનું કહેવું છે સુવાના સમય પહેલા ચાર કલાક વહેલું જમી લેવું. જો આપણે રાત્રે ૧૦ વાગે જમીએ તો સુઈએ કયારે?
રાત્રિભોજન ત્યાગની જેમ જ પાણી ગાળીને પીવાનું વૈજ્ઞાનિક રીતે યોગ્ય છે. પાણીની શુદ્ધતા વિષે આજે જેટલું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે તેવું પહેલા ક્યારેય નહોતું કરવામાં આવ્યું. માટે આજનો યુગ તો આપણા જૈન સિદ્ધાંતને માટે પૂર્ણ અનુકૂળ છે. સ્વસ્થ જીવન જીવવા માટે સ્વચ્છ શુદ્ધ પાણી આવશ્યક છે.
આ રીતે આપણે સ્પષ્ટ કરી શકીએ કે જૈનાચાર અને જેને વિચાર પ્રકૃતિને અનુરૂપ છે અને પુર્ણતઃ વૈજ્ઞાનિક છે. જરૂરત માત્ર એટલો જ છે કે આપણે યોગ્ય અને સચોટ રીતે એને લોકો સમક્ષ રજુઆત કરવી.
આજ કાલ ઈંડાને શાકાહાર ગણાવી લોકોના માનસ ને ભ્રષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ખોટા પ્રચારનો શિકાર આપણા જૈન યુવકો પણ થઈ રહ્યાં છે. માટે આપણા સહુનું સામુહિક કર્તવ્ય છે કે આ સંદર્ભે સમાજને જાગૃત
કરવો.
- શાકાહારતો વનસ્પતિ દ્વારા ઉત્પાદિત ખાદ્યને જ કહેવામાં આવે છે. વનસ્પત્યાહારને જ આપણે શાકાહારમાં મૂકી શકીએ એ રીતે ઈંડા ન તો અનાજ ની જેમ કોઈ ખેતરની પેદાશ છે કે નથી કોઈ શાકભાજી ફળની જેમ વેલ યા વૃક્ષ પર ઉગતા. ઈડાતો સ્પષ્ટ રીતે તિર્યંચ પંચેન્દ્રિય કુકડીનું જ સંતાન છે. આ વાત તો સર્વ વિદિત છે. બે ઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વે જીવોના શરીરનો અંશ માંસ જ છે માટે ઈડા એ સંપુર્ણ રીતે માંસાહાર જ છે.
આ સંદર્ભે ઘણી વ્યક્તિઓ કહે છે દુધ પણ ગાય બકરી ના શરીરનું અંશ છે. પરંતુ દુધ અને ઈડામાં જમીન આસમાનનું અંતર છે. દુધ દોહવાથી ગાય બકરીના શરીરને કે જીવને હાની થતી નથી. જ્યારે ઈડાના સેવનથી તો તેનામા રહેલા જીવનો જ સર્વનાશ થઈ જાય છે. ગાય બકરીનું દુધ સમયસર દોહીએ નહી તો એને તકલીફ થાય છે. બાળકને ધવરાવવા વાળી માતા પોતાના બાળકને સમયસર દુધ પીવરાવે છે. જો એમ ન કરે તો માતાને તકલીફ થાય છે. અને તેણીને ધાવણ હાથેથી કાઢી લેવું પડે છે.