________________
– શાકાહાર
મનુષ્યનાં દાંત અને આંતરડાની રચના શાકાહારી પ્રાણીઓ જેવી છે. માંસાહારી પ્રાણીઓ જેવી નહીં, મનુષ્ય સ્વભાવથી જ શાકાહારી છે. સ્વભાવથી જ એની દયાળુ પ્રકૃતિ છે. કદાચ મનુષ્યને મારીને જ એનું માંસ ખાવાનું કહેવામાં આવેતો ૧૦% લોકો પણ માંસાહારી નહી રહે. જે માંસાહારીઓ છે એમને જો એકવાર કતલખાને લઈ જઈ દેખાડવામાં આવે કે કેટલી નિર્દયતાથી પશુઓની કતલ થાય છે અને પશુઓ જે ચિચિયારી પાડે છે. એ દારૂણ દશ્ય જોઈ લીધા પછી માણસ ક્યારેય માંસાહાર કરી શકે નહીં. ટી.વી. પર જો કતલખાનાના દશ્ય દેખાડવામાં આવે તો માંસનું વેચાણ અર્ધ પણ ન રહે.
માંસાહારી પશુઓ દિવસ દરમ્યાન આરામ કરે છે અને રાત્રે ભક્ષ્ય શોધવા શિકાર માટે નિકળે છે. પરંતુ શાકાહારી પશુઓ દિવસે ખાય છે અને રાત્રિ દરમ્યાન આરામ કરે છે. જો શાકાહારી પશુઓ દ્વારા સહજતાથી રાત્રિભોજનનો ત્યાગ થાય છે તો મનુષ્ય રાત્રિભોજન કરવું ક્યાં સુધી ઉચિત છે?
પ્રશ્ન : આજકાલ શાકાહારી પશુ રાત્રે ખાવા લાગ્યા છે, અમે અનેક ગાયોને રાત્રે ખાતા જોઈ છે.
ઉત્તર ઃ હા ખાય છે એ ખરું છે. અવશ્ય ખાય છે, અવશ્ય ખાય છે, કારણ કે એમના માલિક મનુષ્યો પણ રાત્રે ખાય છે ! માનવો એ પશુઓને પણ વિકતા કરી દીધાં છે. જ્યારે કોઈ પાળેલા પ્રાણીને તમે દિવસ દરમ્યાન ભોજન આપો નહિ, રાત્રે જ આપો તો બિચારું અબુધ પ્રાણી શું કરે ? કોઈ વન વિહારી શાકાહારી પશુને રાત્રે ભોજન કરતાં જોયું હોય તો કહો?
બંધુઓ ! મનુષ્ય અને શાકાહારી પશુ સ્વભાવથી જ દિવસ દરમ્યાન ભોજન લેવાવાળા છે એટલે જ જૈન ધર્મમાં રાત્રિભોજનના ત્યાગનો ઉપદેશ, સ્વભાવને અનુકૂળ અને પૂર્ણતઃ વૈજ્ઞાનિક છે.
રાત્રિભોજનના ત્યાગના વિરોધમાં એક તર્ક એ પણ કરવામાં આવે છે કે બે ભોજનના સમયમાં જેટલું અંતર જોઈએ તેટલું દિવસ દરમ્યાન રહી નથી શકતું કારણ કે સવારે ૯-૧૦ વાગે ભોજન લીધા પછી સાંજે ૪-૫ વાગે જમીએ તો સમયનું અંતર માત્ર ૪ થી ૬ કલાક જ રહે છે અને સાંજના ભોજન પછી બીજા દિવસે સવાર સુધીમાં લગભગ ૧૬ થી ૧૭ કલાકનું અંતર થઈ જાય છે.
આ તકના પ્રત્યુત્તર રૂપે અમે આપને જ પુછીએ ‘તમારી મોટર રાત્રિ દરમ્યાન કેટલું પેટ્રોલ વાપરે છે ?' જરા પણ નહિ શા માટે ? કારણ કે મોટર રાત્રિના ચલાવતા નથી એતો ગેરેજમાં હોય છે ગેરેજમાં
E