Book Title: Shakahar
Author(s): Hukamchand Bharilla, Madhu G Barvalia
Publisher: Chamanlal D Vora

View full book text
Previous | Next

Page 12
________________ શાકાહાર રાખવું અત્યંત આવશ્યક છે. ભલે પ્રત્યક્ષ રીતે માંસાહારનો ઉપયોગ આપણા સમાજમાં પ્રચલીત ન હોય તો પણ ઘણા જ ત્રસ જીવોની ઘાત જાણતા અજાણતા આપણા સૌથી થાય છે. એટલે માંસાહાર અને મદ્યપાનના નિષેધની ચર્ચા આવશ્યકજ નહી, અનિવાર્ય છે. જૈન દર્શનની પિરભાષા અનુસાર ત્રસ જીવોના શરીરનું નામજ માંસ છે. બે ઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવ ત્રસજીવ કહેવાય છે. માંસની ઉત્પતિ ત્રસ જીવોના ઘાતથી તો થાય જ છે. સાથો સાથ માંસમાં નિરંતર અનંતા ત્રસજીવોની ઉત્પત્તિ પણ થયા કરે છે. એટલે માંસ સેવનમાં એક ત્રસ જીવની હિંસાના દોષ સાથે અનંતા ત્રસ જીવોની હિંસાના દોષી પણ થવાય છે. અનેક બિમારીઓનું ઘર માંસાહાર જ છે. અમુક લોકો કહે છે કે શારિરીક શક્તિ પ્રાપ્ત કરવી હોય તો માંસાહાર આવશ્યક છે. કેમ કે માંસ શક્તિનો ભંડાર છે. શાકભાજી ખાવાવાળામાં શક્તિ ક્યાંથી હોય ? એવા અજ્ઞાની લોકોને એ કહેવા માગીએ છીએ કે માંસાહારી લોકો શાકાહારી પ્રાણીઓનું જ માંસ ખાય છે નહીં કે માંસાહારી પશુઓનું. કુતરા અને સિંહનું માંસ કોણ ખાય છે ! કપાય છે તો બિચારી શુદ્ધ શાકાહારી ગાય બકરી જ. જે પ્રાણીઓના માંસને આપણે શક્તિનો ભંડાર કહીએ છીએ એમનામાં એ શક્તિ ક્યાંથી આવી ? એ વિચાર આપણે કદી કર્યો છે. ? બંધુઓ, શાકાહારી પશુ જેટલા શક્તિશાળી હોય છે એટલા માંસાહારી નથી. શાકાહારી હાથી જેટલી શક્તિ બીજા કયા પ્રાણીમાં છે. ? ભલે સિંહ છળ કપટથી હાથીને મારી નાખે પરંતુ હાથી જેટલી શક્તિ તેનામાં કયારેય ન આવી શકે. હાથીનો એકમાત્ર પગ જો સિંહ પર પડી જાય તો એના ભુક્કા બોલી જાય. પણ જો સિંહ હાથી ૫૨ સવારી કરે તો હાથીને કંઈ થવાનું નથી. શાકાહારી ઘોડાને આજે પણ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મોટા મોટા મશીનોની ક્ષમતાને આજે પણ આપણે હોર્સ પાવર (H.P)થી માપીએ છીએ. શાકાહારી પશુ સામાજીક પ્રાણી છે. હળીમળીને સમૂહમાં રહે છે. માંસાહારી પ્રાણી ક્યારેય સમુહમાં રહેતા નથી. એક કુતરાને જોઈને બીજો અવશ્ય ભસે છે. શાકાહારી પશુઓની જેમ જ મનુષ્ય પણ સામાજીક પ્રાણી છે. હળીમળીને જ રહેવાનું છે અને એ રીતે રહેવામાં સમગ્ર માનવ જાતિની ભલાઈ છે. માંસાહારી સિંહોની સંખ્યા ઓછી થતી જાય છે. એમની રક્ષા કરવાના ઉપાયો થઈ રહ્યાં છે. પરંતુ શાકાહારી પશુઓની હજારોની સંખ્યામાં રોજબરોજ કતલો થવા છતાં પણ સમાપ્ત કે ઓછી થતી નથી. શાકાહારીઓમાં અજબ ગજબની જીવન શક્તિ હોય છે. ૧૦

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26