Book Title: Shakahar
Author(s): Hukamchand Bharilla, Madhu G Barvalia
Publisher: Chamanlal D Vora

View full book text
Previous | Next

Page 10
________________ શાકાહાર આ સિવાય સ્થૂળ રૂપે પાંચ પાપોનો ત્યાગ અને જૈનોનો મૂળ મંત્ર રાત્રિભોજનનો ત્યાગ અને અણગળ પાણીના ત્યાગનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે આ શાકાહાર શ્રાવકાચાર વર્ષ નામ સાર્થક થાય છે. ઉક્ત સંદર્ભે એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે શ્રાવકાચારમાં શાકાહારનો સમાવેશ તો થઈ જ જાય છે. તો ફક્ત શ્રાવકાચાર વર્ષ રાખવામાં શું વાંધો છે ? જવાબ માત્ર એ છે કે વાંધો તો કંઈ જ નથી પરંતુ, શાકાહાર શબ્દ આજે વિશ્વ વિખ્યાત શબ્દ છે અને શ્રાવકાચાર શબ્દથીતો બધા જૈનો પણ પુર્ણતઃ પરિચિત નથી. માટે જ શાકાહાર શબ્દનો સમાવેશ અતિ અનિવાર્ય છે. બીજી વાત એ પણ છે કે અમે સંપુર્ણ સમાજની સાથે કદમ મિલાવી ચાલવા માગીએ છીએ એટલે એમના ધ્વારા નિશ્ચિત કરેલા શબ્દને એજ રૂપે રાખવો એ યોગ્ય ગણાય. અમારું પ્રચાર ક્ષેત્ર જૈનેતર સમાજ નથી, મુખ્યત્વે જૈન સમાજ છે. જૈનોનો બહુ સંખ્ય સમુદાય આજે પણ પુર્ણ શાકાહારી છે. પરંતુ તેમાં રાત્રિભોજન ત્યાગ, અણગળ પાણીનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ ઇત્યાદિના સંદર્ભે શિથિલતા અવશ્ય પેસી ગઈ છે. એટલે ઉપરોક્ત નિયમોના પાલનની પ્રેરણાને સામેલ કર્યા વગર સંપુર્ણ મહેનત નિરર્થક જવાની સંભાવના હતી. આ બધા જ કારણોને લીધે અત્યંત ગંભીરતા પુર્વક વિચાર વિમર્શ કરીને જ આ વર્ષ ને શાકાહાર શ્રાવકાચાર વર્ષના રૂપમાં જ સંબોધિત કરવાનું યોગ્ય લાગ્યું છે. જે સમાજ માંસાહારથી એકદમ દુર છે એવા જૈન સમાજ સમક્ષ માંસાહારનો નિષેધ અને શાકાહાર રૂપે બટાટા, કાંદા, રીંગણા મૂળા, ગાજર આદિ વસ્તુઓ ખાવા નો ઉપદેશ આપવો તે વિસંગત લાગે છે. માંસાહાર નિષેધની સાથોસાથ અભક્ષ્ય પદાર્થો ખાવાનો નિષેધ પણ જરૂરી છે. માત્ર શાકાહાર શબ્દથી અમારો ઉક્ત અભિપ્રાય વ્યક્ત થતો નથી. માટે જ અમે શાકાહારની સાથે શ્રાવકાચાર શબ્દનું જોડાણ આવશ્યક સમજ્યું છે. આ વાત લક્ષમાં રહે કે અમે શાકાહારના પ્રચારને ગૌણ સ્વરૂપ નથી આપ્યું, શાકાહારતો અગ્રસ્થાને છે જ, સાથે સાથે શ્રાવકાચારનો પણ સમાવેશ કરી લીધો છે. ઘણાનો એ પણ પ્રશ્ન છે કે શુદ્ધ શાકાહારી સમાજ ની સન્મુખ માંસાહારના ત્યાગની ચર્ચા સુસંગત લાગે છે ? આ રીતે પ્રશ્નો ઉપસ્થિત કરનાર વ્યક્તિને અમારું એકનમ્ર નિવેદન છે કે શું શ્રાવકાચાર સંદર્ભે આપણા જૈનાચાર્યોએ મઘ, માંસ, મધુના ત્યાગ ની ચર્ચા નથી કરી ? “પુરુષાર્થ સિદ્ધ યુપાય” અને ‘રત્ન કદંડ શ્રાવકાચાર' જેવા સુપ્રસિદ્ધ શ્રાવકાચાર ગ્રંથોમાં પણ વિસ્તૃત રીતે માંસાદિ ભક્ષણના દોષ જણાવ્યા છે અને એમના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. લક્ષમાં લેવા યોગ્ય તથ્યતો એ છે કે માંસાદિ ના ત્યાગની ચર્ચા ८

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26