________________
શાકાહાર એમ દૂધ એ કંઈ ગાયનું સંતાન નથી. સત્ય હકીકત એ છે કે ઇંડા દુધની સમાન નહી પણ વાછરડા સમાન છે. માટે ઇંડા ખાવા એ વાછરડું ખાવા બરાબર છે.
આ વિધાને ઘણા કહે છે કે શાકાહારી ઇંડામાં બચ્ચાઓનો જન્મ ન થાય. માટે એ દુધની જેમ અજીવ છે. આ વાત તદ્ન તથ્યહીન છે. કેમ કે ઇંડુ એ મરઘીના પ્રજનન અંગનું ઉત્પાદન છે. એટલે અશુચિ તો છે જ. સાથે સાથે ઉત્પન્ન થયા પછી જ એની વૃદ્ધિ થાય છે. સડતું નથી માટે સજીવ જ છે. ભલે પૂર્ણતા પ્રાપ્ત કરવાની ક્ષમતા એનામાં ન હોય. છતાં પણ ઇંડાને અજીવ તો કોઈ પણ કારણે કહી શકાય જ નહી.
બીજું ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે જેનું નામ જ ઇંડુ છે જેનો આકાર અંડાકાર છે. ઇંડાના સ્વરૂપે જ છે અને ઇંડા તરીકે જ ખાવામાં આવે છે જે કોઈના કહેવાથી એને અજીવ માની લઈએ તો પણ એના સેવનમાં ઇંડાનો જ સંકલ્પ હોવાથી માંસાહારનો પુરે પુરો દોષ લાગે છે.
આપણાં જૈન દર્શનમાંતો તમે માટી કે લોટનું કોઈ પશુ-પ્રાણીનું પુતળુ બનાવીને તેનો વધ કરો તો પણ ભાવથી અપેક્ષાએ નરક નિગોદના ફળ ભાખવામાં આવ્યા છે. તો સાક્ષાત ઈંડાનું સેવન કઈ રીતે સંભવ છે ?
ઇંડા ખાવા વિષે જે સંકોચ અમારા માનસમાં છે તે જો એકવાર અજીવ શાકાહારી ઇંડાને નામે આ સંકોચ સમાપ્ત થઈ જાય તો પછી એ કોણ ધ્યાનમાં લે છે કે જે ઇંડાનું સેવન તેઓ કરી રહ્યા છે તે સજીવ છે કે અજીવ. સજીવ અજીવની રજુઆત કરી લોકોની મતિભ્રમ કરવામાં આવે છે. ઇંડાને શાકાહારી બનાવી તેનું વેચાણ વધારવાનો ઇંડાના વ્યાપારીઓનું મોટુ ષતંત્ર છે. જેનો શિકાર શાકાહારી લોકો બની રહ્યા છે.
એક ટૂથ પેસ્ટ કંપનીનું સેલ થોડા વર્ષોમાં વધ્યું નહીં. અનેક પ્રયત્નો કરવા છતાં ભરપૂર પ્રચાર પ્રસાર કરવા છતાં પણ સેલમાં વધારો થયો નહી એટલે જુના સેલ્સ મેનેજરની જગ્યાએ નવા સેલ્સ મેનેજરની નિયુક્તિ કરવામાં આવી. નવા મેનેજરે જોયું કે જે પ્રમાણે સેલ જોઈએ એટલું તો છે જ. એણે સેલ વધા૨વા યુક્તિ અજમાવી પેસ્ટનું જે મોઢું હતું તેના કરતા મોટું મોઢું કરી નાખ્યું. પેસ્ટની ટયુબમાં જ ફેરફાર કર્યો જે થોડી પેસ્ટ બહાર આવતી હતી તે વધુ બહાર આવવા લાગી. લોકોને એક પેસ્ટ જે મહીનો ચાલતી હતી તે ૨૦ થી ૨૫ દિવસમાં ખલાસ થવા લાગી. આ પ્રમાણે સેલ્સ મેનેજરની હોંશીયારી કહો કે ચાલાકી એણે પેસ્ટનું સેલ વધારી દીધું.
આજ પ્રકારે જ્યારે ઇંડાના વેપારીઓએ જોયું કે, ઇંડા માંસાહારીતો ખાવા જ માંડયા છે. તો એનું વેચાણ કેમ વધારવું ? આના ઉપાય રૂપે તેમણે શાકાહારીઓમાં શાકાહારી ઇંડાના અંચળા હેઠળ ઘુસીને તેનું વેચાણ શરૂ કરી
૧૪