Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ ગ્રહવા-સંગ્રહવા જોઈએ. તે માટે પ્રાચીન આર્યાવર્તમાં શ્રમણ-બ્રાહ્મણનાં વિદ્યાકુળમાં શિશુવયમાં જ બાળકને કોશગ્રંથ કંઠસ્થ કરાવવામાં આવતા અને તે જ સંદર્ભે કાળજયી સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સતત વિકસતા-વધતા સાહિત્ય કાજે, ભાષાના વિશાળ અને વિશદ બોધ કાજે કોશ રચવાનું પણ ચાલુ જ રહ્યું છે. કંઠે કરવામાં સુગમ રહે તે માટે શ્લોકબદ્ધ કોશો જૈન પરંપરામાં અને અજૈન પરંપરામાં સંખ્યાબંધ રચાયા છે, રચાય છે અને હજી રચાશે. કોશ સાહિત્યમાં જૈન પરંપરાનું પણ આગવું પ્રદાન છે. ૫૨માહત કવિરાજ ધનપાલ, ધનંજય અને કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજથી લઈને યાવત્ આજ સુધી ‘સુશીલ નામમાલા' સુધી આ પરંપરા ચાલુ રહી છે. (સંસ્કૃત સાહિત્યના ઐતિહાસિક સંદર્ભે કોશ સાહિત્યની રૂપરેખા સંપાદકે જ પોતાના નિવેદનમાં આપી છે. માટે તેનો અહીં માત્ર અંગુલિનિર્દેશ જ ઉચિત છે.) પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતા— પદ્યબદ્ધ કોશના સર્જનની અવેજીમાં વીસમા સૈકામાં જે રીતે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું પઠન-પાઠન વધ્યું અને ક્ષયોપશમની મંદતા વગેરે કા૨ણે અને ખાસ કરીને અન્ય ભાષામાં અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ, સંસ્કૃતઅંગ્રેજી શબ્દકોશ, હિન્દી-ગુજરાતી શબ્દકોશના જ અનુકરણમાં અને ઉપયોગી થવાની દૃષ્ટિએ આવા સંસ્કૃતગુજરાતી કોશનું અસ્તિત્વ આવિર્ભાવ પામ્યું. એવા જ વાતાવરણમાં આ કોશનું સર્જન થયું – જન્મ થયો. વિ. સં. ૧૯૯૩ (સને ૧૯૩૭)માં પરમ શાસન-પ્રભાવક, તીર્થોદ્વારક, પ્રશમાદિ ગુણનિધિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી મુક્તિવિજયજી ગણિએ સંકલિત તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન પંડિતોની મદદથી આ કોશની સંકલના-સંરચના કરાવી અને વિશાળ શબ્દ સમૂહને સુગમ અર્થબોધ થાય એ રીતે આમાં આમેજ કર્યો. એ વખતે પણ જેવું આ કોશનું પ્રકાશન થયું કે તત્કાલ જ આને ઉમળકાભેર આવકાર મળ્યો. વિશાળ વિદ્યાર્થીવર્ગ, નવોદિત અધ્યાપકવર્ગ, આનો વારંવાર ઉપયોગ કરીને પોતાનું શબ્દભંડોળ અને શબ્દાર્થજ્ઞાન સતત વધારતો રહ્યો, વધુ ને વધુ તેનો વપરાશ-ઉપયોગ થતો રહ્યો. તે વખતે મુદ્રિત થયેલી બધી નકલો ખપી ગઈ અને તેની માંગ થતી જ રહી – અને તેના ઉપલક્ષ્યમાં તેના પુનર્મુદ્રણની વાતો પણ થતી રહી. છેલ્લે છેલ્લે તેના પ્રકાશક મહાનુભાવો નિશ્ચય ઉપર આવ્યા કે આ કોશની આટલી બધી માગ છે તો તેને છપાવવો તો ખરો જ. પણ માત્ર તેનું બીબાંઢાળ પુનર્મુદ્રણ જ ન કરાવતાં આટલાં વર્ષે અને આટલો વ્યય કરીને છપાવીએ છીએ ત્યારે તેનું કાંઈક સંશોધન-સંવર્ધન થાય તો જ તેની ઉપાદેયતામાં અભિવૃદ્ધિ થાય. માટે કોઈ વિદ્વાન જો આ કામ કરી આપે તો સારું. શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજે પણ આ કાર્યમાં સાદ્યંત રસ લીધો અને ‘શોધે છે તેને મળે છે’ એ ન્યાયે આ કોશના પુનઃ સંસ્કરણના કાર્ય માટે વ્યાકરણાદિ વિષયના જૂની પેઢીના વિદ્વાન પં. અંબાલાલ પ્રેમચંદ શાહ મળ્યા અને તેઓની વ્યાકરણ વિષયક ચીવટ અને જહેમતનો, સૂઝ અને સમજનો લાભ પ્રસ્તુત સંસ્કરણને મળ્યો છે. આ વયે પણ તેઓની ખંત યુવાનને શરમાવે તેવી છે. કોશમાં ઘણા નવા શબ્દો ઉમેર્યા છે. જૂની આવૃત્તિમાં હતા અને બેવડાતા હતા તેનો સંક્ષેપ કર્યો. તેને કમી કરી તેના અર્થને તત્સમાન શબ્દમાં સમાવી દીધા છે અને સંખ્યાબંધ શબ્દોનો સ્થલનિર્દેશ પણ કર્યો છે. તેથી આવો શબ્દ ક્યાં, કેવી રીતે, કોણે વાપર્યો છે, કેવી રીતે વાપરી શકાય વગેરે માટે અન્યોન્ય ગ્રંથોના સંદર્ભોનો ઉલ્લેખ પણ કર્યો છે. તેથી વિદ્યાર્થીને અલ્પ યત્ને ચતુસ્ર અને નક્કર બોધ થવામાં સહાયક થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 864