Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
११
અને તેમની પાસેથી એ મૂલ્ય મળી પણ રહે, પરંતુ શબ્દકોશ જેવા દેખીતી રીતે નીરસ લાગતા ગ્રંથોનું મૂલ્યાંકન સૌ કોઈ કરી શકતા નથી. ફક્ત વિદ્વાનો કે વિદ્યાપ્રેમીઓ જ કરી શકતા હોય છે – એ એક ધ્રુવ સત્ય છે. એથી જ એના આર્થિક પ્રશ્નને ન્યાય આપવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે, છતાં દેવ-ગુરુ-ધર્મ પસાયે સૌના સહકારથી એ પ્રશ્ન પણ સરળતાથી હલ થતો ગયો છે. એ એક ઘણી જ આનંદપ્રદ બીના છે. આના પછી પણ પ્રગટ થનારા આ જ મહાકોશના બીજા તથા ત્રીજા ભાગના પ્રકાશન-કાર્યમાં પણ એવો જ ઉત્સાહ અને ઉમંગ દશવિવાપૂર્વક સહુ કોઈ આ સુકૃતકાર્યમાં સંપૂર્ણતયા સહભાગી બનશે એવો અમને દઢ વિશ્વાસ છે.
આમાં સર્વ વિષયના શબ્દોનો સુવિશાળ સંગ્રહ હોઈ જેન-અજૈન સહુ કોઈને સરખા રૂપમાં જ આ શબ્દકોશ પરમ ઉપયોગી નિવડશે એવી આશા છે. આમાં જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો ‘મિચ્છા મિ દુક્કડ' હો !
‘મહોદધિનો પુનર્જન્મ દરેકના મનમંદિરમાં અમંદ આનંદ અને અદમ્ય ઉત્સાહના પુનર્જન્મ માટે થાઓ. શબ્દલોક'નો શબ્દ શબ્દ સર્વને શબ્દાતીતમાં જવા માટેનું સબલ સંબલ બની રહો એ જ મંગળ કામના.
– પ. પૂ. સ્વ. આ. કે. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના
સુવિનીત અંતેવાસી અને વડીલ ગુરુભ્રાતા
પ. પૂ. પં. શ્રી હેમપ્રભવિજયજી ગણિવર્ય (હાલમાં આચાર્યદેવ શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.)ના નિર્દેશથી
મુનિ મણિપ્રભવિજય (રત્નપુંજ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org