Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
२४
સાથે કુલ ૧૭૪૫ શ્લોકસંખ્યા થાય છે. વૃત્તિ સાથે આ ગ્રંથનું લગભગ ૮OOO શ્લોકપરિમાણ છે.
આ. હેમચંદ્રની સામે વ્યાડિનો કોઈ શબ્દકોશ હતો, જેમાંથી તેમણે કેટલાંયે પ્રમાણો ઉદ્દધૃત કર્યા છે.
આ સ્વોપજ્ઞવૃત્તિમાં પ૬ ગ્રંથકારો અને ૩૧ ગ્રંથોનો ઉલ્લેખ છે. જ્યાં પ્રાચીન ગ્રંથકારોના ઉલ્લેખો સાથે તેમને મતભેદ છે ત્યાં આ. હેમચંદ્ર અન્ય ગ્રંથો અને ગ્રંથકારોનાં નામ ઉદ્દધૃત કરીને પોતાના મતભેદનું સ્પષ્ટીકરણ કર્યું છે.
આ કોશ પર સ્વોપજ્ઞવૃત્તિ હોવા છતાં અનેક ગ્રંથકારોએ નાની મોટી વૃત્તિઓ આ પ્રકારે રચેલી મળે
વૃત્તિગ્રંથો–૧. મુનિ કુશળસાગરે “અભિધાનચિંતામણિકોશ ટીકા નામે વૃત્તિની રચના કરી છે. ૨. મુનિ સાધુરને ઉપર્યુક્ત નામથી આ કોશ પર ટીકા રચી છે. ૩. ખરતરગચ્છીય જ્ઞાનવિમલસૂરિના શિષ્ય મુનિ વલ્લભગણિએ વિ. સં. ૧૬૬૭માં “અભિધાનચિંતામણિ” કોશ પર “સારોદ્ધાર’ નામની ટીકા રચી છે. આને જ ‘દુર્ગપદપ્રબોધ' નામ આપ્યું હોય એવું અનુમાન છે. ૪. અંચલગચ્છીય શ્રીવિનયચંદ્ર વાચકના શિષ્ય મુનિ દેવસાગરે વિ. સં. ૧૬૮૬માં આ કોશ પર ‘વ્યુત્પત્તિરત્નાકર' નામથી ટીકા રચી છે, જેની ૧૨ શ્લોકોની અંતિમ પ્રશસ્તિ “જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથસૂચી' પૃ. ૬૧માં પ્રકાશિત છે. ૫. કોઈ અજ્ઞાત નામધારી મુનિએ આ કોશ પર ૪૫OO શ્લોકપ્રમાણ ‘અવચૂરિ’ની રચના કરી છે, જેનો “જૈન ગ્રંથાવલી' પૃ. ૩૧૦ માં ઉલ્લેખ છે. ૬. પં. વાસુદેવરાવ જનાર્દન કેશલીકરે આ કોશ ઉપર “રત્નપ્રભા' નામની ટીકા રચી છે. આ ટીકામાં સંસ્કૃત શબ્દોની સાથે ગુજરાતી અર્થ પણ આપ્યા છે.
બીજક– ‘અભિધાનચિંતામણિનામમાલા-બીજક' નામની ત્રણ કૃતિઓ જુદા જુદા ત્રણ મુનિઓએ રચેલી મળે છે. આમાં કોશની વિસ્તૃત વિષયસૂચી આપેલી છે.
પ્રતીકાવલી– ‘અભિધાનચિંતામણિનામમાલા-પ્રતીકાવલી’ નામની કૃતિ ભાંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ-પૂનામાં છે. તેમાં તેના કતનું નામ નથી. અનેકાર્થસંગ્રહ
આ. હેમચંદ્રસૂરિએ “અનેકાર્થસંગ્રહ' કોશગ્રંથની રચના પદ્યમાં વિક્રમની ૧૨મી શતાબ્દીમાં કરી છે. આ કોશમાં તેમણે એક શબ્દના અનેક અર્થો નોંધ્યા છે.
આ ગ્રંથમાં સાત કાંડ છે અને તેમાં બધાં મળીને ૧૮૨૯૬૦=૧૮૮૯ પદ્યો છે. આરંભમાં અકારાદિકમથી અને અંતમાં કે આદિના ક્રમથી શબ્દ શોધવાની યોજના કરેલી છે.
આ કોશમાં પણ ‘અભિધાનચિંતામણિ'ની જેમ દેશ્ય શબ્દો પણ અપનાવેલા છે. આ કોશ “અભિધાનચિંતામણિ’ પછી રચવામાં આવ્યો છે.
અનેકાર્થસંગ્રહ-ટીકા- અનેકાર્થસંગ્રહ પર “અનેકાર્થકેરવાકરકૌમુદી' નામની ટીકા આ. હેમચંદ્રસૂરિના શિષ્ય આ. મહેંદ્રસૂરિએ રચી છે, એવો ટીકાના પ્રારંભમાં જ ઉલ્લેખ છે. આ કૃતિ (ટીકા) તેમણે ગુરુના નામે રચી એમ બીજા કાંડના અંતિમ પઘથી જણાય છે. રચનાસમય વિક્રમની ૧૩મી શતાબ્દી છે.
આ ટીકાની રચનામાં વિશ્વપ્રકાશ, શાશ્વત, રસ, અમરસિંહ, મંખ, હુડ્ઝ, વ્યાતિ, ધનપાલ, ભાગરિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org