Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
૨૦
એકાક્ષરનામમાલિકા
આ. અમરચંદ્રસૂરિએ ‘એકાક્ષરનામમાલિકા' નામે એક કોશગ્રંથની રચના ૧૩મી શતાબ્દીમાં કરી છે. આ કોશના પ્રથમ પદ્યમાં કતએ અમર કવીન્દ્ર નામ બતાવ્યું છે અને સૂચિત કર્યું છે કે, વિશ્વાભિધાનકોશોનું અવલોકન કરીને આ કોશની રચના કરી છે. આમાં કુલ ૨૧ પદ્યો છે.
આ. અમરચંદ્રસૂરિ ગુજરાતના રાજા વિસલદેવની રાજસભાના સામાન્ય વિદ્વાન હતા, તેમણે પોતાની શીઘ્ર કવિત્વશક્તિથી મહામાત્ય વસ્તુપાલ જેવા વિદ્વાનની માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત કરી હતી. તેમના સમકાલીન કવિસમાજમાં પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
તેમણે કેટલાક ગ્રંથો ઉપરાંત મહાકાવ્યની રચનાઓ પણ કરેલી છે. એકાક્ષર કોશ
મહાક્ષપણકે ‘એકાક્ષરકોશ' નામથી કોશગ્રંથની રચના કરી છે. કવિએ પ્રારંભમાં જ આગમો, અભિધાનો, ધાતુઓ અને શબ્દાનુશાસનથી આ એકાક્ષર કોશમાં નામો આપ્યાં છે. આમાં ૪૧ પદ્યો છે. કથી ક્ષ સુધીના વ્યંજનોના અર્થપ્રતિપાદન પછી સ્વરોના અર્થોનું દિગદર્શન કરાવ્યું છે.
એક પ્રતિમાં કત સંબંધી આ પ્રકારે ઉલ્લેખ મળે છે – પાલરાર્થસંત્રાપ: મૃત: સપનામ – આ પ્રકારના ઉલ્લેખ સિવાય બીજી કોઈ માહિતી મળી નથી. એકાક્ષરનામમાલા
મુનિ સુધાકલશે ‘એકાક્ષરનામમાલા' શીર્ષક ૫૦ પદ્યાત્મક કોશગ્રંથની રચના વિક્રમની ૧૪મી શતાબ્દીમાં કરી હતી. કતએ શ્રી વર્ધમાન તીર્થંકરને પ્રણામ કરી અંતે પોતાને મલધારિગચ્છના આ. રાજશેખરસૂરિના શિષ્ય હોવાનો પરિચય આપ્યો છે.
કતએ સં. ૧૭૮૦માં “સંગીતોપનિષદ્' જેવા ગ્રંથો પણ રચ્યા છે. કેટલાક સંસ્કૃત કોશો
આ સિવાય મુનિ પુણ્યરત્નમણિએ યક્ષરકોશ, વિમલસૂરિએ ઉદેશ્ય શબ્દ સમુચ્ચય' રામચંદ્રસૂરિએ દેશ્યનિર્દેશનિઘંટુ આદિ અનેક કોશોની રચના જૈનાચાર્યોએ કર્યાનું જાણવા મળે છે. કેટલાક પ્રાપ્ત કોશી
૫. હરગોવિંદદાસ ત્રિકમલાલ શેઠે “પાઇયસમહષ્ણવો” (પ્રાકૃત શબ્દમહાર્ણવ) નામક પ્રાકૃત હિંદી શબ્દકોશ રચ્યો છે જે પ્રકાશિત છે. પ્રાકૃત સાહિત્યના વાચનમાં આ કોશ ખૂબ ઉપયોગી નિવડ્યો છે.
શતાવધાની મુનિ શ્રી. રત્નચંદ્રજીએ “અર્ધમાગધીડિક્ષનેરી' નામથી આગમના પ્રાકૃત શબ્દોના ચાર ભાષામાં અર્થ દઈને ચાર ભાગમાં આ કોશની રચના કરી પ્રસિદ્ધ કર્યો છે. વળી, તેમણે “જૈનાગમકોશ' નામથી આગમિક શબ્દોના ગુજરાતીમાં અર્થ આપવા સાથેની ખૂબ ઉપયોગી આવૃત્તિ પણ પ્રસિદ્ધ કરી છે.
આગમોદ્ધારક આચાર્ય શ્રી. આનંદસાગરસૂરિજીએ પ્રાકૃતઅલ્પપરિચિતદ્ધાંતિકકોશ'ની રચના કરી છે. તેના કેટલાક ભાગો પ્રકાશિત થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org