Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
'ध्यायं ध्यायं महावीरं स्मारं स्मारं गुरोर्वचः । शास्त्रं दृष्ट्वा वयं कुर्मः बालबोधाय पद्धतिम् ।। पत्रलिखनस्याद्वादमतं ज्ञात्वा वयं किल ।
मनोरमां वयं कुर्मः बालबोधाय पद्धतिम् ।।' આ શ્લોકો ઉપરથી અનુમાન કરીએ તો આ કોશનું નામ બાલબોધપદ્ધતિ અગર “મનોરમા' કોશ હોઈ શકે. હસ્તલિખિત પ્રતિના હાંસિયામાં “શબ્દચંદ્રિકા' એવો ઉલ્લેખ છે તેથી આ કોશનું નામ “શબ્દચંદ્રિકા આપ્યું છે. આમાં શબ્દનો ઉલ્લેખ કરીને પર્યાયવાચી નામો ગદ્યમાં એકીસાથે આપ્યાં છે. વિદ્યાર્થીઓ માટે આ કોશ ઉપયોગી જણાય છે પણ છપાયો નથી. સુંદરપ્રકાશ-શબ્દાર્ણવ
નાગોરી તપાચ્છીય શ્રી પામેરુના શિષ્ય શ્રી પદ્મસુંદરે પાંચ પ્રકરણોમાં “સુંદપ્રકાશશબ્દાર્ણવ' નામના કોશગ્રંથની રચના કરી છે. તેની એક હસ્તલિખિત પ્રતિ સુજાનગઢના શ્રીપનેચંદ સિંધીના સંગ્રહમાં છે, તેમાં રચના સમય સં. ૧૬૧૯ જણાવ્યો છે. આ કોશમાં ૨૬૬૮ પડ્યો છે. આ ગ્રંથ હજી છપાયો નથી.
પં. પદ્મસુંદર ઉપાધ્યાય ૧૭મી સદીના વિદ્વાન હતા. સમ્રાટ અકબરની સાથે તેમનો ઘનિષ્ટ સંબંધ હતો. અકબરની સમક્ષ એક બ્રાહ્મણ પંડિતને પરાજિત કરવાથી અકબરે તેમને સન્માનિત કર્યા હતા તથા તેમને માટે આગરામાં એક ધર્મસ્થાનક ઉપાશ્રય બંધાવી આપ્યો હતો. ઉપા. પાસુંદર જ્યોતિષ, વૈદ્યક, સાહિત્ય, દર્શન આદિ શાસ્ત્રોના અભ્યાસી ધુરંધર પંડિત હતા. તેમની પાસે આગરામાં વિશાળ શાસ્ત્રસંગ્રહ હતો. તેમનો સ્વર્ગવાસ થતાં સમ્રાટ અકબરે તે શાસ્ત્રસંગ્રહ આ. હીરવિજયસૂરિને સમર્પિત કર્યો હતો. શબ્દભેદનામમાલા
મહેશ્વર નામના વિદ્વાને “શબ્દભેદનામમાલા'ની રચના કરી છે. સંભવતઃ થોડા ફેરફારવાળા શબ્દો, જેવા કે અUTI, ST, HIR, AIR, ઉમરાત, મરતિ વગેરે એકાWક શબ્દોનો સંગ્રહ હશે.
શબ્દભેદનામમાલાટીકા-આ કોશ ઉપર ખરતરગચ્છીય ભાનુમેરુના શિષ્ય જ્ઞાનવિમલસૂરિએ વિ. સં. ૧૬૫૪માં ૩૮૦૦ શ્લોકપ્રમાણ ટીકાની રચના કરી છે. નામસંગ્રહ
ઉપાધ્યાય ભાનુચંદ્ર ગણિએ નામસંગ્રહ' નામક કોશની રચના કરી છે. આને ‘નામમાલાસંગ્રહ અથવા વિવિક્તનામસંગ્રહ' પણ કહે છે. કેટલાક વિદ્વાનો આને “ભાનુચંદ્રનામમાલા'ના નામથી પણ ઓળખે છે. આ કોશ “અભિધાનચિંતામણિ’ અનુસાર છ કાંડોમાં વિભક્ત છે અને કાંડોનાં શીર્ષક એ જ રીતનાં રાખ્યાં છે.
ઉપાધ્યાય ભાનુચંદ્રગણિ મુનિ સૂરચંદ્રના શિષ્ય હતા. તેમને વિ. સં. ૧૬૪૮માં લાહોરમાં ઉપાધ્યાય પદવી આપવામાં આવી હતી. સમ્રાટ અકબર તેમની વિદ્વત્તા ઉપર ખુશ હતો. તેઓ અકબરની સામે પોતે રચેલું “સૂર્યસહસ્રનામસ્તોત્ર' પ્રત્યેક રવિવારના દિવસે સંભળાવતા હતા. તેમણે અનેક ગ્રંથો રચેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org