Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
२१
તેઓ જૈન ગૃહસ્થોમાં અગ્રણી હતા. તેમણે પોતાની નાની બહેન સુંદરીને માટે આ કોશગ્રંથની રચના વિ. સં. ૧૦૨૯માં કરી હતી. આ કોશમાં ૨૭૯ ગાથાઓ આછિંદમાં છે. આ કોશ એકાર્થક શબ્દોનો બોધ કરાવે છે. આમાં ૯૯૮ શબ્દોના પ્રાકૃત પર્યાયો આપ્યા છે.
પં. ધનપાલ જન્મથી બ્રાહ્મણ હતા. તેમણે પોતાના નાના ભાઈ શોભન મુનિના ઉપદેશથી જૈન તત્ત્વોનું અધ્યયન કરી જૈનદર્શનમાં શ્રદ્ધા ઉત્પન્ન થવાથી જૈનત્વ અંગીકાર કર્યું હતું. એક પાકા જૈનની શ્રદ્ધાથી અને મહાકવિના દરજ્જાથી તેમણે કેટલાયે ગ્રંથો રચ્યા છે.
પં. ધનપાલ ધારાધીશ મુંજરાજની રાજસભાના સમ્માન્ય વિદ્વદ્રત્ન હતા. તેઓ તેમને ‘સરસ્વતી’ કહેતા હતા. ભોજરાજે એમને રાજસભામાં ‘કૂચલ સરસ્વતી' અને ‘સિદ્ધસારસ્વત કવીશ્વર'ની પદવીઓ આપીને સન્માનિત કર્યા હતા. પછીથી 'તિલકમંજરી'ની રચનાને પોતાના ચરિત્રરૂપે બદલવાના આદેશથી તે ગ્રંથને બાળી નાખવાના કારણે ભોજરાજ સાથે તેમને વૈમનસ્ય થયું ત્યારે તઓ સાચોર (રાજસ્થાન)માં જઈને રહ્યા. એનો નિર્દેશ તેમણે રચેલા ‘સત્યપૂરીયમંડનમહાવીરોત્સાહ'માં કર્યો છે.
આચાર્ય હેમચંદ્રસૂરિએ ‘અભિધાનચિંતામણિકોશ’ના પ્રારંભમાં ‘વ્યુત્પત્તિર્ધનપાતઃ' એવો ઉલ્લેખ કરીને પં. ધનપાલના કોશગ્રંથને પ્રમાણભૂત બતાવ્યો છે. આ હેમચંદ્રસૂરિએ રચેલા “દેશીનામમાલા (રયણાવલી)’ કોશમાં પણ પં. ધનપાલનો ઉલ્લેખ કર્યો છે. ‘શાર્ગંધર પદ્ધતિ’માં ધનપાલના કોશ વિષયક પદ્યોનાં ઉદ્ધરણો મળે છે અને એક ટિપ્પણીમાં ધનપાલરચિત ‘નામમાલ’ ૧૮૦૦ શ્લોકપરિમાણ હોવાનો ઉલ્લેખ કરેલો છે. આ બધાં પ્રમાણોથી માલૂમ પડે છે કે, પં. ધનપાલે સંસ્કૃત અને દેશીશબ્દકોશ ગ્રંથોની રચના કરી હશે, જે આજે ઉપલબ્ધ નથી.
પં. ધનપાલે ૧. તિલકમંજરી (સંસ્કૃત ગદ્ય), ૨. શ્રાવકવિધિ (પ્રાકૃત પદ્ય), ૩. ઋષભપંચાશિકા (પ્રાકૃત ૪. મહાવીરસ્તુતિ (પ્રાકૃત પદ્ય), ૫. સત્યપૂરીયમંડનમહાવીરોત્સાહ
પદ્ય),
(અપભ્રંશ પદ્ય),
૬. શોભનસ્તુતિટીકા (સંસ્કૃત ગદ્ય) ગ્રંથો રચેલા મળી આવે છે.
ધનંજયનામમાલા
ધનંજય નામના દિગંબર જૈન ગૃહસ્થ વિદ્વાને પોતાના નામ ઉપરથી ‘ધનંજયનામમાલા’ નામક એક નાના સંસ્કૃત કોશગ્રંથની રચના કરી છે. કહેવાય છે કે, કર્તાએ અનુષ્ટુપ્ના ૨૦૦ શ્લોક રચ્યા છે. કોઈ આવૃત્તિમાં ૨૦૩ તો બીજી આવૃત્તિમાં ૨૦૫ શ્લોક મળી આવે છે.
ધનંજય કવિએ આ કોશમાં શબ્દાંતર બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ બતાવી છે. જેમ, ‘પૃથ્વી’ વાચક શબ્દની આગળ ‘ધર' શબ્દ જોડી દેવાથી પર્વતવાચી નામ બને છે, “મનુષ્ય’ વાચક શબ્દની આગળ ‘પતિ’ શબ્દ જોડી દેવાથી નૃપવાચી નામ બને છે અને ‘વૃક્ષ’ શબ્દની આગળ ‘ચર’ શબ્દ જોડી દેવાથી વાનરવાચી નામ બને છે.
આ કોશમાં ૨૦૧ મો શ્લોક આ પ્રકારે
'प्रमाणमकलङ्कस्य पूज्यपादस्य लक्षणम् । द्विसन्धानकवेः काव्यं रत्नत्रयमपश्चिमम् ।।'
આ શ્લોકમાં ‘દ્વિસંધાન’કાર ધનંજય કવિની પ્રશંસા છે, એટલે આ શ્લોક મૂળ ગ્રંથકારનો નહીં હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org