Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
१३
માત્ર બીજી ભાષા તરીકે ગણાતી હોવાથી તેનું ઉપરછલ્લું જ્ઞાન અપાય છે અને તે પણ અપૂર્ણ. કોઈ પણ ભાષાના અભ્યાસ માટે જેમ વ્યાકરણના અભ્યાસની આવશ્યકતા છે તેમ ભાષાના તલસ્પર્શી અભ્યાસ માટે તેના કોષની પણ તેટલી જ આવશ્યકતા છે.
વળી, કોઈ પણ ભાષાનું જ્ઞાન મેળવવું હોય તો પ્રથમ તે ભાષાના શબ્દોના પ્રકૃતિ પ્રત્યયની અને તવિષયક વ્યાકરણશૈલીની ઘણા ભાગે જરૂર જણાય છે. વ્યાકરણની જરૂર શબ્દ સ્વરૂપની સમજ માટે હોય છે, અને તેનો સમાવેશ કોષોમાં પ્રકૃતિ-પ્રત્યયમાં જ થાય છે, અને શબ્દ સ્વરૂપનું જ્ઞાન થયા પછી અર્થજ્ઞાન તરફ અભ્યાસીનું લક્ષ દોરાય છે. આવી રીતે અનેક અર્થવાળા ઘણા શબ્દોનું સ્મરણ ભાષાજ્ઞાનમાં ઉપયોગી છે. તે કોષ દ્વારા જ મળી શકે છે.
આ કોષ પ્રકાશિત કરવાનો ઉદ્દેશ પણ એ જ છે કે સંસ્કૃત ભાષાના અભ્યાસીને ભાષાજ્ઞાનમાં વિશેષ સુગમતા મળે અને વિસ્તારપૂર્વક વિગ્રહો તેમજ પ્રકૃતિ-પ્રત્યયનું જ્ઞાન પણ મળે.
પ્રથમ આવો કોષ લગભગ ૪૦ વર્ષ ઉપર ભાવનગરમાંથી “શબ્દચિંતામણિ' નામનો બહાર પડ્યો હતો પણ તે આજે મળવો દુર્લભ છે. ઘણાં વર્ષથી અમારી ભાવના એક સામાન્ય જનતા, અભ્યાસી અને વિદ્વાન વર્ગને ઉપયોગી કોષ બહાર પાડવાની હતી. સાતેક વર્ષ પહેલાં તે કામ હાથમાં લીધું અને સદ્ભાગ્યે સંસ્કૃત સાહિત્યપ્રેમી જનસમૂહ સમક્ષ આજે આ કોષ મૂકતાં આનંદ થાય છે.
આ કોષનું નામ “શબ્દરત્નમહોદધિ પસંદ કર્યું છે, કારણ કે હજારો શબ્દોનો સંગ્રહ હોવાથી શબ્દરૂપી રત્નોનો મહાસાગર તે સાર્થક ગણાશે. આ તો પ્રથમ વિભાગ છે. આના કરતાં વિશેષ ઉપયોગી શબ્દ સંગ્રહવાળો બીજો ભાગ પણ લગભગ તૈયાર છે પણ તેમાં મળી શકતા બધા શબ્દોનો સમાવેશ કરવાની ભાવનાથી તે થોડા સમય પછી બહાર પાડી શકાશે. સંસ્કૃત સાહિત્યના રસિકો, વિદ્વાનો અને અભ્યાસીઓ આ કોષનો છૂટથી ઉપયોગ કરી શકે અને તેને ખરીદી શકે તે દષ્ટિએ એ કોષનું મૂલ્ય બહુ જ અલ્પ રાખવામાં આવ્યું છે. આજ સુધી બહાર પડેલા કોષો એટલા બધા કીમતી છે કે સામાન્ય જનતા તેનો લાભ લઈ શકતી નથી. તે બૃહતુ-પુસ્તકાલયોના કબાટો શોભાવે છે કે શ્રીમંત માણસો તેને વસાવી શકે છે અથવા તો ખાસ જરૂરિયાતવાળા જ તે મંગાવી શકે છે. માટે જ આ કોષનું મૂલ્ય અલ્પ રાખવામાં આવ્યું છે.
આ કોષમાં શબ્દરચના વિચારયુક્ત ક્રમ પ્રમાણે ગોઠવી કોષને ઉપયોગી બનાવવા યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રથમ શબ્દનિર્દેશ પછી લિંગ અને જાતિનિર્દેશ, શબ્દનો વિગ્રહ અથવા મૂલ પ્રકૃતિ ને પ્રત્યય આ પછી શબ્દના શક્ય ગુજરાતી અર્થ, કોઈ કોઈ શબ્દોના ઉપયોગ માટે શાસ્ત્રોનાં પ્રમાણો; તેવી જ રીતે ધાતુઓનો-ક્રિયાપદોનો પણ સંગ્રહગણ, ધાતુનો પ્રકાર સકર્મક કે અકર્મક, સેટુ કે અનિટ્રનો નિર્દેશ, કોઈ નામધાતુ-શબ્દમાંથી બનતા ધાતુઓ, સૌત્ર ધાતુઓ, કવ્વાદિ ધાતુઓ તથા ઘણા ઉપયોગી ધાતુઓ વર્તમાનકાળના રૂપ સાથે બતાવેલાં છે.
શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના હૈમકોષ, અભિધાનચિંતામણિના સર્વ શબ્દો તે સિવાય જૈનદર્શનના પ્રાકૃત શબ્દોને સંસ્કૃતમાં મૂકી અર્થ સાથે આ કોષમાં સંગૃહીત કર્યા છે. વિશેષમાં આયુર્વેદ-વૈદક, જ્યોતિષ, વૈદિક, અને નાગમને લગતા શબ્દોનો ખાસ સંગ્રહ કરેલો છે. તેમજ તેનું પ્રકૃતિ-પ્રત્યયાત્મક રૂપ પણ બતાવેલું છે. વિગ્રહમાં જોકે વિદ્વાનો એક મત હોતા નથી પણ અમે યોગ્ય લાગતા વિગ્રહો મૂક્યા છે.
શબ્દ-સંગ્રહ માટે મુખ્ય ઉપયોગ-શબ્દકલ્પદ્રુમ, શબ્દસ્તોમમહાનિધિ, વાચસ્પત્યબૃહદભિધાન. હૈમકોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org