________________
વધવાને વેપારમાં જૈનો રાખો ખંત ૬ ઈશાનકોણે ગામથી હતો એક સન્નિવેસ નામ હતું કોલાગને નગર સમીપે બેશ ૭ વીર પ્રભુ ત્યાં વિચર્યા સુંદર શુભ ઉદ્યાન જિતશત્રુ રાજા અને આનંદને થયું જાણું ૮ આવી વાંઘા વીરને સુપ્યો શુભ ઉપદેશ મધુર પ્રભુની દેશના સુણી હરનું ચિત્ત બેશ ૯ આનંદે હર્ષિત થઈ શ્રાવકના વ્રત બાર ગ્રહણ કર્યા પ્રભુ સાક્ષીએ ધાર્યો અર્થ વિચાર ૧૦ શિવનંદા સુણી ઘેરથી આવી વીરની પાસ ગ્રહ્યા બાર વ્રત તેણીએ રાખી અતિ હુલ્લાસ ૧૧ આનંદે પ્રિય પાળીયો શુદ્ધ શ્રાવક આચાર ચૌદ વર્ષ પછી પુત્રને સોંપ્યો સર્વ કારભાર ૧૨ વ્યાવહારિક ચિંતા બધી છોડીને એકાંત પૌષધશાળાએ જઈ રહ્યો આનંદ થઈને શાંત ધર્મધ્યાનમાં ચિત્તને રોક્યુ શાળામાંય ધર્મકાર્ય કરતાં ગૃહી શ્રાવકની ડિમાંય ૧૪ શરીર થયું કૃશ તેહનું થયો ધ્યાનમાં લીન સંથારો કર્યા પછી વિચર્યા ત્યાં વીર જિન આનંદને ઉપર્યું રૂડું સુંદર અવધિ જ્ઞાન ગૌતમ આવ્યા ગામમાં જે છે મહામતિમાન ૧૬ આનંદને ઉપજ્યુ સુણી અવધિ જ્ઞાન એ વાર શ્રાવકને કેમ ઉપજે ગૌતમ કહે તે ઠાર ૧૭ ગૌતમ આવી વીરને કહે છે સઘળું ગ્યાન શ્રાવકને એ ઉપજે જ્ઞાન કહે ભગવાન ૧૮ આવ્યા આનંદ પાસે તે ગૌતમ ફરી સુજાણ આનંદ ઉપજ્યુ સત્ય છે તમને અવધિ જ્ઞાન ૧૯ કૃપા ગુરૂની એ બધી કહે છે એમ આણંદ ચરણસ્પર્શ કરી વંદના કરતો એ ગુણવૃંદ ૨૦
૧૩
(સક્ઝાય સરિતા