________________
બોલે નારદ સુણ પદ્મોત્તર મુજ એક વાતડી રે લોલ એક છે દ્રૌપદી નામે નાર કે રતિસમ રૂઅડી રે લોલ સુણી તેહ પદ્મોત્તર વળી રાય કે દેવ આરાધીયો રે લોલ દેવપાસે તેડાવી દ્રૌપદી નાર કે નેહ જગાડીયો રે લોલ... ૪ દ્રૌપદી તારે કારણે મેંય કે કઠોર જ દુ:ખ સહયાં રે લોલ ત્રીજે દિવસે તુજ મુખમલના દરશન મેં લહયાં રે લોલ પુણ્યે પામ્યો તાહરો જોગ કે વંછિત સુખ વિલસીએ રે લોલ સુનજરે જોને સામે નાર કે દરિસણ દીજીયે રે લોલ... ૫ તવ કહે દ્રૌપદી નામે નાર કે બંધવ ! રહે વેગળો રે લોલ મારે વ્રત છે મોટું છમાસ કે શીયલ પાળું નિરમળું રે લોલ બોલ્યાનું નહીં હમણાં કામ કે સહી પછી જે હોશે રે લોલ એમ કહી વનિતા રહી તિહાં વાસ કે વળતું ઈહાં શું થયું રે લોલ...૬ ઉંઘથી ઉઠ્યો યુધિષ્ઠિર રાય કે અરહુ-પરહુ જુએ રે લોલ રાતની રતિમાં કયાં ગઈ નાર કે એમ થાકીને સુવે રે લોલ પ્રભાતે ઉઠી યુધિષ્ઠિર રાય કે ગામ ઢંઢોળીયું રે લોલ કોઈએ દીઠી દ્રૌપદી નામે નાર કે પડહો વજડાવીઓ રે લોલ... ૭ વિનતા શોધ ન મળી લગાર કે નગરી કે દેશમાં રે લોલ ત્યારે કુંતા ગઈ જદુનાથ કે કહું સુખ વેશમાં રે લોલ દિકરા ! દ્રૌપદી લઈ ગયો કોઈક વેરી દેવતા રે લોલ અમને તેહ ન મળી ત્રણ ખંડ કે શોધ કરી દ્યો સુતા રે લોલ... ૮ નારાયણે તવ દીધો કોલ કે બોલ છે માહરો રે લોલ દ્રૌપદી સોપ્ તુમ હાથો હાથ કે ભત્રીજો તાહરો રે લોલ એમ કહી ખબર કઢાવી ત્રણ ખંડ કે ભાળ ન મળી સતી રે લોલ એહવે નારદ આવ્યો તેણે કે પ્રગટ કરી સતી રે લોલ... ૯ પાંડવ પાંચને વાસુદેવ સાથ કે પહોતા જીત્યો પદ્મોત્તર વળી રાય કે દ્રૌપદી વારી હરી રે લોલ વજડાવી તિહાં જીતનો શંખ કે સહુ ઘરે આવીયા રે લોલ મંગલ થાયે શીયલ પ્રભાવ કે ઘર ઘર ગુઠી ઉછળી રે લોલ... ૧૦ દ્રૌપદી પાળી નિર્મલ શીલ કે લીલ પામી ઘણું રે લોલ
અપરકંકાપુરી રે લોલ
સજ્ઝાય સરિતા
૧૬૩