________________
તેહ શેઠને મહેલ ચણાવતાં બાર વરસ વહી જાય રે ચિતારા વળી તેણે તેડાવ્યાં ભલામણ દીયે ચિત્ત લાય રે...મમ૦ ૨ વાદળીયા રંગના પૂરજો વળી કોઈ દિન તે નવિ જાય રે તિહાંકને ચઉનાણીમુનિ નિકળ્યાં હસવું કરે તેણે ઠાય રે... મમ૦ ૩ શેઠ જોઈને મનમાં ચિંતવે મુનિ આચાર ન ગણાય રે
હું ભલામણ કરૂં મુજ મહેલની તેમાં મુનિને હસવું કેમ થાય રે... મમ૦ ૪ નવરો થાઉં તો જાઉ ં ગુરૂ પૂછવા એમ ચિંતવી જમવા આવે રે
પુત્ર જે નાનો તેને હુલરાવતો કરે માથું બાળસ્વભાવે રે... મમ૦ ૫ છાંટા પડીયા તેહ માત્રા તણાં તેહની થાળી મોઝારો રે
તે નવિ ગણકારી ખાવા મંડીયા ધૃત પેરે તેણીવારો રે... મમ૦ ૬ મુનિપણ ફરતાં ફરતાં ગોચરી આવ્યા તેહને ઘેર રે
વળી પણ મુનિને હસવું આવીયું તે જોઈ ચિંતવે તેહ રે... મમ૦ ૭ સંશય પડીયો નાગદત્ત શેઠને જમી દુકાને આવે રે બોકડો લેઈ કસાઈ નિકળ્યો દુકાને તે ચડી જાવે રે... મમ૦ ૮ કહે કસાઈ શેઠ આપો મુજને નહિંતર દ્યો તસ નાણું રે
નાગદત્ત ચિંતવે એ નાણાતણું દીસે નહિ ઠેકાણું રે... મમ૦ ૯ એમ ચિંતવી વસ્ત્ર આડું કરે તે બોકડો ઉતરી જાવે રે ઉતરતાં તેને આંસુ પડે છે ત્યાં વળી અણગાર આવે રે... મમ૦ ૧૦ આંસુ દેખી મુનિનું મ્હોં મલકીયું ચિંતે શેઠ તે આમ રે એ મુનિ ત્રણ વેળા હસવું કરે શું કામ ? એણે ઠામ રે... મમ૦ ૧૧ એમ તિહાં શેઠ મનમાં ચિંતવી ખાઈશ પછી મુખવાસ રે ઉઠી તિહાંથી પૌષધ શાળામાં જઈ બેઠો મુનિપાસ રે... મમ૦ ૧૨ મુનિને પૂછે તુમે હાસ્ય કર્યું ત્રણવાર સ્પે કાજ રે તેહનું કારણ આવ્યો પૂછવા કહો મહેર કરી મહારાજ રે... મમ૦ ૧૩ પહેલાં ચિતારાને ભલામણ કરતો'તો ત્યાં કરી તુમે હાંસી રે ઘરનું કામ કોણ કરતાં નથી ? એમ જાણી થયો નિરાશી રે... મમ૦ ૧૪ તેહનું કારણ મુજને કીજીએ જેથી મન રાજી થાય રે
મુનિ કહે-તુજ પૂછ્યાનો કામ નહિં સુણ દેવાનુપ્રિય ભાઈ રે... મમ૦ ૧૫ તોપણ શેઠે હઠ લીધો આકરો મુનિ બોલ્યા તેણી વાર રે
૧૭૨
સજ્ઝાય સરિતા