________________
(ઢાળ ૧૪) પાપસ્થાનક હો કે ચૌદમું આકરૂ, પિશુનપણાનું હો વ્યસન છે અતિબૂરું અશન માત્રનો હો કે શુનક કૃતજ્ઞ છે, તેથી ભૂંડો હો કે પિશુન લવે પછે. બહુ ઉપકરીએ હો કે પિશુનને પરિપરિ, કલહનો દાતા હોકે હોય તે ઉપર દૂધે ધોયો હો કે વાયસ ઉજળો, કિમ હોયે પ્રકૃતે હો કે જે છે શામળો... તિલહ તિલgણ હો કે નેહ છે ત્યાં લગે, નેહ વિણઠે હો કે ખલ કહીએ જગે ઈમ નિઃસ્નેહી હો કે નિર્દય હૃદયથી, પિશુનની વાર્તા હો કે નવિ જાયે કથી... ચાડી કરતાં હો કે વાડી ગુણતણી, સૂકે ચૂકે હો કે ખ્યાતિ પુણ્યતણી; કોઈ નવ દેખે હો કે વદન પિશુનતણું, નિર્મળ કુલને હો કે દીએ તે કલંક ઘણું... ૪ જિમ સજજનગુણ હો કે પિશુનને દૂષિયે, તિમ તિણે સહેજે હો કે ત્રિભુવન ભૂષિયે ભસ્મ માંજ્યો હો કે દર્પણ હોય ભલો, સુજસ સવાઈ હો કે સર્જન કુલ તિલો... ૫
(ઢાળ ૧૫) જિહાં રતિ કોઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય પાપસ્થાનક તે પન્નરપુંજી, તિણે એ એક જ જોય...
સુગુણ નર ! સમજો ચિત્ત મોઝાર ૧ ચિત્ત અરતિ રતિ પાંખશું, ઉડે પંખી રે નિત્ત પિંજર શુદ્ધ સમાધિમુંજી રૂંધ્યો રહે તે મિત્ત... સુગુણનર૦ ૨ મનપારદ ઉડે નહિંજી, પામી અરતિ રતિ આગ તો હુએ સિદ્ધિ કલ્યાણનીજી, ભાવઠ જાયે ભાગ... સુગુણનર૦ ૩ પરવશે અરતિ રતિ કરીજી, ભૂતારથ હોય જે હ તસ વિવેક આવે નહિંજી, હોય ન દુઃખનો છે... સુગુણનર૦ ૪ રતિ અરતિ છે વસ્તુથીજી, તે ઉપજે મનમાંહિ અંગજ વલ્લભ સુત હુઇ, યૂકાદિક નહિ કાંહિ... સુગુણનર૦ ૫ મનકલ્પિત રતિ અરતિ છે , નહિં છે સત્ય પર્યાય નહિ તો વેચી વસ્તુમાંજી, કિમ તે સવિ મિટ જાય.. સુગુણનર૦ ૬ જેહ અરતિ રતિ નવિ ગણેજી, સુખદુ:ખ દોય સમાન તે પામે ‘જસ’ સંપદાજી, વાધે જગ તસ વાન... સુગુણનર૦ ૭
૪૭૨
સક્ઝાય સરિતા