________________
કેમ કાળા ઓઢાડ્યા ચીર... આવું. ૨ કાળા રથને કેમ કાળા તુરંગ ચાલ્યા એકલા માહરી સંગ
આ રંગમાં કોણે પાડ્યો ભંગ.. આવું. ૩ નથી પાપ ક્યાં મેં મારે હાથે રઘુવીર નાથ મારી સાથે
કેમ તજી દીધી મારા નાથે... આવું. ૪ નથી ધર્મ કદી મારો હારી નથી સોબત કીધી નઠારી
કેમ રામે કાઢી ઘર બારી... આવું. ૫ નથી પરબ પાણીની ફોડી નથી પાપને પગલે દોડી
કેમ રામે મને તરછોડી... આવું. ૬ નથી ઉઘાડા મેલ્યા મેં વાળ નથી ચઢાવી કોઈને મેં આળ
નથી દીધી મેં કોઈને ગાળ... આવું. ૭ નથી અભ્યાગતને પાછો વાળ્યો નથી આત્મા કોઈનો મેં દૂભવ્યો
કેમ રામે કર્યો મને ટાળો... આવું. ૮ નથી વાટમાં કોઈને મેં વગોવ્યાં નથી વાટમાં લુગડાં ધોયાં
નથી બૂરી દષ્ટિએ મેં જોયાં... આવું. ૯ મારું જમણું ફરકે છે અંગ નથી બેઠી હું કોઈને સંગ
આ તો શો થયો રંગમાં ભંગ... આવું. ૧૦ મારે આડે ઉતર્યો છે નાગ મારે માથે ઉતર્યો છે કાગ
| મારું અંતર દાઝે છે અથાગ... આવું. ૧૧ મને સૂર્ય લાગે છે ઝાંખો મને દિવસ લાગે છે અટારો
હવે રથને અહિં થોભાવો.... આવું) ૧૨ વન છે અઘોરી ઝાડી ત્યાં શબ્દ ભયંકર થાય
આવી અટવીમાં કેમ રહેવાય... આવું) ૧૩ માણેકવિજય કહે મમતા ત્યાગી સખી વેદન કરૂં પાય લાગી
સતી સીતાએ પાય જ લાગી... આવું. ૧૪ ૧૭. સુકુમાલિકાની સઝાય (ઢાળ-૩)
ઢાળ ૧ વસંતપુર સોહામણું રે રાજ્ય કરે તિહાં રાય
સઝાય સરિતા
૨૯૫