________________
શું મોઢું લઈ જાવું હું વિનીતાપુરીમાં ભાઈ વિના મને લાગે સૂનો સંસાર જો ધ્રુસકે રડતાં કંઠથી અક્ષર ત્રુટતાં ચક્રીની આંખે અશ્રુની પડતી ધારજો... લઘુભ્રાતાના રાજ્ય કરાવ્યા ખાલસા તુજ સાથે લડી રૂધિરની કરી નીકજો રાજ્યમઢે ભાઈ-ભાઈનો સ્નેહ ત્યજાવીયો લોભના વશથી ભવની ન રાખી બીજો... ૯ રાંડ્યા પછી તો ડહાપણ આવે લોકમાં એ કહેવત મને લાગુ પડતી થાય જો પશ્ચાતાપનો પાર નથી હવે ઉરમાં મુજ અંતરમાં સળગી ઉઠી છે લાય જો... મોહ ને ખેદના વાક્ય ભરતના સાંભળી બોલે બાહુબલી સાંભળ ચક્રી નરેશ જો રાજ્ય, રમા ને રાગનીરાગક્ષણીકતા જાણી લીધો મેં સાચો સાધુવેશ જો... ૧૧ બાહુબલી બોલે છે ભરતની આગળે મારૂં વ્રત છે. હસ્તની રેખા સમાન જો ખેદ તજીને રાજ્ય ભરતનું ભોગવો સત્યવસ્તુનું આજે થયું મુજ ભાન જો... ૧૨ ભગિની ભ્રાતા પિતાના માર્ગે સહુ ગયા ત્યાગ-વૈરાગ્યને ધર્મના થઈને જાણ જો તત્ત્વરમણતા અનુભવજ્ઞાનની ભૂમિકા મુનિ મારગ છે અમૂલ્ય ગુણની ખાણજો... ૧૩ મુનિ મક્કમતા જોઈ ભરતજી વાંદતાં સ્તુતિ કરતા વિનીતા પુરીમાં જાય જો નિર્લેપ રહીને નીતિથી રાજ્યને પાળતાં ઉદય કરવા ગુણીના નિત્ય ગુણ ગાય જો... ૧૪
સજ્ઝાય સરિતા
૧૦
૨૧૧