________________
૨૧૦
[+] ૧૦૯. ભરત-બાહુબલીની સજ્ઝાય ભરતજી કહે કરોડી બાહુબલિ આગળે તું છે મોટો સાગર સમાન અગાધ જો અજ્ઞાન વશ થઈ યુદ્ધમાં તુજને બોલાવીઓ ક્ષમા કરો. તે સર્વ મુજ અપરાધ જો.... આયુધ શાળે ચક્ર ન પેઠું -તે કારણે અઠ્ઠાણું ભાઈને બોલાવ્યા ધરી પ્રેમ જો મુજ આણામાં રહીને રાજ્ય ભોગવો દૂત મુખે મેં કહેવરાવ્યું હતું એમ જો... ૨ તેઓ સઘળાં વિરૂપ કરી ચાલ્યા ગયા તાત પાસે જઈ લીધો સંચમ ભાર જો તે તો ત્યાગી થયા ને તું પણ થાય છે તો પછી મારે લેવો કોનો આધાર જો... ૩ વેષ તજીને પાછો વળી જા રાજ્યમાં રાજ્ય બીજા પણ હર્ષથી દઉં છું આજ જો નિર્ભય થઈને રાજ્ય તમારૂં ભોગવો નહિ તો જગમાં કેમ રહેશે મુજ લાજ જો... ૪ નામ ને ગુણથી બાહુબલિ તુજ નામ છે સત્ય કરી દેખાડ્યું તે નિરધાર જો ગુણ તમારા એક મુખે ન કહી શકું આપ છો મોટા ગુણ મણીના ભંડાર જો... ૫ મારી ભૂજા તો ખરી હતી બંધુ તમે મુજને છોડી ચાલ્યા જશો નિરધાર જો તો મુજ શિર પર ચડશે અપયશ ટોપલો મુખ બતાવીશ કેવી રીતે હું બહાર જો... ૬ બાંધવ બાંધવ કહીને એકવાર બોલ તું નહિં બોલો તો તાતજી ઋષભની આણ જો સ્નેહભરી દૃષ્ટિથી મુજને ભેટશો જેહથી મારો જશનો ઉગે ભાણજો... ७
સજ્ઝાય સરિતા
૧