________________
મહારથે જીત્યા વાછડા તેનો શ્યો વિસ્તાર રે
બાળક ધર્મ કરશે સદા બુઢ્ઢા પરમાદી પડ્યા રહેશે રે... હાથી લઢેરે માવત વિના તેનો શ્યો વિસ્તાર રે વરસ થોડાને આંતરે માગ્યા નહિ વરસે મેહરે... વ્યવહાર સૂત્રની ચૂલિકા મધ્યે ભદ્રબાહુ મુનિ એમ ભાખેરે સોળ સુપનનો અર્થ એ સાંભળો રાય સુધીર રે...
ચંદ્રગુપ્ત૦ ૧૫
ચંદ્રગુપ્ત૦ ૧૬
ચંદ્રગુપ્ત૦ ૧૭
પર. (ખ) ચંદ્રાવતીની સજ્ઝાય
જસ મુખ સોહે સરસ્વતી માય, પ્રણમી વીર જીનેશ્વર પાય સાધુ સહુકો સૂણજો એહ, મંત્ર યંત્ર તંત્રાદિક તેહ... ૧ વૈદ્યક પોતીક ફુટી કર્મ, મુખથી ન કહીએ એહનો મર્મ અનરથ ઉપજે તેહથી ઘણાં, જેમ એહથી મુવા પાંચે જણા... ૨ કુંડલપુર ખત્રી એકઠામ, ભીમસેન છે તેનું નામ નારી તેહની ચંદ્રાવતી, દોષ ન દીસે તેહમાં રતિ... ૩ ચંદ્રાવતી મૂકી ઘરબાર, એક દિવસ તે થયો અસવાર ચાલ્યો ચતુર તે કીક મોજાર, ચંદ્રાવતી તે કરે વિચાર... ૪ એક મને જો કીજે ધર્મ, તો નિકાચિત છૂટે જે કર્મ ઘર પાસે તિહાં મુનિવર રહે, ચંદ્રાવતીને ધર્મ જ કહે... ૫ પ્રતિબોધી કીધી શ્રાવિકા થઈ તે જિનશાસન ભાવિકા વહોરવા આવ્યા તેહ મુનિરાય, ચંદ્રાવતી પ્રણમી પાય... ૬ નયણે નીર ઝેર તે ઘણું, દુ:ખ દેખી દિલ દુભાવે આપણું ઘણા દિવસ પિયુ ચાલ્સે થયા, ખર્ચી બીજી નવી મેલી ગયા... ૭ દીન વચન તેનું તે સુછ્યું, દુ:ખ થયું તે મુનિવરને ઘણું જોષ જોઈને કર્યો વિચાર, દિવસ સાતમે આવે ભરથાર... ૮ જોષ જોઈને મુનિવર ભણ્યા, કહેલ દિવસે અંતજ મલ્યા ત્યારે ખુશી થયું ચંદ્રાવતીનું મન, તેણે રાખ્યું સુંદર અન્ન... ૯ પ્રથમ પડિલાભ્યા મુનિરાજ, નિમિત્ત કરી સારો મુજ કાજ ભીમસેન મન ભટકે બોલ્યો, એ પાંખડી એટલે મલ્યો... ૧૦ એહને એવું આપ્યું અન્ન, જો એ બેહનું એક જ મન ખડગ કાઢીને મારવા ઘસ્યો, દેખી મુનિવર મનમાં હસ્યો... ૧૧
સજ્ઝાય સરિતા
૧૦૫