________________
હરિ દ્વૈપાયન દેખીને, ઈણી પરે ભાખી ત્યાંહી... ૧૧
ઢાળ-૨ કૃષ્ણ કહે એમ વયણડાં, ખમવા ગમે હો અમચો અપરાધ કે ક્રોધને દુ:ખ દાયક કહ્યો, ક્રોધ કરી હો ન હારો નિરાબાધ કે
તુમે તો તપસ્વી લોક છો.. ૧ મદિરા મત્ત હો અજ્ઞાની કુમાર છે, જે તમને ઉપદ્રવ ક્ય તમે ખમવું હો કરૂણાં ભંડાર કે, તમે.... ૨ ભુંડુ કરતાં રૂડું કરે તે સજજન હો, જગમાં વિખ્યાત કે વિનય સહિત સુપ્યા વયણડાં, પણ મનમાં હો ન થયો ઉપશાંત કે
તુમે... ૩, કહ્યું ત્રિદંડી તાપસે, સુણ કેશવ હો મેં કીધ તે જાણ કે દુર કુમારે જબ રોગો, તિણે મ કહો હો હવે એની વાત કે તુમેરુ. ૪ એક તુમ બલદેવજી મૂકીને હું સહુનો હો કરૂં નાશ કે એહ પ્રતિજ્ઞા નવી ફરે, કોઈ કાલે હો મારી દુઃખ નાશ કે તુમે.. ૫ કેવલી વયણે જે ભાખિયા, નવિ અન્યથા હો જદી જગ પલટાય કે એમ કહે નિજ બંધુને, ખેદ ન કરો તો ભાખ્યું જિનરાય કે તુમેરુ... ૬ કર પદ નાસિકા જેહનાં, હોય વંકા હો વળી નયણ સોમ કે જીભ ઓટ દાંત જેહનાં, તસ ન વળે હો ક્રોધ જે રોમ રોમ કે તુમે... ૭ આવ્યા નિજ નગરી હવે, બીજે દિન હો કહેરાવ્યું એમ કે નગરમાંહી સહુ લોકને, દ્વૈપાયન હો ભાખ્યું છે જેમ કે તમે.... ૮ તપ જપ નિયમ ધરમ કરો, ઈણ અવસર હો આવ્યા નેમિ નિણંદ કે યાદવ સૌ વંદન ગયા, સુણી દેશના હો પ્રભુ મુખ ગોવિંદ કે તુમે.. ૯ સાંબ પ્રદ્યુમ્ન નિષધ વળી, સુણી દેશના હો જાગ્યા મહાભાગ્ય કે ઉદ્દભક સારણ આદિ દેઈ, કહું કેતા હો પામ્યા વૈરાગ્ય કે તુમે... ૧૦ રૂક્ષ્મણી જંબુવતી વલી, ગૌરી ને હો ગાંધારી નાર કે કમલા સુશીમા, સત્યભામા, પદ્માવતી હો પમુહા ગુણધારી કે તુમે... ૧૧ દેશના પ્રભુની સાંભળી ઘર છાંડી હો લીયે સંયમભાર કે હરિ પૂછયા પછી જિન કહે દ્વારિકા દાહ હો થશે વર્ષ બાર કે તુમે... ૧૨. સાંભળીને હરી ચમકીયા મન ચિત્તે ધન્ય તેહ રાજન કે
૧૪૨
સઝાય સરિતા