________________
૩૫. કુંભારજા નારની સઝાય
દુહા શ્રી રાજગૃહી નગરી વિષે વસે એક નરનાર, માધવ તેનો દિકરો વિનય તણો ધરનાર... ૧ ભણી ગણી મોટો થયો માતા કરે વિચાર, વહુ હવે ઘેર લાવવી શોભાવે સંસાર... ૨ પરણી લાવ્યો પ્રેમદા મનમાં ધરી ઉન્માદ, પણ તે નિકળી કુંભારજા સુણો હવે સંવાદ... ૩
ઢાળ
સગાં સબંધી થી શત્રુ બનાવે... પાડોશીથી લડનારી માત પિતાની માજા ન રાખે... સાચવી સાપની ભારી
જેના ઘરમાં કુંભારજા નાર તેનો એળેગયો અવતાર ૧ કોણે કહ્યું હતું આવજે પરણવા... પહેલાં વાત ન વિચારી પાણી પીને હવે પૂછો છો ઘરને... ચોખી મૂર્ખાઈ છે તમારી... જેના૦ ૨ સાચી છે વાત ભૂલ કીધી અમે તો... જાણી જોઈને જખમારી માટે બોલો તો બોલ જો વિચારી... નહિતો થાશે તમારી ખુવારી...
જેના૦ ૩ જાજો નખોદ મારા સગપણ કરનારનું... કીધી આ જિંદગી ખારી માનો ઉપકાર માત-પિતાનો... કીધા તમોને ઘરબારી... જેના ૪ બાંધી મુઠી હવે તો રાખો... નહિ તો વેચાશે આબરુ તમારી માટે બોલો તો બોલજો વિચારી... નહિતો થાશે તમારી કુંવારી... જેના૦ ૫ આબરૂના કાંકરા ક્યારના થયા છે... પણ ચાલી ન હોંશિયારી આથી ઘણા હતા ફકકડ અમે તો... ભલી વાંઢાની જિંદગી અમારી...
જેના૦ ૬ માંગા સત્તરશો મારા હતા પણ... વાતો નસીબની ન્યારી અક્કલ હિણાને પનારે નાખીને... ઉડા કુવામાં ઉતારી... જેના૦ ૭ માન્યું હતું કે ઘેર લક્ષ્મી પધારશે... નિત્ય રસોઈ કરશે સારી પણ અહિંતો રંધાય છે કાળજાં મારાં.. આવી તું લોહીની પીનારી...
જેના૦ ૮ આ સક્ઝાય સરિતા