________________
૧૬૮
સજઝાયાદિ સંગ્રહ
(૨) તારા–આ દષ્ટિમાં રહેલા જીવને યોગના ૮ અંગ પૈકીનું બીજું અંગ નિયમ પ્રાપ્ત થાય છે. નિયમ પાંચ પ્રકારે છે. મનની શુદ્ધિ તે શૌચ-૧ પ્રાણેને નિભાવનાર પદાર્થો સિવાય અન્યની અસ્પૃહા તે સંતેષ–૨ અનેક પ્રકારના તપ-જપ તેમજ ક્ષુધા પપાસાદિ પરીષહ સહન કરવાની વૃત્તિ તે ૩ સૂત્રાદિ સારા ધાર્મિક પુસ્તકનું અધ્યયન તે સ્વાધ્યાય. ૪ દેવગુરુને નમસ્કાર કરવા અને આત્મતત્વનું ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન-૫. પહેલી દષ્ટિમાં તથા પ્રકારના પશમના અભાવથી આ ગુણે હેતા નથી.
આ વખતે છાણના અગ્નિ જે, લાંબા કાળ સુધી ટકી ન શકે તે અ૫ તત્વબોધ હોય છે. વળી ખરા પ્રસંગે બોધ વિસરાઈ પણ જાય છે. આ વખતે જિજ્ઞાસા ગુણ પ્રાપ્ત થાય છે. આ વખતે પારલૌકિક આત્મકલ્યાણ માટે દાનાદિક શુભ પ્રવૃત્તિ કરવામાં કંટાળો આવતા નથી, પરંતુ તે તે કાર્ય સિદ્ધ કરવા અનેક પ્રકારના નિયમે આદરે છે. આ વખત ઉગ નામને બીજે દોષ અહિં ચાલ્યા જાય છે.
(૩) બલા. આ દષ્ટિમાં રહેલા જીવને યેગના ૮ અંગ પૈકીનું ત્રીજું અંગ મારા પ્રાપ્ત થાય છે
આ વખતે ઃ લાકડાના અગ્નિ જે, પ્રથમની બેય દષ્ટિ કરતાં વિશેષ તત્વબોધ હોય છે. આ વખતે સુશ્રુષા ગુણ પ્રાપ્ત થાય છે. તત્વ શ્રવણની ઈચ્છા થાય છે, સ્મૃતિ શક્તિ વધે છે અને આત્મસાધનાની રૂચિ તીવ્ર થાય છે. આ વખતે એક આસને અમુક વખત સુધી ધ્યાન કાર્યમાં શાંતિથી બેસી શકે છે ક્ષેપ નામનો ત્રીજે દોષ અહિં ચાલ્યો જાય છે.
(૪) દીપ્રા(ખા). આ દષ્ટિમાં રહેલા જીવને ગના ૮ અંગ પૈકીનું ચોથું અંગ કાપવાનો લાભ પ્રાપ્ત થાય છે. બાહા ભાવને અહિં રેચક થાય છે. અંતર્ભાવને અહિં પૂરક થાય છે. સ્થિરતા ભાવને અહિં કુંભક થાય છે. આ વખતે દીપપ્રભા જે અર્થાત્ પ્રથમ કરતાં ઘણે તત્વબોધ અને શ્રવણગુણ પ્રાપ્ત થાય છે, જ્યાં સારૂં તત્વજ્ઞાન હોય ત્યાં ધ્યાન દઈને સાંભળે છે. પ્રયાગ વખતે સ્મૃતિ શક્તિ પણ સારી રહે છે.
આ વખતે મિથ્યાત્વગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે એટલી હદ સુધીની હોય છે કે-ધમ ઉપર એટલી બધી પ્રીતિ થાય છે કે ધમને માટે પોતાના પ્રાણ તજવા સુધીની તેયારી હોય છે, પરંતુ