________________
સઝાયાદિ સંગ્રહ
મહેતાનું મંન નિશ્ચલ જાણી જુહારમિત્રે પ્રેમ આણી મહેતાને નિજ ખંધ ચડાવ્ય મિત્ર એહવા કર પ્રાણું ૪ જહાર મિ જે આજ્ઞા કીધી તે સવિ મહેતે કીધી આતમરાજતણી તેણે પદવી દિન છેડામાં લીધી ૫ તેણે રાજાએ કાંઈ ન કરીયું નહિં મહેતાશું ચાલે એહવા ઉત્તમ સ્થાને મેન્થા મહેતે મનશું હાલે મહેતાની સવિ ચિંતા ભાગી પામ્યા અવિચલ ઠામ જુઓ જુહારમિત્રની કરણ કર્યું મહેતાનું કામ જુહારમિત્ર પ્રસાદે મહેતાના દૂર કન્યા નુપકુંદ સવિ સંતાપ નિવાર્યા સાથે પાપે પરમાનંદ ૮ દેહિલી વેળા અરથે આયો તે મિત્રની બલિહારી એહવાશું મિત્રાઈ કીજે અવિચલ ગુણ સંભારી ૯
[૨] હવે એ અંતરંગ સંભાળી પ્રાણ પ્રીછો વાત પહેલું ચૌદરાજ તે ચિહુ દિશ નગર વડુ વિખ્યાત કમપ્રકૃતિ રાજા તે માટે જેહની ત્રિભુવન આણ મહેતે તે આતમા કહીજે જોઈ પર જાણ ૨ આતમ મહેતાને માનીતે નિત્યમિત્ર તે દેહ ક્ષણ અલગ ન શકે રહી તેથી આપણે અતુલ સનેહ ૩ પુત્રકલત્રાદિક પ્રાણીને કહીયે મિત્ર તે પર્વ પાપ કરી અરજી જે લક્ષ્મી તેહને સોંપી સર્વ ૪ જહારમિત્ર તે ધર્મ જ કહીયે તેહશું જીવ ન રાચે મુખને મેળે કદાચિત મળતે પણ ન મળે મન સાચે ૫ એણીપેરે કાળ કેટલે જાતે કર્મઉદય તસ આવે આયુકમ તુટે તવ પ્રાણી એહવું મન સંભાળે ૬ એ કાયા મેં લાલી પાળી ઘણી પેરે સંભાળી અવસર આવે કામ ન આવે પ્રીતિ કરી વિસરાલી ૭ વેદની કમ ઉદય જબ આવ્યું દુ:ખથી મુજ નવિ રાખ્યો પુત્રકલત્રાદિક મનવેલ્લભ પર્વ મિત્ર જે ભાખ્યો ૮ કમ ઉદય આવે તેહ પણ રાખી ન શકે કઈ નમિ મહારાય અનાથીની પરે હૈયે વિમાસે સેઈ ૯