________________
૧eo
સઝાયાદિ સંગ્રહ
આ દષ્ટિમાં રહેલા જીવને તત્વબોધ રત્નપ્રભાતુલ્ય ચિરસ્થાયી હોય છે. તે બેધ અપ્રતિપાતી હોય છે. અન્યને પરિતાપ પણ ઉપજાવે નહિં તેવું જીવન હોય છે. આ દષ્ટિમાં રહેલા જીવને સૂક્ષમધ ગુણ પ્રાપ્ત થાય છે. અને ભ્રાંતભ્રમ નામનો દોષ ચાલ્યા જાય છે. તેથી અત્યાર સુધી તત્વજ્ઞાન, સર્વ વાણી વિ.માં આશંકા-કુશંકા થતી હતી તે અહિ વિરમી જાય છે પુદ્ગલ લેલુપતા ઘટી જાય છે. ધર્મજન્ય ભેગ સુખની પણ તે ઈચ્છા રાખતા નથી. અનંતાનુબંધી કેધાદિને ઉપશામ, ક્ષપશમ અને ક્ષાયિક ભાવ થતાં સમ્યગ્દષ્ટિ પ્રગટે છે અર્થાત સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાનકમાં જઈ પહોંચે છે, પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે પ્રત્યાખ્યાનવ્રત લેવાની તીવ્ર ઈચ્છા પ્રગટે, પણ શ્રેણીક રાજાની જેમ લઈ શકાય નહિ. પૌદૂગલિક ભોગે તજવાની ઈચ્છા થાય, પણ છેડી શકાય નહિ.
(૬) કાંતા આ દષ્ટિમાં રહેલા જીવને રોગના ૮ અંગ પૈકીનું છઠું ધારણા અંગ પ્રાપ્ત થાય છે ધ્યેય પર ચિત્તને સ્થાપન કરી એકાગ્ર કરવું તેને ધારણ કહેવાય છે. આથી ચિત્તની ચપળતા ઓછી થાય છે, મનને સવિશેષ સ્થિર કરી શકે છે, મનને જ્યાં ત્યાં રખડવાની ટેવ હોય છે તે દૂર થઈ જઈ મન એકાગ્ર થવા માંડે છે. ધર્મ પ્રવૃત્તિ કરતે રહે છે. આ દષ્ટિમાં રહેલા જીવને તત્વબોધ તારાના પ્રકાશ જેવા હોય છે.
આ દષ્ટિમાં રહેલા જીવન પ્રકૃતિથીજ નિરતિચાર ચારિત્ર હોય છે. તેનું અનુષ્ઠાન શુદ્ધ હોય છે, જીવન અપ્રમાદી હોય છે, સારા પદાર્થોમાં ચેતનનો વિનિયોગ થાય છે, જીવને આશય ઉદાર અને ગંભીર થાય છે.
આ દષ્ટિમાં રહેલા જીવને મીમાંસા ગુણ પ્રાપ્ત થાય છે, સદ્વિચાર શ્રેણી ઘણી સારી રહે છે. આત્મ તત્વની જ ચિંતવના થયા કરે છે, શ્રત ધમ ઉપર તન્મય રાગ હોય છે. દેશ વિરતિ અને સર્વ વિરતિ ભાવે પ્રાપ્ત થાય છે. પૌગલિક આસકિત ચાલી જાય છે અને નિરતિચાર ચારિત્ર પાળે છે
આ દૃષ્ટિમાં રહેલા જવનો અચકુંટુ નામનો છઠ્ઠો દોષ અહિં ચાલ્યા જાય છે. આ દૃષ્ટિમાં રહેલા જીવને દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે અર્થાત અપ્રત્યાખ્યાન કષાયનો ઉપશમાદિ થતાં પાચમા ગુણસ્થાનકની શ્રાવકની દશા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પ્રગટે છે અને પ્રત્યાખ્યાન કષાયનો ઉપશમક્ષપશમ થતાં ૫ મહાવ્રત લઈ શકાય.