________________
| તિલકનો વારસો || સ્વર્ગસ્થ લોકમાન્ય તિલક હિંદવાસીઓના હૃદયમાં ચિરકાળ વાસ કરી રહેશે. સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછીથી જ ખરો અમલ ચલાવે છે. પ્રજા તેમના જીવનનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે, તેમના ગુણ ગાય છે, અને અહોનિશ તેમનું સ્મરણ કરે છે. | ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેની ભીખ માગવાનો નથી પણ) તે લેવાનો’ એ એમના જીવનનો મહાન સિદ્ધાંત હતો, અને સ્વરાજ્ય મેળવવા માટે ભારે સંકટો ઉઠાવીને તેઓ અંતકાળ સુધી નીડરતાથી લડ્યા. એમની અગાધ વિદ્વત્તા, એમનું નિર્મળ ચારિત્ર્ય, એમની નમૂનેદાર સાદાઈ, એમની વીરોચિત નીડરતા, એમની અનન્ય દેશભક્તિ અને સૌથી વધારે તો ભારતવર્ષમાં તેમણે જગાવેલો સ્વરાજ્યનો ધ્વનિ એ એમણે આપણે માટે મૂકેલો વારસો છે.
| ૨૨
તે અંગ્રેજ સરકાર - આજ દેશમાં જોઈતી હવા નથી. કોમ કોમ વચ્ચે સંપ નથી, નહીં તો સ્વરાજ્ય તો રમતમાં હાથ કરી શકાય. આ રાજ્ય તો એક પોકળ ચીજ છે. સરકારનો ભય એ તો મિથ્યા ભય છે. ભૂતના ભડકાનો ભય જેવો ખોટો છે તેવો આ ભય ખોટો છે. જેમ ભૂત એ કોઈ ચીજ ન હોવાથી નજરે દેખી | શકાતું નથી તેમ સરકાર પણ નજરે દેખી શકાય તેમ નથી; કારણ કે તે કોઈ એક ચીજ નથી.
સરકાર એટલે કોણ ? સરકાર એટલે કલેક્ટર ? સરકાર એટલે મામતલદાર કે ફોજદાર કે તલાટી કે વરતણીઓ ? એ બધાની મળીને સરકાર બનેલી છે, એટલે તેનો ક્યાં પત્તો લાગે ? એટલે એ તો આંખ મીંચીને માની લીધેલી ભ્રમણા માત્ર છે. બધું આપણા માણસોથી જ ચલાવવામાં આવે છે.
આપણો જ પટેલ અને આપણો જ મહાલકરી અને આપણો જ મામલતદાર,
૨૩ ]