Book Title: Sardarni Vani Part 01
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 23
________________ ન સંપીલા ખેડૂતો | ખેડૂત એકલી ખેતી ઉપર નભી શકવાનો જ નથી. જેની પાસે લાંબી જમીન હશે, જે વિશેષ બુદ્ધિ ધરાવતો હશે, અને જે વિશેષ મહેનત કરતો હશે તે ગુજરાન ચલાવી શકશે. અત્યારે જમીનના ટુકડા થતા જાય છે તેમ તેમ ખેતીની સાથે નવરાશમાં ઘરબેઠાનો ઉદ્યોગ હોય તો જ ખેડૂત નભી શકે. તમે સમજો કે અમદાવાદ વસ્યું છે. તે આખા જિલ્લામાંથી ખેડૂતોનાં રસકસ, હાડકાં, માંસ ને લોહી ઉપર વસ્યું છે. ખેડૂતોએ જેવા પહેલાં હતા એવા થવું જોઈએ. ખેડૂતોમાં કંકાસ, કુસંપ ને કજિયા ગામેગામ છે. આમાં ખેડૂતો પોતે નહીં સમજે તો બીજો કોણ સમજાવશે ? આપણું કામ એ છે કે આપણા મતભેદને મોટું સ્વરૂપ આપવું ન જોઈએ કે જેથી છોકરાઓ આપસઆપસમાં લડી મરે. એકબીજાની ચાડીચુગલી કરવી ન જોઈએ. સંપીલા ખેડૂતોને કોઈ સતાવી શકતું નથી. - ૪૪ ] ન વેઠ-પ્રથા || એક બાબત માટે ખેડૂતોએ શરમાવું જોઈએ. જે મજબૂત છે, સુખી છે, સાધનવાળા છે તેમના પર | એક આરોપ, તહોમત છે કે તે અભિમાની છે, અને તે એટલા અભિમાની હોય છે કે તે ઈશ્વરને પણ ભૂલી જાય છે. તેના દરબારમાં તો રંકરાય, ઊંચનીચ | સરખા છે. તે દરબારમાં તેને હિસાબ આપવાનો છે તે તે ભૂલી જાય છે. તેથી ઊતરતા વર્ગને તે સતાવે છે. ઊતરતા વર્ગ પાસે તે વેઠ કરાવે છે. સરકાર જેટલી વેઠ નથી કરાવતી તેટલી આ કરાવે છે. આપણી પાસે જમીન હોય, નાણાં હોય, સમજ હોય તે બધાંનો ઉપયોગ શો ? જે સુખી છે તે સુખના મદમાં બીજાને દુ :ખી કરે છે તે ઠીક નથી, આપણી બુદ્ધિ વટાવી ખાવાની નથી. તેનો સદુપયોગ કરી બીજાને સુખ આપવા માટે પ્રભુએ તે આપી છે. ગરીબ, દુઃખી ઉપર આપણે છાયા કરવી જોઈએ. ખેડૂતની પાંખમાં જો બધા રહેતા હોય, સમતા હોય તો તે ખરો ખેડૂત છે. ૪૫ ]

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41